દુધી ને કોઈપણ રીતે ખાવી ફાયદાકારક છે. આ શાકભાજી ગુણોથી ભરપૂર છે. તેમાં કોલેસ્ટ્રોલની માત્રા ખૂબ જ ઓછા પ્રમાણમાં હોય છે. દૂધીમાં 12% સુધી પાણી હોય છે અને બાકીનું ફાઇબર હોય છે. એ જ કારણ છે કે વજન ઘટાડવા માટે ડાયટિશિયન દૂધી ખાવાની સલાહ આપે છે. તેઓનું માનવું છે કે દૂધીના શાકને બદલે તેનું જ્યૂસ વધારે અસરકારક હોય છે.
દૂધીનો જ્યૂસ પીવાથી ચરબી દૂર થાય છે અને પિત્ત કંટ્રોલમાં રહે છે. સાથોસાથ હૃદયની બીમારી અને હાઇ બીપીની સમસ્યામાંથી પણ છુટકારો મળે છે. ખાલી પેટ દૂધીનો જ્યૂસ પીવાથી ઘણી બીમારીઓ તમારાથી દૂર રહેશે. જોકે ઘણા લોકોને આ જ્યુસ સ્વાદમાં કડવું લાગે છે. તેવામાં અમે તમને તેને બનાવવાની રેસિપી જણાવી રહ્યા છીએ.
દુધીનો જ્યુસ બનાવવા માટે તમારે દુધી તથા તેની સાથે ફૂદીનાના પાંદડા, જીરા પાવડર, મરી પાવડર અને મીઠું એકઠું કરી લેવું. દૂધી અને ફુદીનાના પાંચ થી છ પાંદડા મિક્સ કરીને પીસી લેવા. તેમાં જીરા પાવડર, મરી પાવડર અને સ્વાદ અનુસાર મીઠું મિક્સ કરીને જ્યુસ તૈયાર કરી લેવું. હવે તમે આ જ્યૂસનું સેવન કરી શકો છો.
દૂધીનુ જ્યુસ પીવાના ફાયદા
- ચરબી ઓછી કરે છે
- બ્લડપ્રેશર કંટ્રોલમાં રાખે છે
- પાચનક્રિયાને સુધારવા માટે અસરકારક
- શરીરની ગરમી ઓછી કરે છે
Disclaimer : આ લેખમાં આપવામાં આવેલી જાણકારી અને સૂચનાઓ માન્યતાઓ ઉપર આધારિત છે. લાગણીનો સંબંધ તેની પુષ્ટિ નથી કરતો. તેના પર અમલ કરતા પહેલા સંબંધિત વિશેષજ્ઞ સાથે સંપર્ક કરી લેવો.