દરેક મહિલા એજ પ્રયત્નો કરતી હોય છે કે તેના ઘર પરિવારમાં બધું જ સારી રીતે ચાલે અને તેના ઘર પરિવારમાં સફળતા પ્રાપ્ત થાય. પરંતુ તમારા દરેક સપના પૂરા થાય તેવું જરૂર નથી દરેકના જીવનમાં સુખ અને દુઃખ તો આવતો જ રહે છે અને દરેકને દુઃખ થી બચવા માટે ભગવાનની શરણમાં જવું પડે છે. માં દુર્ગા તમારી દરેક સમસ્યા માટે મદદ જરૂરથી કરે છે અને માતા રાની પાસે અસંખ્ય શક્તિઓનો ખજાનો પણ હોય છે.
તેવામાં જો અમુક મંત્રનો જાપ તમે માતારાની આગળ કરો તો તેનાથી ઘર-પરિવારમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે. અહીં તમને એવા મંત્રો વિશે જણાવીશું કે જે માતા રાણીને ખુબ જ પ્રિય છે અને તે મંત્રનો જાપ કરવાથી તમારી દરેક સમસ્યા દૂર થઈ જાય છે.
પહેલો મંત્ર
सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके। शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोऽस्तुते।।
આ મંત્રનો જાપ મંગળવારે સવારે મા દુર્ગાની સામે કરવો અને મહિલાએ આ મંત્રનો જાપ કરતા સમયે લાલ કે પીળા રંગની સાડી પહેરવી. ત્યારબાદ આસન પાથરી અને માતા દુર્ગાની સામે એક દીવો પ્રગટાવવો અને તે દીવાને હાથમાં લઇ આ મંત્રનો જાપ સાત વખત કરવો.
બીજો મંત્ર
ॐ जयन्ती मंगला काली भद्रकाली कपालिनी। दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वधा नमोऽस्तुते।।
આ મંત્રનો જાપ તમે કોઇપણ દિવસે કરી શકો છો અને આ મંત્રનો જાપ માતા દુર્ગાની આરતી કર્યા પહેલા અને આરતી કર્યા પછી કરવો. આ મંત્રના જાપથી માતા દુર્ગા તમારી દરેક મનોકામના પૂર્ણ કરે છે.
ત્રીજો મંત્ર
या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता, नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः।।
આ મંત્રનો જાપ મંગળવાર કે ગુરુવારના દિવસે પૂરા દિવસે કોઈ પણ સમય દરમિયાન કરી શકો છો અને ગમે તેટલી વખત પણ કરી શકો છો.
ચોથો મંત્ર
नवार्ण मंत्र ‘ॐ ऐं ह्रीं क्लीं चामुण्डायै विच्चै’
આ મંત્રનો ઉચ્ચારણ તમારે ૫૧ વખત કરવું જોઈએ અને તે ઉપરાંત તમે તેનાથી વધુ પણ કરી શકો છો. આ મંત્રનો જાપ ઘરમાં મહિલાની સાથે સાથે પુરુષ પણ કરી શકે છે આ મંત્ર ઘરના પરિવારમાં હિતમાં કાર્ય કરે છે.