દિકરીના નામ પર આજે ભરો આ ફોર્મ, ૨૧ વર્ષની થવા પર દિકરીને મળશે ૭૭ લાખ ૯૯ હજાર રૂપિયા

0
1799
views

મહિલાઓની શિક્ષા સ્વાસ્થ્ય અને જરૂરિયાતો માટે સરકાર દ્વારા ઘણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. દીકરીઓની શિક્ષાને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે સુકન્યા સમૃદ્ધિ યોજનાની શરૂઆત કરેલ હતી. સુકન્યા સમૃદ્ધિ યોજનાનો ઉદ્દેશ્ય દીકરીઓના અભ્યાસ અને તેમના લગ્ન પર થનાર ખર્ચને આસાનીથી પૂરો કરવાનો છે. આ યોજના અંતર્ગત દીકરીના અભ્યાસ અને લગ્ન માટે પોસ્ટ વિભાગ મા “સુકન્યા સમૃદ્ધિ યોજના” નું એકાઉન્ટ ખોલાવી શકાય છે.

કોઈપણ પોસ્ટ ઓફિસ મા એકાઉન્ટ ખોલવા માટે સુવિધા સેન્ટર માં પણ તેનું અલગ કાઉન્ટર ખોલવામાં આવશે. જ્યાં જરૂરી ડોક્યુમેન્ટ જમા કરાવ્યા બાદ એકાઉન્ટ ખોલાવી શકાય છે. તમારી દીકરી લગ્ન પહેલા જ કરોડપતિ બની શકે છે. એટલે કે જ્યાં સુધી માં તમારી દીકરીના લગ્ન થશે, તેના માટે તમે ગાડી અને બંગલાની વ્યવસ્થા કરી શકો છો. જેના માટે તમારે પોતાની દીકરીના નામ થી સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ ખોલાવવું પડશે.

આ સ્કીમમાં રોકાણ કરવા પર તમને ટેક્સમાંથી છૂટ પણ મળશે. તમે પોતાની દીકરીના નામ થી સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ માં 14 વર્ષ સુધી રોકાણ કરી શકો છો. દીકરીની ઉમર 21 વર્ષ થવા પર આ એકાઉન્ટ મેચ્યોર થાય છે. ઉદાહરણ તરીકે જો તમે પોતાને એક વર્ષની દીકરી ના નામ પર સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ ખુલાવેલ છે અને 14 વર્ષ સુધી દર મહિને 12500 રૂપિયા રોકાણ કરો છો તો હાલના વ્યાજદરના હિસાબે તમારી દીકરી જ્યારે ૨૧ વર્ષની થાય છે ત્યારે તેના એકાઉન્ટમાં કુલ ૭૭,૯૯,૨૮૦ રૂપિયા થઇ જશે.

જો દિકરીના લગ્ન ૨૫ વર્ષની ઉંમર સુધી નથી થતા તો આ રકમ પર વ્યાજ મળતું રહેશે અને 25 વર્ષની ઉંમરમાં તેના એકાઉન્ટમાં એક કરોડ રૂપિયાથી પણ વધારે રકમ જમા થઈ જશે. જો તમે 14 વર્ષમાં સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ માં કુલ 21 લાખ રૂપિયા રોકાણ કરો છો તો તમારી દીકરીને એક કરોડ રૂપિયાથી પણ વધારે રકમ મળશે.

કેન્દ્ર સરકાર દર ત્રણ આ મહિને આ સ્કીમ પર મળતા વ્યાજ વિશેની સમીક્ષા કરતી રહે છે. કોઈપણ વ્યક્તિ સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટમાં એક વર્ષમાં વધુમાં વધુ દોઢ લાખ રૂપિયા રોકાણ કરી શકે છે. એક વર્ષથી દસ વર્ષ ઉંમર સુધી ની દીકરીના નામ પર જ સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ ખોલાવી શકાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here