ડોક્ટરના હેન્ડરાઇટિંગ ખરાબ શા માટે હોય છે? જાણો તેનું કારણ

0
1789
views

જ્યારે પણ તમે ડોક્ટર એ આપેલા કાગળને જુઓ છો ત્યારે તમારા મનમાં એ વિચાર આવતો જ હોય છે કે દરેક ડોક્ટર આટલી ગંદી હેન્ડરાઇટિંગ માં કેમ લખે છે? ઘણીવાર તમે ડોક્ટરે લખેલી ગંદી હેન્ડરાઇટિંગ ને જાણવાનું પણ પ્રયત્ન કરો છો. તમે ડોક્ટર ને ઘણી વાર મળ્યા હશો અને તમે ધ્યાન પણ આપ્યું હશે કે ડોક્ટર ખૂબ જલદી દવા ના નામ લખે છે. પરંતુ આ દવાના નામ આપણને સમજમાં નથી આવતા આપણે બધા જાણતા હોઈએ છીએ કે ડોક્ટરની રાઇટીંગ ખૂબ જ ખરાબ હોય છે પરંતુ આની પાછળનું કારણ શું હોય છે આજે અમે તમને એના વિશે જણાવીશું.

તમને જણાવી દઈએ કે ડોક્ટરને આટલી બધી હેન્ડરાઇટિંગ ના પાછળનું કારણ કોઈ મોટું નથી દરેક ડોક્ટર પોતાની મરજીથી જ આવી રાઇટીંગ કરતાં હોય છે. એવા અમુક જ ડૉક્ટર હોય છે કે જે સારી રાઇટીંગ થી લખે છે. પરંતુ અત્યાર સુધી તમે જેટલા ડોકટરને મળ્યા હશો તે દરેક ડોક્ટરની હેન્ડરાઇટિંગ કંઈક અલગ પ્રકારની અને વિચિત્ર હોય છે.

તમને જણાવી દઈએ તો મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એટલે MCI રીતે દરેક ડોક્ટરને તેવી ગાઈડલાઈન આપી છે કે પોતાના પ્રિસ્ક્રિપ્શનમાં બધા અક્ષરો ને કેપિટલ માં લખવાના રહેશે પરંતુ બધા ડોક્ટરો પહેલો અક્ષર કેપિટલ લખે છે અને પાછળ ના અક્ષર માં એવી રાઇટીંગ કરે છે કે તેને સમજવા ખૂબ જ મુશ્કેલ હોય છે.

જ્યારે આ ખરાબ રાઇટીંગ વિશે ડોક્ટરની પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જવાબ આપ્યો કે ખૂબ જ મહેનત કરવી પડી છે તેમણે ખૂબ જ ઓછા સમયમાં મોટી મોટી એકઝામ કમ્પ્લીટ કરી છે. અને તે જ કારણને લીધે સમયે બચાવવા માટે તે ઉતાવળમાં જલદી લખે છે અને તેથી તેમની રાઇટીંગ એટલી ખરાબ થઈ ગઈ છે કે કોઈને સમજમાં નથી આવતી. આજ કારણ છે ડોક્ટરની ગંદી હેન્ડરાઇટિંગ માં લખે છે.

હવે તમારા મનમાં એ વિચાર આવશે કે આટલી ગંદી હેન્ડરાઇટિંગ હોવા છતાં કેમિસ્ટ એટલે દવાની દુકાન ને તેની રાઇટીંગ કેવી રીતે સમજમાં આવે છે. તેની પાછળનું સિમ્પલ કારણ છે કે કેમિસ્ટને દવાના પહેલા અક્ષરથી જ દવાની ઓળખ હોય છે કે કઈ બીમારી માટે ડૉક્ટરે કઈ દવા લખી છે.

મોટાભાગના કેમિસ્ટ તો દવાના પહેલા અક્ષરથી જ જાણી જતા હોય છે કે ડોક્ટરે કઈ દવા લખી છે અને તે અંદાજથી ડોક્ટરની લખેલી દવા સમજી જાય છે. પરંતુ ખરાબ હેન્ડરાઇટિંગ ના લીધે આપણે સમજી શકતા નથી કે ડોક્ટરે કઈ દવા લખી છે અને આપણને અધિકાર પણ હોય છે કે ડોક્ટર સાથે સારી હેન્ડરાઇટિંગમાં દવા લખાવી શકીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here