ધન પ્રાપ્તિ માટે કરો આ સરળ ઉપાય, આર્થિક તંગી દૂર થશે અને લક્ષ્મીજીની રહેશે કૃપા

0
248
views

દરેક વ્યક્તિ વધુ સંપત્તિ મેળવવા માંગે છે પરંતુ ઇચ્છતા હોવા છતા પૈસાથી સંબંધિત સમસ્યાઓ તેના જીવનમાં થવા લાગે છે. લોકો વધુ અને વધુ પૈસા કમાવવા માટે દરેક શક્ય પ્રયાસ કરતા હોય છે. તેઓ રાત-દિવસ સખત મહેનત કરે છે, પરંતુ આટલી મહેનત કરવા છતાં પણ તેઓ પૈસા કમાવવામાં સફળ થઈ શકતા નથી. દરેક વ્યક્તિના જીવનમાં પૈસા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વગર પૈસા એ કઈ પણ શક્ય નથી થતું.

જો તમારે પણ સંપત્તિ પ્રાપ્ત કરવી હોય તો આ માટે દેવી લક્ષ્મીજીને પ્રસન્ન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજે અમે તમને આવાજ કેટલાક ઉપાયો વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ. જેની મદદથી તમે દેવી લક્ષ્મીના આશીર્વાદ મેળવી શકો છો અને તમારા જીવનમાં ઉદ્ભભવતી તમામ આર્થિક સમસ્યાઓ ટૂંક સમયમાં દૂર થઈ જશે. ચાલો આપણે સંપત્તિ મેળવવાની આ સરળ પદ્ધતિઓ વિશે જાણીએ.

એવું કહેવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ પૈસા મેળવવા ઈચ્છે છે તો આ માટે દેવી લક્ષ્મીજીની પૂજા કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. લક્ષ્મીજીના આશીર્વાદ વિના પૈસાની ઇચ્છા કરવી લગભગ અશક્ય છે. આ માટે શુક્રવારે ધનની દેવીમાં લક્ષ્મીજીની પૂજા કરો. તમે તેમની મૂર્તિ અથવા પ્રતિમાંની સામે તલનાં તેલ અને ઘીનો દીવો કરો. ત્યારબાદ તમે હળદર અને કુમકુમથી તિલક કરો અને માતાને ગુલાબ ચડાવો. ધૂપ દીપ પ્રગટાવીને તેમની પૂજા કરવી જોઈએ. જો તમે આ ઉપાય કરો છો તો દેવી લક્ષ્મીનો તમને અવશ્ય મળશે અને તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે.

જો તમારે ધન પ્રાપ્ત કરવું હોય, તો આ માટે શ્રી સુક્તમનો પાઠ કરો. ઋગ્વેદમાં પણ દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે શ્રી સુક્તમનો પાઠ કરવો શુભ માનવામાં આવે છે. તમે શુક્રવારે શ્રી સૂક્તમ મંત્રનો પાઠ કરી શકો છો અને આ  દિવસે દેવી લક્ષ્મીની પૂજા પણ કરો. આમ કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થશે અને તમારા જીવનમાંથી ગરીબી થશે અને પરિવારમાં સુખ અને સમૃદ્ધિ આવશે.

વાસ્તુ શાસ્ત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ઉત્તરીય દિશા ધનના દેવતા કુબેરનું સ્થાન છે. જો આ સ્થાનને અસરકારક બનાવવામાં આવે તો તે વ્યક્તિની આર્થિક સ્થિતિને મજબૂત બનાવે છે અને બધી ખુશીઓ લાવે છે. તેથી તમે આ દિશામાં તમારા આભૂષણ, પૈસા, સંપત્તિથી સંબંધિત કાગળો રાખો. આ ઉપરાંત તમે કુબેર યંત્ર અથવા લક્ષ્મી કુબેરની પ્રતિમા રાખો તો તમને તેનો લાભ મળશે.

હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. જો ઘરમાં તુલસીનો છોડ વાવવામાં આવે તો તે ઘરની બધી નકારાત્મક શક્તિઓ દૂર રાખે છે અને હકારાત્મક ઉર્જા ને વધારે છે. જો તમે દેવી લક્ષ્મીનો આશીર્વાદ મેળવવા માંગતા હોય, તો સાંજે તુલસીના છોડની પાસે ઘીનો દીવો પ્રગટાવો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here