દુનિયાના કોઈપણ વ્યક્તિને કોઈપણ તંત્ર-મંત્ર વગર કરો પોતાના વશમાં, ચાણક્ય નીતિમાં લખેલી છે આ રીત

0
1168
views

આ વિશ્વમાં લોકોને બીજા વ્યક્તિઓ નો મોહ રાખે છે. ખાસ કરીને પ્રેમમાં એવું થાય છે કે કોઈ વ્યક્તિ બીજાને દગો આપી જતો રહે છે. એમાં પોતાના પ્રેમી અથવા કોઈ ખાસની જીવનમાં આવવાની રાહ લોકો હંમેશા જોતા હોય છે. આવામાં ઘણીવાર એવું પણ મનમાં આવે છે કે આપણે એને વશમાં કરી લઈએ તો વાત બની જશે. આમ વિચારીને  આ લોકો તંત્ર-મંત્રની વિદ્યા શીખવા માટે તાંત્રિક ની પાસે જાય છે જેના પરિણામ સ્વરૂપે ઘણી વખત આનો ખોટો પ્રભાવ પણ એમના પર પડતો હોય છે. દુનિયાના કોઈપણ વ્યક્તિને વગર તંત્ર મંત્રથી પોતાના વશમાં કઈ રીતે કરી શકાય છે. તે અમે તમને આજે ચાણક્ય નીતિના આધારે જણાવવા જઈ રહ્યા છીએ

વિશ્વના કોઈ પણ વ્યકિતને તંત્ર-મંત્ર વિના કરો વશમાં

જો વિશ્વમાં બધા પોતાની મરજીથી જીવવાનું શરૂ કરે દે તો આ દુનિયામાં જીવવું ખૂબ જ સરળ થઈ જશે. આવી સ્થિતિમાં કોઈને વશ કરવું અથવા સંમોહન કરવું ખૂબ મુશ્કેલ બની જાય છે. ચાણક્ય વ્યક્તિના ગુણો અને તેના વ્યક્તિત્વને નિયંત્રિત કરવાની આવી રીતોનું વર્ણન કરે છે.તો  ચાલો જાણીએ  કે આ કેવી રીતે થઈ શકે?

લોભી

લોભી માણસને મેહનત વગર ફક્ત પૈસા દેખાઈ જાય તો તે તેના માટે કંઈપણ કરી શકે છે. એટલે જ લોભી માણસોને વશમાં કરવું ખૂબ જ સહેલું હોય છે અને આ લોકોને તમે પૈસા આપીને પોતાનું કામ સરળતાથી કરાવી શકો છો. લોભી લોકોના જણાવ્યા મુજબ આ પરિસ્થિતિ પણ બદલાઈ શકે છે. ઉદાહરણ તરીકે જો કોઈને ફક્ત પૈસા માટે લોભ ન હોય તો પછી કોઈ વસ્તુનો લોભ આપવો જરૂરી હોય છે.

મૂર્ખ

મૂર્ખ વ્યક્તિને વશ કરવું ખૂબ જ સરળ છે. ચાણક્ય તેમની પ્રશંસા કરવાની ભલામણ ફક્ત એટલા માટે કરે છે કે તેમાં યોગ્ય અને અયોગ્ય ની વચ્ચે ભેદ કરવાની ક્ષમતાનો અભાવ હોય છે. મૂર્ખ વ્યક્તિ પોતાની પ્રશંસા સાંભળીને ફુલાઈ જાય છે અને આમ તેના ચાહક જે કહે છે તે મુજબ તે ચોક્કસપણે કામ કરે છે.

બુદ્ધિમાન

ચાણક્ય નીતિ અનુસાર બુદ્ધિમાન લોકોને  હિપ્નોટાઇઝ કરવું એ સૌથી અઘરું કાર્ય છે. તે નાનામાં નાની બાબતોને બુદ્ધિ અને સૂક્ષ્મતાથી તપાસ કરીને સમજી શકે છે. તેથી એક સમજદાર વ્યક્તિને વશમાં કરવાનો એક માર્ગ છે અને તે છે સત્ય બોલવું. આવા વ્યક્તિને સત્ય બોલીને પ્રભાવિત કરી શકાય છે. જેથી તેઓ આનું માન રાખીને તમારું કહ્યું કરે છે.

ક્રોધિત

જેનો સ્વભાવ ગુસ્સેલ હોઈ છે તેઓને સહન કરીને વશમાં કરી શકાય છે. આવા લોકોને કાબૂમાં રાખવું એ સૌથી સહેલી બાબત હોય છે, કારણ કે દરેક વ્યક્તિ કોઈનો પણ ગુસ્સો સહન કરી શકતા નથી. આવી સ્થિતિમાં જો તમે કોઈનો ગુસ્સો સહન કરશો, તો તે વ્યક્તિ હંમેશાં તમારા નિયંત્રણમાં રહેશે. ક્રોધ એ એક નબળાઇ છે અને તે જાણે છે કે દરેક વ્યક્તિ તેને તેની નબળાઇ સહન નહીં કરે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here