દિકરીના લગ્ન થવા પર દરેક પિતાએ કહેવી જોઈએ તેને આ ૧૦ વાતો

0
446
views

કોઈપણ પુત્રી માટે, તેના પિતા હીરો અને શ્રેષ્ઠ મિત્ર  બંને હોઈ ક છે. જ્યારે પણ તેને કોઈ સલાહ, ટેકો, અને પ્રેરણાની જરૂર હોય ત્યારે તેના પિતા તેને ખુબજ કામ માં આવે છે. પિતાએ આપેલું જ્ઞાન  જીવન ને એ  સારી રીતે જીવવામાં મદદ તેની મદદ કરે  કરે છે. તેથી પુત્રીના જન્મથી લઈને તેના મોટા થવા  સુધી, પિતાની સાથે તેનો  ગાઢ સંબંધ હોય છે.જ્યારે પુત્રીના લગ્ન થાય છે ત્યારે આ પિતા પુત્રી માટે ખૂબ ભાવનાત્મક ક્ષણ છે.

આ પછી બંને એકબીજાથી અલગ થઈ જાય છે. આવી સ્થિતિમાં પુત્રીને પણ સાસરે તેમના પિતાનું નામ રોશન કરશે એવા પ્રયત્ન હોઈ છે. આવી સ્થિતિમાં જ્યારે પણ પુત્રીના લગ્ન થાય છે ત્યારે દરેક પિતાએ તેને કેટલીક બાબતો કહેવી અને શીખવવી જ જોઇએ.

  • હંમેશા તારા હૃદયની વાત સાંભળો. લગ્ન પછી, તારે ઘણા એવા પણ નિર્ણયો લેવાનું બની શકે છે જે બીજાને પસંદ ન હોય. આ કિસ્સામાં, તેમને પ્રેમથી આ નિર્ણય નું કારણ સમજાવજે. જો તું જાણશ કે તું  હૃદય અને નૈતિક મૂલ્યની સાથે છો તો પછી તે નિર્ણયને વળગી રહજે.
  • હંમેશાં પોતાનો આદર કરો. જો તું પોતાનું સન્માન નહીં કરે, તો પછી તારા પતિ પણ તારું  સન્માન નહીં કરે. પુરુષોને મજબૂત મહિલાઓ ગમે છે. તેથી મજબૂત બનો અને તારામાં વિશ્વાસ રાખો.
  • લગ્ન પછી સાસુ-સસરાની સંભાળ રાખજે, જવી રીતે તું તારા પિયર માં તારા માતાપિતા નું રાખતી હતી. આ રીતે  તેમની સાથે તારો સંબંધ ગાઢ થશે.
  • તારા મુલ્ય ને ક્યારેય ભૂલિશ નહીં. માતાપિતાએ તને જે શીખવ્યું છે તે રીતે અનુસરજે .  નૈતિક રીતે યોગ્ય છે તે જ કરજે. એવું કામ ન કરતી કે તું તારી પોતાની નજરમાં જ સમ્માન ખોઈ બેસે.

  • હંમેશા જીવન માં એડજસ્ટ કરતા શીખજે. જો તારા સાસુ-સસરાના ઘરે કંઈક નવું કરવું હોય તો ગભરાઇશ નહીં ઉલટાનું ખચકાટ વિના તે કલા શીખજે. તેને સકારાત્મક ભાવનાથી લે જે.
  • મુશ્કેલીમાં ક્યારેય નાસીપાસ નહીં થઈ જતી. દુખ જીવનમાં આવતા રહે છે. આવી સ્થિતિમાં, હિંમત છોડવાને બદલે તેના સમાધાન કરી તેનો બહાદુરીથી સામનો કરજે. હંમેશા હસતી રહેજે પોતાને પ્રેમ કરજે.
  • તારા પતિને બદલવાનો પ્રયાસ ન કરતી. તે જે રીતે રહે છે તે રીતે રહેવા દેજે અને તેની ઇચ્છાઓને માન આપજે તો જ તે તારી ઇચ્છાઓ અને સપનાને મૂલ્ય આપશે. જો પતિ કંઇક સારું કરે તો તેની પ્રશંસા અચૂક કરજે.

  • તારા પતિ તેની માતાની નજીક હોઈ શકે છે. કેટલીકવાર તે તારા કરતાં તેમની માતાને વધુ મહત્વ આપશે જો આવું થાય તો તે બરાબર છે. તેને તાણ ન આપતી. આ કુદરતી વસ્તુઓ છે. ઊલટાનું તું પણ તેની માતાની નજીક જવાનો પ્રયાસ કરજે.
  • લગ્ન પછી પણ આ પિયર તારું ઘર છે. તેથી તું જ્યારે પણ ઈચ્છે ત્યારે અહીં આવી શકે  છો અને અમારી સાથે સમય પસાર કરી શકે છો. અમારા ઘરના દરવાજા હંમેશા તારા માટે ખુલ્લા રહેશે.
  • જો તને કોઈ તકલીફ હોય તો મને યાદ કરજે. હુ હંમેશાં તમારી સાથે ઊભો રહીશ. હું બાળપણમાં ની જેમ જ તારું રક્ષણ કરીશ. લગ્ન પછી પણ તું મારી પ્રિય પુત્રી રહીશ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here