આપણાં ભારતીયોમાં સોનું કેટલી મહત્વપૂર્ણ ધાતુ છે એ સમગ્ર દુનિયા જાણે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે ભારતીયો વિશ્વમાં સૌથી વધારે સોનું ખરીદે છે. તમને જણાવી દઈએ કે જે દેશના રિજર્વ બઁક અથવા તો સેંટ્રલ બેન્કોની પાસે જેટલું વધારે સોનું છે, તે દેશની અર્થવ્યવસ્થા તેટલી જ વધારે મજબૂત હોય છે. પરંતુ આ સ્થિતિ ભારતમાં બિલકુલ વિપરીત છે, અહિયાં દેશની જનતા પાસે રિજર્વ બૅન્ક કરતાં પણ વધારે સોનું છે.
શું તમે જાણો છો કે સમગ્ર વિશ્વમાં ક્યાં દેશ પાસે કેટલું સોનું પોતાની રિજર્વ બૅન્ક પાસે છે? શું તમે એ જાણો છો કે વિશ્વમાં સૌથી વધારે સોનું ક્યાં દેશ પાસે રહેલું છે? આ બધા દેશોમાં ભારતનો કેટલો નંબર છે એ પણ અમે તમને અહિયાં આ આર્ટિક્લમાં જણાવીશું. તો ચાલો જાણીએ કે ક્યાં દેશ પાસે કેટલું સોનું રહેલું છે.
- ગોલ્ડ રિજર્વ રાખવાના મામલમાં અમેરિકા પહેલા સ્થાન પર છે. સમગ્ર વિશ્વમાં સૌથી વધારે સોનું રાખવા વાળો દેશ અમેરિકા છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલ ના જણાવ્યા અનુસાર, અમેરિકા પાસે ૮૧૩૩.૫ ટન સોનું છે.
- ગોલ્ડ રિજર્વ રાખવાના મામલમાં જર્મની બીજા નંબર છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલ ના જણાવ્યા અનુસાર જર્મની પાસે આધિકારિક ગોલ્ડ હોલ્ડિંગ ૮૮૩૧ ટન છે. યુરોપીય દેશોમાં જર્મની પાસે સૌથી વધારે સોનું રહેલું છે.
- ગોલ્ડ રિજર્વ રાખવાના મામલમાં ઈટાલી વિશ્વમાં ત્રીજા સ્થાને છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલના જણાવ્યા અનુસાર, ઈટાલીની પાસે ૨૪૫૨ ટન સોનું મોજૂદ છે. ઈટાલી યુરોપીય દેશોમાં જર્મની બાદ બીજો સૌથી મોટો દેશ છે જેની પાસે આટલું સોનું રહેલું છે.
- ગોલ્ડ રિજર્વ રાખવાના મામલમાં ફ્રાન્સ વિશ્વમાં ચોથા સ્થાન પર છે. આ યુરોપનો ત્રીજા નંબરનું સૌથી વધારે સોનું રાખતો દેશ છે, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલના જણાવ્યા અનુસાર ફ્રાન્સ પાસે ૨૪૩૬ ટન સોનું રહેલું છે.
- સોનાને રિજર્વ રાખવાના મામલમાં ભારતનો પાડોશી દેશ ચીન પાંચમા સ્થાન પર છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલના જણાવ્યા અનુસાર ચીન પાસે ૧૭૬૨ ટન સોનું મોજુદ છે.
- ક્ષેત્રફળના મામલમાં દુનિયાનો સૌથી મોટો દેશ રશિયા ગોલ્ડ રિજર્વ રાખવાના મામલમાં છઠ્ઠા સ્થાન પર છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના જણાવ્યા અનુસાર રશિયા પાસે ૧૩૯૩ ટન સોનું છે.
- ગોલ્ડ રિજર્વ રાખવાના લીસ્ટમાં સાતમાં નંબર પર સ્વિઝરલેન્ડ આવે છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના જણાવ્યા અનુસાર, સ્વિઝરલેન્ડ પાસે ૧૦૪૦ ટન સોનું મોજુદ છે.
- દુનિયાનો સૌથી નાનો દેશ જાપાન સોનું રાખવાના મામલમાં આઠમાં સ્થાન પર છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલનું માનવમાં આવે તો જાપાનનું ઓફિશિયલ ગોલ્ડ હોલ્ડિંગ ૭૬૫ ટન છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે જાપાન પાસે ૧૯૫૦માં ફક્ત ૬ ટન સોનું હતું.
- નેધરલેન્ડ ગોલ્ડ રિજર્વ રાખવાના મામલમાં નવમાં સ્થાન પર છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ મુજબ નેધરલેન્ડ પાસે ૬૧૨ ટન સોનું છે.
- ગોલ્ડ રિજર્વ રાખવાના મામલમાં ભારત ૧૦માં સ્થાન પર છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલના રિપોર્ટ અનુસાર પરતની પાસે ઓફિશિયલ ગોલ્ડ હોલ્ડિંગ ૫૫૭.૭ ટન છે. પરંતુ ભારતીય મીડિયા રિપોર્ટનું માનવામાં આવે તો ભારતના નાગરિકો અને મંદિરોમાં તેનાથી પણ વધારે સોનું મોજુદ છે. ભારત વિશ્વમાં સોનાની સૌથી વધારે આયાત કરતો દેશ બની ગયો છે.