એક વાત તો તમે સાંભળી હશે અને જો કોઈ પાસેથી સાંભળેલી નહીં હોય તો મહેસૂસ જરૂર કરેલી હશે કે જીવનમાં જે વસ્તુ આપણને રડાવે છે તેના ફાયદા ખૂબ જ હોય છે. ડુંગળી આપણા રસોડાનું વિભિન્ન અંગ છે અને તેનો ઉપયોગ ખોરાકમાં દરરોજ થાય છે. પરંતુ ડુંગળી નો ઉપયોગ તમે ખોરાક બનાવવા સિવાય અમુક નાના મોટા ઘાવ અને બીમારીઓમાં પણ કરી શકો છો. તેમાં ભરપૂર માત્રામાં પોષક તત્વ અને પ્રોટેક્ટિવ કમ્પાઉન્ડ રહેલા હોય છે જે અલગ-અલગ પ્રકારની બીમારીઓથી લડવામાં આપણે મદદ કરે છે. ડુંગળીમાં ઔષધીય ગુણ હોવાને કારણે તેનો ઉપયોગ ઘણા પ્રકારની બિમારીઓમાં પણ થાય છે.
ભારતીય રસોડામાં સૌથી વધારે ઉપયોગ ડુંગળીનો થાય છે. ડુંગળી વગર કોઈપણ વાનગી અધુરી સમજવામાં આવે છે. ડુંગળી ખોરાકના સ્વાદને વધુ સ્વાદિષ્ટ બનાવે છે. તે ખોરાક નો સ્વાદ વધારી આપે છે. બહુ ઓછા લોકો હશે જેને ડુંગળી ખાવી પસંદ નહિ હોય. ઘણા લોકોને તો ડુંગળી વગર જમવાનું પચતું નથી. પરંતુ હંમેશા લોકો ડુંગળીને છોલ્યા બાદ તેની છાલને ફેંકી દે છે. પરંતુ તેઓને જાણ નહીં હોય કે ફક્ત ડુંગળી જ નહીં પરંતુ તેની છાલના પણ ઘણા ફાયદાઓ છે. ડુંગળીની છાલ તમારી ચામડી સંબંધિત ઘણી પરેશાનીઓ માંથી તમને છુટકારો અપાવી શકે છે. તો ચાલો જાણીએ કે કેવી રીતે.
ડુંગળીની છાલ થી થાય છે ચમત્કારી ફાયદાઓ
જો તમે અવારનવાર સ્કીન એલર્જી ની સમસ્યાથી પરેશાન રહો છો તો ડુંગળીની છાલ ને પાણીમાં ત્રણ કલાક સુધી પલાળી દો. ત્યારબાદ પાણીને ગાળી લો અને તે પાણીથી પોતાની ચામડીને સાફ કરી લો. ત્યારબાદ થોડા દિવસો સુધી દરરોજ આવી રીતે કરતા રહો તો ખૂબ જ જલ્દી તમે સ્કીન એનર્જીની સમસ્યામાંથી છુટકારો મેળવી શકો છો.
ડુંગળીની છાલ નો ઉપયોગ વાળ માટે પણ કરવામાં આવે છે. કદાચ તમને માલુમ નહિ હોય કે ડુંગળી વાળ માટે પ્રાકૃતિક કંડીશનરનું કામ કરે છે. જો તમે થોડી કલાકો સુધી ડુંગળીની છાલને પાણીમાં પલાળી રાખીને, તે પાણીથી પોતાના વાળ ધોવો છો તો તમારા વાળમાં ચમક આવી જશે.
ચહેરા પરના ડાઘને દૂર કરવા માટે પણ ડુંગળીની છાલનો ઉપયોગ કરવામાં આવે છે. જો તમારા ચહેરા પર ડાઘ છે તો તમે ડુંગળીની છાલના પાણીથી પોતાના ચહેરાને ધોઈ લો. આ સિવાય તમે બીજો ઉપાય પણ અજમાવી શકો છો. ડુંગળીની છાલ અને પલાળીને તેને પીસી લો અને તેમાં થોડી હળદર ઉમેરી દો. હવે આ પેસ્ટને ચહેરા પર લગાવો. તે તમારા ચહેરા પરના ડાઘની સમસ્યાને દૂર કરી દેશે.
જીવજંતુ કરડવા પર તે જગ્યા પર ડુંગળીની છાલનું પાણી લગાવો. પાણીથી થોડા સમય સુધી મસાજ કરો, થોડા સમય બાદ ફાયદો થવાનું શરૂ થઇ જશે. હવે જ્યારે પણ તમને કોઈ નાના-મોટા જીવ જંતુ કરડે છે તો એકવાર આ ઉપાય જરૂર અજમાવી જુઓ, આરામ મળશે.
તો તમે જોયું કે ડુંગળીની છાલના ઘણા બધા ફાયદાઓ છે. તો હવે જ્યારે તમે ડુંગળીનો ઉપયોગ કરો છો તો તેની છાલને ફેંકતા નહીં પરંતુ સાચવી રાખજો. તે તમને ઘણી સમસ્યાઓ માંથી છુટકારો અપાવી શકે છે. તો તમને અમારો આર્ટીકલ જરૂરથી પસંદ આવ્યો હશે. તમને અમારો આ આર્ટીકલ કેવો લાગ્યો તે અમને કૉમેન્ટમાં જરૂરથી જણાવશો.