આપણે બધા જાણીએ છીએ કે પતિ અને પત્નીનો સંબંધ ખૂબ જ અનુકૂળ હોય છે. દરેક પતિ અને પત્નીનો સંબંધ સચ્ચાઈ અને ઇમાનદારી પર ટકેલો હોય છે. તેવામાં તે એકબીજા પ્રત્યે ત્યારે જ વફાદાર માનવામાં આવે છે જ્યારે બંને પોતાના સંબંધમાં સત્યનો સાથ આપે છે. કહેવામાં આવે કે છે કે પતિ અને પત્નીનો સંબંધ ખૂબ જ નાજુક તાંતણાથી જોડાયેલો હોય છે. જો તેમાં એક ગાંઠ પડી જાય તો તે ગાંઠ નથી દૂર થતી. એવામાં ઘણીવાર ના ઈચ્છતા પણ પત્ની પોતાના પતિથી કંઈકને કંઈક છુપાવીને રાખે છે કારણ કે તેમનો બોલવામાં આવેલું જૂઠું તેમના સંબંધને મજબૂત બનાવે છે.
હંમેશા પતિ એવું વિચારે છે કે તેમની પત્ની ક્યારેય તેમની પાસે ખોટું નથી બોલી શકતી. તેમનો અંધવિશ્વાસ એક રીતે સાચો હોય છે પરંતુ તે વાતથી અજાણ હોય છે કે જેને તે સચ્ચાઈની દેવી માને છે તે અંદરથી કેટલું જુઠ્ઠું બોલે છે. આજે આર્ટીકલ દ્વારા તમને પત્નીના એ બે જુઠ્ઠી આદત વિષે જણાવીશું જે પોતાના પતિ થી હંમેશા છુપાવીને રાખે છે.
આપણા ભારત દેશમાં દરેક પતિ પોતાના પુરા મહિનાની સેલેરી પોતાની પત્નીના હાથમાં આપે છે કારણ કે તે ઘરનો ખર્ચ ચલાવી શકે. પરંતુ તમને તે જાણીને હેરાની થશે કે પત્ની હંમેશા પોતાના પતિથી છુપાવીને પૈસા બચાવી રાખે છે અને તે તે પૈસાને શોપિંગ પર ખર્ચ કરતી હોય તે જરૂરી નથી. પરંતુ અમુક પત્ની ખૂબ જ સમજદાર હોય છે તેથી તે હંમેશા તે બચાવેલા પૈસાને બેંકમાં મુસીબતના સમયે સંભાળી રાખે છે કે પછી તે રૂપિયાથી પોતાના બાળકો અને ઘરની જરૂરિયાતો પૂરી કરવા માટે સામાન ખરીદે છે. તેથી કોઈપણ પત્ની પોતાના પતિને મહિનાના એન્ડ માં બચાવેલા પૈસાનો હિસાબ ક્યારે સાચો નથી બતાવતી.
આપણા ભારત દેશની મહિલાઓ બાકીના અન્ય દેશોના મુકાબલે ખૂબ જ સમજદાર હોય છે. દરેક મુશ્કેલીના સમયમાં કેવી રીતે તે સમય પસાર કરવો તે તેમને ખૂબ જ સારી રીતે આવડે છે. ભલે વાત તેમના બાળકો ઉપર આવે કે પછી તેમના પરિવાર પર તે દરેક સમસ્યા સહન કરે છે. પુરુષની તે આદત હોય છે કે પોતાની મુસીબત ઊંચા અવાજે જણાવી દેશે પરંતુ પત્ની પોતાના પરિવાર અને બાળકો સાથે જોડાઈ અને સમસ્યાને એકલી હેન્ડલ કરે છે.
મહિલાઓ અનુસાર તે પોતાની સમસ્યા તેના પતિથી છૂપાવીને રાખે છે કારણ કે તે પતિ તેને ભૂલથી પણ ખોટી ના સમજી લે. તેથી ઈચ્છા ના હોવા છતાં પણ ઘરની મહિલા પોતાના પતિ અને પરિવારની નાની મોટી સમસ્યા શેયર કરવાથી સંકોચ અનુભવે છે.