ધ્યાન રાખો, જો દુર્ઘટનાગ્રસ્ત વ્યક્તિનો વિડિયો બનાવ્યો તો તમારી પર થશે કેસ

0
436
views

સડક દુર્ઘટના મા તડપતો હોય અને ત્યાં ઉભા રહીને તેનો વિડીયો બનાવવો આવા સમાચાર રોજ સાંભળવામાં આવે છે. માનવતાને શરમમાં મુકી દે આવી ઘટના ને જોઈને હવે ગૌતમબુદ્ધ નગર ટ્રાફિક પોલીસે આવા માણસો ઉપર કાર્યવાહી કરવાની તૈયારી કરી છે. તેના માટે ટ્રાફિક પોલીસ સીસીટીવી કેમેરાની મદદથી આ વાહનચાલકો ની ઓળખાણ કરશે અને મોટર વાહન અધિનિયમ થી કાર્યવાહી કરશે.

દુર્ઘટના બાદ લોકો તમાશો જોતાં રહે છે

સડક દુર્ઘટના માં વધુ પડતાં વ્યક્તિઓ નુ મૃત્યુ સમયસર ઈલાજ ના થવાના કારણે થાય છે. અધિકારીઓ અનુસાર ઘટના એ સમયે ત્યાં રહેલા માણસો ત્યાં ઊભા રહીને ઘાયલને જોતા હોય છે. અને કોઈપણ તેના ઈલાજ માટે તેમને હોસ્પિટલમાં નથી લઇ જતા. જેના લીધે અનેક ઘાયલ મૃત્યુ પામે છે. આજ નહી પરંતુ ત્યાં ઉભેલા ઘણા માણસો તેમનો વીડિયો બનાવવામાં વ્યસ્ત થઈ જાય છે. નોઈડા ગ્રેટર, નોઈડા એક્સપ્રેસવે અને યમુના એક્સપ્રેસ વે પર આ રીતે થતી ઘટના ને લઈને ટ્રાફિક પોલીસે સખ્ત નિર્ણય લીધો છે.

કાર્યવાહી કરવામાં આવશે

ગૌતમ બુદ્ધ નગર પોલીસે નિર્ણય લીધો. સડક દુર્ઘટના દરમિયાન વાહન રોકી ને કારણ વગર ઉભા રહેવા વાળા ને અને મોબાઇલ પર વિડીયો બનાવતા માણસોને મોટર વાહન અધિનિયમ ની ધારા 122 અને 177 ને અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે. એક્સપ્રેસ વે અને શહેરના અન્ય માર્ગો ઉપર કેમેરાના ફૂટેજ મારફતે આ વાહનની ઓળખાણ કરવામાં આવશે અને કાર્યવાહી થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here