જ્યારે તમે વજન ઘટાડવાનો વિચાર કરી રહ્યા છો તો જીમમાં જવું એ એક શ્રેષ્ઠ વિકલ્પ છે. આ સિવાય તમારા માટે સ્વસ્થ અને યોગ્ય આહાર લેવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. હેલ્ધી ડાયટ પ્લાન વિના તમારું વજન ઓછું કરવું મુશ્કેલ છે અને તમારી એક્સરસાઇઝ પણ વ્યર્થ થઈ શકે છે. ધીરે ધીરે ડાયેટ ચાર્ટમાં ઓછી કેલરીવાળા ખોરાક શામેલ કરો, જે વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. આપણે તળેલા અને શેકેલા ખોરાક ખાઈએ છીએ અને જંક ફૂડ જેવા કે બટાકાની ચિપ્સ, પાસ્તા અને પીત્ઝા વગેરે પણ ખાઈએ છીએ.
તેઓ શરીરમાં ચરબી વધારવામાં મદદ કરે છે અને તેના કારણે સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ થવા લાગે છે. કેટલાક લોકો માને છે કે ભૂખ્યા રહેવું અથવા ઓછું ખાવાથી વજન ઓછું થાય છે, પરંતુ તે ફક્ત તમારા શરીરને નબળાઇ તરફ દોરી જાય છે. અહીં અમે તમને બતાવીશું કે તમે કેવી રીતે તમારા ડાયેટ ચાર્ટને બદલીને વજન ઘટાડી શકો છો.
સવારે ઉઠ્યા પછી
- ૨ અંજીર ખાઓ, એક કપ આદુવાળી ચા પીવો, જેમાં અડધી ચમચી ખાંડ હોવી જોઈએ.
- ૩૦ મિનિટ ચાલો અને થોડી વાર માટે ઝડપી ગતિએ ચાલો. આ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
સવારના નાસ્તામાં (૮ થી ૯ ની વચ્ચે)
- સવારે ઉઠીને તમે એક કપ ટોન્ડ મિલ્ક જરૂર લો, ૧ ચમચી ખાંડ ઉમેરો, થોડા ઓટ્સ ઉમેરીને તેનું સેવન કરો. આ તમારૂ વજન ઘટાડવામાં તમને મદદ કરશે.
- ૨ કલાક પછી ૧ કપ ગ્રીન ટી પીવો. કોઈપણ ફળ, સફરજન અથવા કેળુ ખાઓ.
- આ સિવાય તમે વચ્ચે ડ્રાય ફ્રુટ (બદામ) પણ ખાઈ શકો છો.
બપોરના (બપોરે ૧ થી ૨.૩૦)
- બપોરના ભોજનમાં ૧ રોટલી અને ઓછી તેલનું શાક તમારા માટે ફાયદાકારક રહેશે.
- બાફેલી શાકભાજી, જેમ કે દૂધી, દાળ વગેરે પણ વજન ઘટાડવામાં સક્ષમ છે.
- સલાડમાં કાળા મીઠું અને લીંબુ નાખવાથી પણ તમને લાભ મળશે
- જો તમે ઈચ્છો તો તમે તમારા ભોજનમાં ઓછી ચરબીવાળા દહીંનો પણ સમાવેશ કરી શકો છો.
- ધ્યાનમાં રાખો કે તમે ખોરાક ખાધા પછી તરત જ ન ઊંધો, થોડું ચાલો અથવા ઘરનું થોડુંક કામ કરો.
સાંજની ચા (સાંજે ૪ થી ૫)
- મોટાભાગના લોકો સાંજે ચા પીવાનું પસંદ કરે છે, તેમાં ૧ કપ લો-સુગર ચા અને થોડી મગફળી ખાય શકાય છે.
- ચામાં આદુ પીવાથી તમારું વજન ઓછું થાય છે અને તેનું નિયમિત સેવન તમારા માટે ફાયદાકારક બની શકે છે.
- આ પછી તમારા રૂટીનમાં ચોક્કસપણે થોડાક વોકિંગનો સમાવેશ પણ કરો. ઝડપી ગતિએ ચાલવાથી તમને પરસેવો આવે છે, જેનાથી તમારા શરીરમાં ચરબી ઓછી થાય છે.
મોડી સાંજે (સાંજે ૭ વાગ્યે)
- તમે સાંજે ટામેટા અથવા વેજિટેબલ સૂપ પી શકો છો, તેમાં ક્રીમ અથવા મેંદાનો ઉપયોગ ન કરો.
- કાળુ મીઠું ઉમેરીને તમે કચુંબર અથવા ફળોનું સલાડ પણ ખાઈ શકો છો.
- ચરબીયુક્ત દૂધ અથવા નાળિયેર પાણી પીવું પણ તમારા માટે ફાયદાકારક પણ હોઈ શકે છે.
ડિનર (૮ થી ૯ વાગ્યે)
- એવું કહેવામાં આવે છે કે ડિનર એકદમ હળવો અને સરળ હોવો જોઈએ. ૧ રોટલી અને લીલા શાકભાજી, જેમાં ઘી અથવા તેલની માત્રા ખૂબ ઓછી હોય. જો તમે ઇચ્છો તો તમે ઘી વગરની રોટલી પણ ખાઈ શકો છો.
- કોઈ લીલી શાકભાજી ખાઇ જેમ કે ટીંડોરા, દૂધી, ગલકું અને પરવળ વગેરે.
- આ સિવાય તમારા આહારમાં વધુને વધુ સલાડ શામેલ કરવુ તમારા માટે ફાયદાકારક રહેશે.
- રાત્રિ ભોજન પછી તમારા માટે ચાલવું અથવા થોડું હલન ચલન વધુ સારું રહેશે.
તમે આ લેખ અમારા ફેસબુક પેજ લાગણીનો સંબંધ ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ સિવાય સમાચાર, આરોગ્યને લગતી માહિતી, રેસીપી, રસપ્રદ માહિતીઓ, બોલિવૂડના સમાચાર તથા અન્ય માહિતીઓ મેળવવા માટે અમારું પેજ લાગણીનો સંબંધ જરૂરથી લાઈક કરજો.