ડોક્ટરની ભુલના કારણે પુરુષ થયો પ્રેગનન્ટ, જાણો શું થઈ હતી ભુલ

0
6508
views

દેશ અને દુનિયામાં ઘણા એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેને સાંભળીને ખૂબ જ આશ્ચર્ય થાય છે. આપણે વિચારવા માટે મજબૂર બની જઈએ છીએ કે શું હકીકતમાં આવું પણ બની શકે છે જેવું સાંભળવા મળ્યું છે. આવો જ એક કિસ્સો ભિંડ જિલ્લામાં સામે આવ્યો હતો. આ કિસ્સો સ્વાસ્થ્ય સેવાઓની બેદરકારીનો છે. હકીકતમાં જિલ્લાના ફૂપમાં એક ૪૫ વર્ષીય યુવક મેલેરિયા અને ટાઈફોડની તપાસ કરાવવા માટે શ્યામ પેથોલોજી લેબોરેટરીમાં પહોંચ્યો હતો. લેબોરેટરીમાં યુવકની તપાસ માટે સેમ્પલ લેવામાં આવ્યા. ત્યારબાદ જ્યારે તપાસનો રિપોર્ટ આવ્યો તો બધાના હોશ ઉડી ગયા હતા.

યુવકની મેલેરિયા અને ટાઈફોઈડના રિપોર્ટમાં તે ગર્ભવતી હોવાનું સામે આવ્યું હતું. આ વાત જાણીને તમને આશ્ચર્ય જરૂર થયું હશે પરંતુ તે હકીકત છે. જ્યારે તપાસનો રિપોર્ટ યુવકને આપવામાં આવ્યો તો તે રિપોર્ટમાં યુવક ગર્ભવતી હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. ત્યાર બાદ યુવકે પોતાની તપાસના રિપોર્ટ અને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને તેને વાયરલ કરી દીધું. જેવી આ વાતની ખબર CMHO ડોક્ટર જેપીએસ કુશવાહ ને પડી તો તેઓએ તાત્કાલિક ટીમને ફૂપ રવાના કરી અને શ્યામ પેથોલોજી લેબને સીલ કરવામાં આવી. આ કિસ્સામાં સીએમએચઓનું કહેવું છે કે આ બાબતની પૂરી તપાસ કરવામાં આવી રહી છે અને લેબોરેટરી સંચાલક પર સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે.

હકીકતમાં કિસ્સો એવો હતો કે ફૂપ નિવાસી સુરેશકુમાર ને પાછલા થોડા દિવસોથી તાવ આવી રહ્યો હતો. તેના ઈલાજ માટે સુરેશ એક ડોક્ટર વી.કે. વર્મા પાસે પહોંચ્યો. ત્યાર બાદ ડોક્ટરે સુરેશ ને મેલેરિયા અને ટાઈફોડ ની તપાસ કરવા માટેની સલાહ આપી અને તેને અટેર રોડ તિરાહા પર શ્યામ પેથોલોજી લેબમાં મોકલ્યો. સવારે સુરેશ તપાસ કરાવી જેનો રિપોર્ટ બપોરે આપી દેવામાં આવ્યો. રિપોર્ટ જોતાની સાથે જ સુરેશ ના પગ નીચેથી જમીન ખસી ગઈ કારણ કે તે રિપોર્ટમાં તેને ગર્ભવતી બતાવવામાં આવ્યો હતો. તે તાત્કાલિક ડોક્ટર પાસે પહોંચ્યો અને પોતાના રિપોર્ટર આપત્તિ દર્શાવી. પરંતુ ડોક્ટરે લેબોરેટરીની ભૂલ છુપાવવા માટે કહ્યું કે તેઓ એ ભૂલથી આવું લખી દીધું હશે.

ત્યાર બાદ યુવકે તે રિપોર્ટ અને સોશિયલ મીડિયામાં વાઇરલ કરી દીધો. રિપોર્ટ વાયરલ થયાની સાથે જ ખૂબ જ હંગામો થયો અને વાત સીએમએચઓ સુધી પહોંચી. તેના પર રીત કાર્યવાહી કરતા સીએમએચઓ એ સાંજના સમયે જ લેબોરેટરીને સીલ કરાવી દીધી. વળી લેબોટરી સંચાલકે કહ્યું કે લેબોટરી માંથી રિપોર્ટ યોગ્ય આપવામાં આવ્યો હતો પરંતુ ડોક્ટરે જ પ્રેગ્નન્સી વાળા કોલમમાં પોઝિટિવ લખી દીધું હતું. લેબોટરી પર કાર્યવાહી બાદ ડોક્ટર ગાયબ થઇ ગયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here