ધનતેરસનો આ ઉપાય તમારી આર્થિક પરેશાનીઓ દુર કરશે, ધનમાં થશે વૃધ્ધિ

0
1258
views

વ્યક્તિ પોતાના જીવનમાં કોઇને કોઇ પરેશાની માંથી પસાર થતો હોય છે. ખાસ કરીને વ્યક્તિના જીવનમાં ધનની પરેશાનીઓ ઉત્પન્ન થતી રહેતી હોય છે. જ્યારે કોઈ શુભ દિવસ અથવા શુભ મુહૂર્ત હોય છે ત્યારે વ્યક્તિ પોતાના જીવનના કષ્ટોમાંથી છુટકારો મેળવવા માટે દરેક સંભવ કોશિશ કરે છે અને અલગ-અલગ પ્રકારના ઉપાય અપનાવે છે. આ જ શુભ દિવસોમાં એક છે ધનતેરસનો દિવસ.

એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન ધનવંતરી સમુદ્ર મંથનમાંથી અમૃત કળશ લઈને પ્રગટ થયા હતા અને તેઓએ દેવતાઓને અમૃત પાન કરાવેલ હતું. જો ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરિની પૂજા કરવામાં આવે તો તેનાથી સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે. આ વર્ષે ધનતેરસ નો તહેવાર 25 ઓક્ટોબર 2019 ના મનાવવામાં આવશે.

ધનતેરસના દિવસે તમે અમુક સરળ ઉપાય કરીને પોતાના જીવન સાથે જોડાયેલી ધનની પરેશાનીઓની સાથે સાથે અન્ય પરેશાનીઓ માંથી પણ છુટકારો મેળવી શકશો. આજે અમે તમને અમુક એવા સરળ ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ જેને તમે ધનતેરસના દિવસે કરો છો તો તેનાથી ધન સાથે જોડાયેલી પરેશાનીઓ દૂર થશે અને ભગવાન ધનવંતરી ના આશીર્વાદ પ્રાપ્ત થશે.

ધનતેરસના દિવસે કરો આ સરળ ઉપાય

જો તમે ઇચ્છો છો કે તમારા ઘર પરિવારમાં ધનની અછત ના રહે અને તમારા ધન-ધાન્યમાં વધારો થતો રહે તો તેના માટે તમે ધનતેરસના દિવસે સાંજના સમયે ૧૩ દીવા પ્રગટાવો, તેની સાથે તિજોરીમાં કુબેર ભગવાનની મૂર્તિ રાખીને પૂજા કરો.

જો તમે ઈચ્છો છો કે કુબેર દેવતા તમારા પર પ્રસન્ન થાય તો ધનતેરસના દિવસે કુબેર ભગવાનને પ્રસન્ન કરવા માટે “यक्षाय कुबेराय वैश्रवणाय धन-धान्य अधिपतये धन-धान्य समृद्धि मे देहि दापय स्वाहा।” મંત્રનો ૧૧ વખત જાપ કરો.

જો તમારા જીવનમાં પૈસા સાથે જોડાયેલી પરેશાનીઓ ઉત્પન્ન થઈ રહી હોય તો તેનાથી બચવા માટે તમે સૂર્યાસ્ત થયા બાદ તેલનો દીવો પ્રગટાવો અને તેમાં ૧૩ કોડીઓ રાખીને ધનની દેવી માતા લક્ષ્મી અને કુબેરની દેવતાની પૂજા કરો. ત્યારબાદ ધનતેરસના પછીના દિવસે તે કોડીઓને કાઢીને ઘરના કોઈ ખૂણામાં રાખી દો. આ ઉપાયને કરવાથી ધન સંબંધિત પરેશાનીઓ દૂર થશે.

જો તમે ધનતેરસના દિવસે કુબેર યંત્ર ખરીદો છો તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. કુબેર યંત્ર અને દુકાન અથવા વેપાર ના સ્થાન પર રાખવાથી સફળતા પ્રાપ્ત થાય છે.

જો સતત પ્રયત્નો કરવા છતાં પણ તમારી પાસે પૈસા નથી આવી રહ્યા અથવા તો લાંબો સમય ટકી નથી રહ્યા તો આવી સ્થિતિમાં તમે “ऊँ यक्षाय कुबेराय वैश्रववाय, धन-धान्यधिपतये धन-धान्य समृद्धि मम देहि दापय स्वाहा” મંત્રનો ૧૦૮ વખત ધનતેરસના દિવસે જાપ કરો.

જો તમે ઘર-પરિવારમાં સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માંગો છો તો તેના માટે ધનતેરસના દિવસે સાંજના સમયે ચાંદીના સિક્કા પર કેસર અને હળદર નુ તિલક લગાવો. હવે તે સિક્કાને ધનવંતરી ભગવાન સમક્ષ રાખી દો. તેની પૂજા કર્યા બાદ આ સિક્કાને પોતાની તિજોરીમાં રાખી દો. તેનાથી ધન્વન્તરી ભગવાનનો આશીર્વાદ પ્રાપ્ત થશે અને ઘર-પરિવારમાં સુખ સમૃદ્ધિનો આગમન થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here