માન્યતા અનુસાર દશેરાનો દિવસ સર્વ સિદ્ધિ મુહૂર્ત ના રૂપમાં માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે માતા ભવાની પૃથ્વીલોક થી પોતાના લોક માટે પ્રસ્થાન કરે છે. દશેરા ના દિવસે ભગવાન શ્રી રામજીએ અસત્ય પર વિજય પ્રાપ્ત કરેલ હતો અને આ દિવસે શ્રીરામે રાવણનો વધ કર્યો હતો. દશેરાને વિજયાદશમી ના રૂપમાં ઉજવવામાં આવે છે. શાસ્ત્રોમાં ઉલ્લેખ કરવામાં આવે છે કે આ દિવસે જે વ્યક્તિ શસ્ત્ર પૂજા કરે છે તેને પોતાના દુશ્મનો ઉપર વિજય પ્રાપ્ત થાય છે. પરંતુ તે સિવાય પણ એવા ઘણા ઉપાય બતાવવામાં આવેલ છે જેને વ્યક્તિ દશેરાના દિવસે કરે છે તો તેના લીધે વ્યક્તિના જીવનની ઘણી પરેશાનીઓ દૂર થઈ શકે છે.
આ ઉપાયોને કરવાથી વ્યક્તિ આર્થિક રૂપથી સંપન્ન થાય છે અને તેને પોતાના દુર્ભાગ્યથી છુટકારો મળે છે. આજે અમે તમને આ પોસ્ટના માધ્યમથી દશેરાના થોડા સરળ ઉપાયો વિશે જાણકારી આપીશું જેને કરવાથી તમે પોતાના દુર્ભાગ્યથી છુટકારો મેળવી શકો છો તથા જીવનમાં ધન સંબંધિત પરેશાનીઓ પણ દૂર થશે અને તમને ધનની પ્રાપ્તિ થઈ શકે છે.
જો તમારા સતત પ્રયત્નો છતાં પણ તમારું કાર્ય સફળ નથી થઈ રહ્યું તો આવી સ્થિતિમાં તમે દશેરાના દિવસે બપોરના સમયે ઘરના ઈશાન ખૂણામાં ચંદન, કંકુ અને ફુલ થી અશ્ટડલ કમળની આકૃતિ બનાવી લો. તે પછી તમે દેવી જયા અને વજીયાનું સ્મરણ કરીને તેમની પૂજા કરો. આટલું કરી લીધા બાદ તમે શમીના વૃક્ષની પૂજા કરીને તેની પાસેથી થોડી માટી લઈ પોતાના ઘરમાં રાખી દો. એવું માનવામાં આવે છે કે જો વ્યક્તિ દશેરાના દિવસે આ ઉપાય કરે છે તેના રોકાયેલ તમામ કાર્યો પૂર્ણ થાય છે. સાથોસાથ વ્યક્તિની નિર્ધનતા પણ દૂર થાય છે.
ઘણીવાર જોવામાં આવેલ છે કે વ્યક્તિ કોઈને કોઈ કારણોસર કાનૂની બાબતોમાં ફસાયેલો રહે છે. જો તમે પણ કાનૂની બાબતો થી પરેશાન હોય અને તેનાથી છુટકારો મેળવવા માંગતા હોય તો દશેરાના દિવસે શમીના વૃક્ષની પૂજા કરો અને સાંજના સમયે તેના નીચે દીવો પ્રગટાવવો. જો તમે આ ઉપાય કરો છો તો તેનાથી તમને કાનૂની બાબતોમાં સફળતા પ્રાપ્ત થશે અને એ સિવાય આ ઉપાય કરવાથી ધનની પ્રાપ્તિ થાય છે.
જો તમે દશેરાના દિવસે સવારે ગોળ અને ચણા કથા સાંજના સમયે લાડુનો ભોગ હનુમાનજીને ચડાવો છો તેનાથી હનુમાનજી તમારી દરેક ખરાબ પરિસ્થિતિમાં રક્ષા કરશે કારણ કે હનુમાનજીને સંકટમોચન કહેવામાં આવે છે.
જો તમે પોતાના ઘરમાંથી નકારાત્મક શક્તિઓને દૂર કરવા માંગો છો તો તેના માટે તમારે રાવણ દહન પશ્ચાત બચેલી લાગણીઓને પોતાના ઘરમાં સુરક્ષીત રાખી દેવી. તેનાથી નકારાત્મક શક્તિઓ તમારા ઘરમાં પ્રવેશ કરશે નહીં.
તમે દશેરાના દિવસે કોઈપણ લાલ કલરના કપડાં ને અથવા તો રૂમાલથી મા દુર્ગાના ચરણોને સાફ કરીને આ કપડાને પોતાની તિજોરી અથવા પૈસા રાખવાની જગ્યા પર રાખી દો. આ ઉપાય કરવાથી તમારા ઘરમાં બરકત આવશે.