દિવાળીની રાતે છત પર કરો આ ખાસ કામ, ઘરમાં ક્યારેય નહીં થાય ધનની અછત અને ધનના થઈ જશે ઢગલા

0
336
views

ટૂંક સમયમાં દિવાળીનો તહેવાર આવી રહ્યો છે અને આ તહેવાર દેશનો સૌથી મોટો તહેવાર પણ માનવામાં આવે છે. તેથી અમુક લોકો થોડાક દિવસ પહેલા જ તૈયારી ચાલુ કરી નાખે છે. દિવાળીમાં ખાસ રીતે માં લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે. તેની પાછળ આ તર્ક હોય છે કે દિવાળીના દિવસે જો માતા લક્ષ્મીજીને પ્રસન્ન કરવામાં સફળ થઇ જાય તો ઘરમાં ધનની કમી નથી રહેતી. વળી, તમે પણ આ પૂજા કરી શકો છો. પરંતુ તેની સાથે દિવાળીના રાત્રે એક ખાસ કામ કરો છો તો તેનો તમને ખૂબ જ સારો લાભ મળશે. આ કામ તમારે તમારા ઘરની છત ઉપર કરવાનું રહેશે. જો તમે ફ્લેટમાં રહેતા હોય તો આ કામ તમે બાલ્કનીમાં જઈને પણ કરી શકો છો. તો આજે તમને જણાવીશું કે શું કરવું જોઈએ.

પહેલું કામ – છત ઉપર આવી રીતે પ્રગટાવવા દીવા

દિવાળીની રાત્રે તમે ઘરના ધાબા ઉપર કે બાલ્કનીમાં જઈને ત્યાં તેલના ચાર દીવા પ્રગટાવવા. એક વાતનું ધ્યાન રાખવું કે આ ચારેય દીવાનું મોઢું અલગ-અલગ દિશામાં હોવું જોઈએ. એટલે કે ચાર દિશામાં રાખી દેવા તેની સાથે દીવામાં ધાણાનો એક દાણો પણ નાખવો. આ ઉપાય કરવાથી તમારા ઘરમાં ચારે દિશામાં ધનની આવક ચાલુ થઇ જાય છે. એટલું જ નહીં દિવાળીની રાતે જ્યારે માં લક્ષ્મી ભ્રમણ પર નીકળે છે તો આ દિપકની રોશનીથી વધુ પોઝિટિવ એનર્જીથી આકર્ષિત થઈને તમારા ઘરમાં આવશે અને આ રીતે તમારા ઘરમાં ધનની કમી નહીં રહે.

બીજું કામ – સિક્કાઓને આ વિધિથી રાખવા

તમારે દિવાળીની રાતે એક સામાન્ય સિક્કો લેવાનો રહેશે. તેની માં લક્ષ્મીજીના ચરણોમાં રાખી દેવો. કુમકુમ અને ચોખાથી તેની પૂજા કરવી. ત્યારબાદ માં લક્ષ્મીજીને તમારા ધન સંબંધી દરેક સમસ્યા જણાવવી. હવે આ સિક્કાને લઈને ઘરની છત ઉપર વચ્ચોવચ રાખી દેવો. જો તમને ડર લાગતો હોય કે કોઈ આ સિક્કો કોઈ લઈ લેશે અથવા તો તેનું સ્થાન બદલી શકે છે તો તે સિક્કાની ઉપર દીવો પણ પ્રગટાવવો શકો છો. આ સિક્કાને આખી રાત ત્યાં જ રાખી દેવો અને બીજા દિવસે તે આ સિક્કાને લઈને સાફ કરી અને તેને ઘરની તિજોરીમાં રાખી દેવો. તેનાથી ઘરમાં ધન ખર્ચ વધુ નહીં થાય અને તેની સાથે તિજોરીમાં ધનની વૃદ્ધિ પણ થશે.

મિત્રો, તમે આ ઉપાય સારા લાગ્યો હશે. જો તમારા ઘરમાં પણ ધનને સંબંધિત સમસ્યા ચાલી રહી હોય તો તમે આ બંને કામ દિવાળીની રાત્રે જરૂરથી કરવા જોઈએ. તેનાથી તમને લાભ જરૂરથી મળશે અને તેની સાથે આ ઉપાય તમારા મિત્રો અને સગા-સંબંધીઓ સાથે પણ શેર કરવાનું ના ભૂલવું. તે સિવાય દિવાળીના દિવસે દિપક પ્રગટાવવાના કામ કરતા સમયે થોડીક સાવધાની પણ રાખવી અને ખાસ રીતે નાના બાળકોને આ કામના કરવા દેવું. થોડી પણ લાપરવાહી દિવાળીની મજા ખરાબ કરી શકે છે. તેથી સાવધાન રહેવું અને દિવાળીનો ખુબ જ આનંદ માણવો. તમને બધાને અમારા તરફથી દિવાળીની એડવાન્સમાં શુભકામનાઓ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here