મહેન્દ્ર સિંહ ધોની ! આ નામ સાંભળતાની સાથે જ રુવાડા ઉભા થઇ જાય છે. ધોની એક એવા ક્રિકેટ ખેલાડી છે જેને લોકો ફક્ત પસંદ નથી કરતા પરંતુ તેને પોતાના હૃદયની અંદર સ્થાન આપ્યું છે. ધોની ૨૦૦૭ થી ૨૦૧૬ સુધી ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રહેલ છે. તે સિવાય તેઓ એક ઉત્તમ કક્ષાના વિકેટકીપર પણ માનવામાં આવે છે. રમતમાં તેમની માઇન્ડ ગેમ ઘણી વખત ભારતને જીત અપાવી ચૂકી છે.
૨૦૧૧ માં વર્લ્ડ કપ પણ ધોનીના કારણે ભારત જીતી શક્યું હતું. ધોની વિશે ખાસ વાત એ પણ છે કે તેની પાસે આટલા પૈસા અને નામ હોવા છતાં પણ તેઓ ડાઉન ટુ અર્થ (જમીન સાથે જોડાયેલ) વ્યક્તિ છે. સમય સમય પર ધોની સાથે જોડાયેલી એવી ચીજો જોવા મળે છે જે આપણને બતાવે છે કે વ્યક્તિનું હૃદય સારું હોવું જોઈએ.
ધોની હંમેશા દેખાવ કરવા વાળી ચીજોથી દૂર રહ્યો છે. તેઓએ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન બનવા માટે જીવનમાં જે સંઘર્ષ કર્યો છે તેને આજ સુધી કોઇ ભૂલી શકતું નથી. એટલા માટે તેઓ હંમેશા પોતાને એક સામાન્ય માણસ જ સમજે છે. તેઓની અંદર ઘમંડ જેવી કોઈ ચીજ જોવા મળતી નથી. આ બાબત તેઓને અન્ય ખેલાડીઓ થી અલગ બનાવે છે. આ વાતની સાબિતી આપતી ધોનીની અમુક તસવીરો બતાવવા જઈ રહ્યા છીએ.
ધોનીને બાઇકનો ખૂબ જ શોખ છે. તેઓ પોતાની બાઇક હંમેશા જાતે સાફ સફાઈ કરે છે અને રીપેર પણ કરે છે. તેનાથી સાબિત થાય છે કે તેઓ ફક્ત show off કરવા માટે બાઈક નથી ચલાવતા પરંતુ તેઓને આ કામ દિલથી પસંદ છે. નહિતર તેના જેવો મોટો વ્યક્તિ પોતાની બાઇક કોઈ અન્ય વ્યક્તિ પાસે રીપેર કરાવી શકે છે.
ધોનીને ઘણી વખત ક્રિકેટ ગ્રાઉન્ડમાં જમીન ઉપર આરામ કરતા જોઈ ચૂક્યા છીએ. તેઓને એ વાતનો જરા પણ સંકોચ નથી હોતો કે તેમના જેવો મોટો ખેલાડી જમીન પર સૂતો છે.
કરોડો રૂપિયા હોવા છતાં પણ ધોની પોતાના હેર કટ કોઇ મોંઘા સલૂનમાં અથવા તો ફેન્સી સલુનમાં નથી કરાવતા, પરંતુ તેઓ કોઈ લોકલ સલુનમાં જ પોતાના હેરકટ કરાવે છે.
ધોની પોતાના ઘરની નાની-નાની ચીજોનું ધ્યાન પોતે જાતે રાખે છે. ઘરમાં જો કોઇ નાનું-મોટું કામ કરવાનું હોય તો તેઓ પોતે જાતે જ કરે છે.
ધોની મોટા શાનદાર રેસ્ટોરન્ટમાં જમવા ને બદલે ટ્રેડિશનલ સ્ટાઈલ માં જવાનું પસંદ કરે છે.
ક્રિકેટ સિવાય ધોનીને ફૂટબોલ રમવાનો પણ ખુબ જ શોખ છે.
આ તસવીર ત્યારની છે જ્યારે ધોની અને તેમની પત્ની સાક્ષી પાસપોર્ટ ઓફિસ ગયા હતા. જેમાં તમે ધોનીની સિમ્પલીસિટી સ્પષ્ટ જોઈ શકો છો.
ધોનીને વરસાદમાં પલળવું અને એન્જોય કરવું પણ ખૂબ જ પસંદ છે.
એક વખત ધોની પોતાના બધા જ સાથી ખેલાડીઓ માટે જાતે ડ્રિંક્સ ઉઠાવીને લઈ ગયા હતા. આ દ્રશ્ય જોઈને બધા લોકો આશ્ચર્યમાં પડી ગયા.
એક સામાન્ય વ્યક્તિની જેમ રહેવું અને સાઇકલ ચલાવવી ખૂબ જ પસંદ છે.
ધોની માં જ એક ખાસ વાત છે કે તેઓ કોઈપણ વ્યક્તિની પરવા કર્યા વગર જમીન ઉપર સુઈને આરામ કરી શકે છે.
ધોની પોતાના મિત્ર સત્ય પ્રકાશની સાથે.