દીપાવલી ખુશીનો તહેવાર છે અને દર વર્ષે આ તહેવાર ઉજવવામાં આવે છે. આ ઉત્સવ કાર્તિક મહિનાની અમાસના દિવસે આવે છે અને લોકો આ દિવસે મહાલક્ષ્મીની પૂજા કરે છે. પૂજા સાથે લોકો આ દિવસે લોકો તેમના ઘરોને ખૂબ જ સુંદર રીતે શણગારે છે. દીપાવલીનો દિવસ આ વર્ષે એટલે કે ૨૦૧૯માં કયા દિવસે આવી રહ્યો છે અને આ તહેવાર પર લક્ષ્મી માને કઈ રીતે ખુશ કરી શકાય છે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.
આ વર્ષે દીપાવલીમાં ઘણા પ્રકારના દુર્લભ યોગ બની રહ્યા છે. આ વર્ષે ૨૫ ઓક્ટોબરની સવારે દ્વાદશી તિથિ હશે અને સાંજે ધનતેરસની ઉજવણી કરવામાં આવશે. જ્યોતિષીઓના જણાવ્યા મુજબ ૨૫ ઓક્ટોબરના રોજ સાંજના 7.09 સુધી દ્વાદશી તિથિ રહેશે અને ધનતેરસ સાંજે 7.09 વાગ્યાથી શરૂ થશે. તે જ સમયે ૨૬ તારીખે કાળી ચૌદસ હશે. જે ૨૭ ઓક્ટોબર સુધી રહેશે અને પ્રદોષ કાલિન અમાવસ્યા ૨૭ ઓક્ટોબરની રાત્રે શરૂ થશે. જે બીજા દિવસે એટલે કે ૨૮ ઓક્ટોબર સવારે 9.07 વાગ્યા સુધી રહેશે. એટલે કે ૨૭ ઓક્ટોબરે દીપાવલીની ઉજવણી કરવામાં આવશે.
આ રીતે માતાની પૂજા કરો
દિવાળીના દિવસે દેવી લક્ષ્મી અને ગણેશજીની પૂજા એક સાથે કરવામાં આવે છે અને આ બંનેની પૂજા એક સાથે કરવાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે.દિવાળીના દિવસે પૂજા કેવી રીતે કરવી તે આ મુજબ છે.
- દિવાળીના દિવસે તમે સવારે તમારા ઘરને સાફ કરી સજાવી લો.
- દીપાવલી પર ઘરને રોશની કરવા માટે દીવડા પ્રગટાવવામાં આવે છે. પૂજા કરતા પહેલા ૫૧ દીવા માં સરસવનું તેલ અને વાટ મૂકીને આ દીવડાની થાળી પૂજા ગૃહમાં રાખી દો.
- પૂજા ગૃહમાં એકસાથે લક્ષ્મી માતા અને ગણેશજીની મૂર્તિને મૂકો અને મૂર્તિની સામે ફૂલની રંગોળી બનાવો.
- આ પછી તમે મૂર્તિની સામે ઘીનો દીવો પ્રગટાવો અને લક્ષ્મી માં અને ગણેશજીને મીઠાઇ ચઢાવો.
- તમે પૂજા ઘરમાં મુકેલા સરસોના દિવા મૂર્તિની સામે પ્રગતાવો અને તમારી પૂજા શરૂ કરો. પૂજા શરૂ કરતી વખતે તમે ગણેશજીનું નામ લો અને લક્ષ્મી માંની આરતી ગાઓ.
- પૂજા પુરી થાય પછી દિવાને ઘરના દરેક ખુણા માં મુકો અને યાદથી ૨ દિવા ઘરના મુખ્ય દ્વાર પર મૂકો.
- દિપાવલીના દિવસે થાય તો તમારા ઘર નો મૂખ્ય દરવાજો બંધ ના કરો. કેમ કે આવું કેહવામાં આવે છે કે માં લક્ષ્મી ઘરના મુખ્ય દરવાજા થી આવે છે અને ઘરમાં વસી જાય છે.
- ઘણા લોકો દિવાળીની સમગ્ર રાત માતાજીની પૂજા કરવામાં એકાગ્ર રહે છે જો તમે પણ ઇચ્છો તો તમે પણ પૂરી રાત પૂજા કરી શકો છો