ડિજિટલ લેવડ-દેવડમાં થયેલ છેતરપિંડી પર હવે તુરંત જ થશે કાર્યવાહી, જાણો કેવી રીતે કરી શકાશે ફરિયાદ

0
157
views

ડિજિટલ ઇન્ડિયાના આ યુગમાં દરેક વ્યક્તિ નેટ બેન્કિંગ અથવા અન્ય મોબાઈલ વોલેટ નો ઉપયોગ ખુબ જ ઝડપથી કરી રહેલ છે. જો તમે પણ એટીએમ, મોબાઇલ બેન્કિંગ અથવા અન્ય કોઈ એપ્લિકેશન દ્વારા પૈસા ટ્રાન્સફર કરી રહ્યા છો તો જરા સાવધાન થઈ જાઓ. આ રીતે પૈસા મોકલવા જેટલા સરળ છે, તેનાથી ઘણી વધારે તેમાં ફ્રોડ થવાની સંભાવના પણ રહે છે. તેવામાં તમારે થોડું સંભાળીને પૈસાની લેવડદેવડ કરવી જરૂરી છે. ઓનલાઇન મની ટ્રાન્સફર ના માધ્યમ થી ઘણા પ્રકારથી તેમાં છેતરપિંડી થઈ શકે છે, જેના લીધે તમારું સંપૂર્ણ એકાઉન્ટ ખાલી થઈ શકે છે. તો ચાલો જાણીએ કે અમારા આ લેખમાં તમારા માટે શું ખાસ છે.

જો તમે ઓનલાઈન મને ટ્રાન્સફર ના માધ્યમથી છેતરપિંડીનો શિકાર થઈ ચૂક્યા છો તો તમારે એક્શન જરૂર લેવી જોઈએ. જેથી કરીને આ પ્રકરણને મૂળમાંથી ખતમ કરવામાં આવી શકે. જોકે હવે ઓનલાઇન મની ટ્રાન્સફર માં થનાર છેતરપિંડી ને રોકવા માટે આરબીઆઈએ પણ એક પગલું ભરેલ છે. આરબીઆઇના પગલા થી તમે તરત જ પોતાની સાથે થયેલ છેતરપીંડીનો રિપોર્ટ નોંધાવી શકો છો, જેથી તમને ન્યાય મળી શકે. તમને જણાવી દઈએ કે તેની ફરિયાદ તમે સીધા જ લોકપાલ થી કરી શકો છો. તો ચાલો જાણીએ આખરે કેવી રીતે કામ કરે છે આરબીઆઈનું આ નવું પગલું.

ડિજિટલ લોકપાલ નું થયું ગઠન

દેશના ઇતિહાસમાં પહેલી વખત ડિજિટલ લોકપાલ નું ગઠન કરવામાં આવેલ છે. જેના માધ્યમથી તમે ઓનલાઇન મની ટ્રાન્સફર દ્વારા થતી છેતરપિંડી નો રિપોર્ટ કરાવી શકો છો. ફક્ત એટલું જ નહીં પરંતુ ડિજિટલ લોકપાલના માધ્યમથી તમે સાઇબર ક્રાઇમ સાથે જોડાયેલ કોઈ પણ પ્રકારની છેતરપિંડી ની ફરિયાદ પણ નોંધાવી શકો છો. જેથી લોકપાલ તમારી સમસ્યા પર કાર્યવાહી કરવાનું શરૂ કરશે, જેના લીધે તમને ન્યાય મળી શકશે. આ પગલું દેશભરમાં વધી રહેલ સાયબર ક્રાઈમને રોકવા માટે ઉઠાવવામાં આવેલ છે, જેથી લોકો વિશ્વાસ ની સાથે ઓનલાઇન મની ટ્રાન્સફર કરી શકે.

તરત જ થશે ફરિયાદ દાખલ

ડિજિટલ લેવડદેવડમાં વધી રહેલ છેતરપિંડી ને ધ્યાનમાં રાખીને આ પગલું ઉઠાવવામાં આવેલ છે અને તેમાં તમારી ફરિયાદ તુરંત જ દાખલ કરવામાં આવશે. સાથોસાથ આ ફરિયાદ માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ પણ લેવામાં નહીં આવે. તમને જણાવી દઇએ કે ડિજીટલ લેવડદેવડમાં થયેલ છેતરપિંડી વિરુદ્ધ જો તમે ફરિયાદ નોંધાવો છો તો ડિજિટલ લોકપાલ તરત જ તમારી સમસ્યા પર કાર્યવાહી કરવાનું શરૂ કરી દેશે. જેથી કરીને ખુબ જ જલ્દી આ મામલાનો નિકાલ કરવામાં આવી શકે અને તમને ન્યાય મળી શકે.

કેવી રીતે કરી શકાય છે ફરિયાદ?

બેન્કિંગ છેતરપીંડી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે આરબીઆઇએ એક ફોર્મ રજુ કરેલ છે, જે તમને બેંક અથવા ઓનલાઈન મળી શકે છે. આ ફોર્મ માં તમારા નજીકના લોકપાલ નું નામ અને તે બેંકનું નામ ભરવાનું રહેશે, જેના વિરુદ્ધ તમારે ફરિયાદ કરવાની છે. એ સિવાય તે ફોર્મમાં તમારી સાથે છેતરપિંડી કઈ રીતે થઈ તેના વિશે પૂરી માહિતી આપવાની રહેશે. સાથોસાથ તમારે નામ, સરનામું, ફોન નંબર, ઈમેલ વગેરે પણ આપવાનું રહેશે જેથી જરુરિયાત પડવા પર લોકપાલ તમારી સાથે સંપર્ક કરી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here