ધોની ઇંડિયન આર્મીની સાથે કાશ્મીરમાં ટ્રેનિંગ લેશે, સેના પ્રમુખે આપી મંજુરી

0
76
views

ભારતીય સેનાની સાથે ટ્રેનિંગ માટે ભારતીય ટીમના પૂર્વક કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીના અનુરોધને જનરલ બીપીન રાવતે મંજૂરી આપી દીધી છે. તેઓ પેરાશૂટ રેજિમેન્ટ બટાલિયન ની સાથે ટ્રેનિંગ લેશે. ટ્રેનિંગનો અમુક હિસ્સો જમ્મુ અને કાશ્મીરમાં પણ થવાની શક્યતા છે. જોકે સેના દ્વારા ધોનીને કોઈ પણ સક્રિય ઓપરેશનનો હિસ્સો બનવા દેશે નહિ.

38 વર્ષીય ધોનીએ શનિવારના પોતાના સંન્યાસ અને વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર જવાની અટકળો પર વિરામ લગાવતા ભીમ માટે બે મહિના સુધી પોતે ઉપલબ્ધ ન હોવાનું કહ્યું હતું. પ્રાદેશિક સેના ની પેરાશુટ રેજિમેન્ટમાં માનદ લેફ્ટિનેન્ટ કર્નલ એમ એસ ધોનીએ આગલા બે મહિના સુધી પોતાની રેજિમેન્ટ સાથે રહેવાનો નિર્ણય કર્યો હતો, જેને સેના પ્રમુખની સ્વીકૃતિ મળી ગઈ હતી.

ધોનીએ રવિવારના પસંદગી સમિતિની બેઠક પહેલા બીસીસીઆઈને પોતાનો આ નિર્ણય વિશે જણાવી દીધું હતું. જોકે તેમણે સ્પષ્ટ કર્યું હતું કે આ સમયે એવો ક્રિકેટથી સંન્યાસ નથી લઈ રહ્યા. આ પહેલા ધોરણના સંન્યાસને લઈને ઘણી અટકળો લગાવવામાં આવી રહી હતી.

એક બીસીસીઆઈ અધિકારીના જણાવ્યા અનુસાર, ધોની અત્યારે ક્રિકેટથી સંન્યાસ નથી લઈ રહ્યાં. તેઓએ કહ્યું હતું કે તે પોતાના અર્ધસૈનિક રેજીમેન્ટ ની સેવા માટે બે મહિના આરામ લઈ રહ્યા છે, જે તેઓએ થોડા સમય પહેલા કરેલ હતું.

ધોનીના વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસમાં બહાર હોવાના કારણે રિષભ પંત ને ત્રણેય ફોર્મેટ માટે (ટેસ્ટ, વન-ડે, ટી-૨૦) વિકેટકીપર તરીકે લેવામાં આવ્યો છે, સાથોસાથ રિદ્ધિમાન સહાને પણ પસંદ કરવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here