દર રવિવારે ૧૦ વૃક્ષો વાવે છે આ ૬ વર્ષની ઇહા દીક્ષિત

0
98
views

સૌથી ઓછી ઉંમરમાં પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર મેળવવા વાળી ઉત્તર પ્રદેશની એકની એક છોકરી ઈહા દીક્ષિત ગુરુવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળી તે દરમિયાન નરેન્દ્ર મોદી ઈહા ને એક છોડ આપી અને સન્માન કર્યું. આ બાળકી લોહિયા નગર માં આવેલી સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલ માં ધોરણ ૧ માં અભ્યાસ કરે છે. અને જાણવા પણ મળ્યું છે કે તેનું ભણવામાં પણ સારું પ્રદર્શન જોવા મળ્યું છે. પ્રધાનાચાર્ય શોમેન ચક્રવર્તીએ કહ્યું કે તે પોતાના મિત્રો સાથે સારો વ્યવહાર કરે છે.

ઈહા દીક્ષિત ના પિતા કુલદીપ શર્મા પત્રકારિતા ક્ષેત્રમાં અમર ઉજાલા સંસ્થા સાથે ઘણા સમય સુધી જોડાયેલા રહ્યા. વર્તમાનમાં તે ટ્યુશન ક્લાસીસ ચલાવે છે. ઈહા દીક્ષિત ની માતા એક સ્કૂલમાં શિક્ષિકા છે. આ બાળકી ફેસબુક પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે અને ખાસ કરીને રવિવારના દિવસે તે વૃક્ષારોપણ કરે છે અને પછી તે પોતાના ફોટો ને ફેસબુક પર અપલોડ કરે છે. ઈહા ના આ ગામની સોશિયલ મીડિયા પર ખૂબ જ વાહ વાહ થાય છે.

લીંબુનો છોડ લગાવવાથી કરી હતી શરૂઆત

ગ્રીન ઈહા સ્માઈલ ક્લબની સંચાલિકા આ નાની બાળકી પોતાના ઘરમાં લીંબુનો છોડ લગાવીને કરી હતી આ અભિયાનની શરૂઆત. પિતા કુલદીપ એ જણાવ્યું કે તેની છોકરીને નાનપણથી જ કંઈક અલગ કરવાની જીજ્ઞાશા હતી. કોઈ એક ટીવી કાર્ટુન માં તેણે પ્લાન્ટનો મહત્વ જોયું. પ્લાન્ટ એન્વાયરમેન્ટ બચાવે છે અને પોલ્યુશનને ઓછું કરે છે આ વાત તેના મગજમાં બેસી ગઈ.

મે માહિનામાં એક રવિવારે તેણે મન કી બાત માં પીએમ નરેન્દ્ર મોદીને વૃક્ષ પર ચર્ચા કરતા સાંભળ્યા ત્યારે તે તેની માતા સાથે જીદ કરવા લાગી કે તે છોડ લગાવશે. અને તેણે પોતાના ઘરના બગીચામાં મારી સાથે લીંબુ ના છોડ નો લગાવ્યો. અને ત્યારબાદ પછી તે રોજ છોડ લગાવવા માટે જીદ કરવા લાગી પરંતુ તેની જીદ સારી હતી તે માટે તેની જીદ માનવા લાગ્યા અને ઘરની આજુબાજુ ખાલી જગ્યા પર છોડ લગાવવાના ચાલુ કર્યા. અને સોશિયલ મીડિયા પર આ ફોટો અપલોડ કર્યા 29 સપ્ટેમ્બરે તેના જન્મદિવસ ઉપર એક હજાર ફૂલ છોડ લગાવ્યા અને આ જ રીતે આ અભિયાન ચાલુ રહ્યું.

નિરાશા મળી પરંતુ હાર ના માની

તેની માતાએ જણાવ્યું કે આટલી નાની છોકરી દર રવિવારે જાતે ખાડો કરીને વૃક્ષ લગાવે છે. આ જોઈને બધા તેની વાહવાહ તો કરે છે પરંતુ સાથ આપવા માટે કોઈ ના આવ્યો. 2018માં તેમણે તેના ક્લબ ગ્રીન ઈહા સ્માઈલ ક્લબ ને શરૂ કરાવ્યું. ધીરે-ધીરે થોડા બાળકો અમારી સાથે જોડાયા. શરૂઆતમાં છ બાળકો ક્લબ સાથે જોડાયા જેમાં બધા જ ઇહા થી મોટા હતા. અમે કોઈનો સંપર્ક કર્યો ન હતો પરંતુ બાળકો જ દૂર દૂરથી તમને મળવા માટે અને ક્લબ માં જોડાવા માટે આવી રહ્યા હતા. બાળકો જાતે જ રવિવારના દિવસે વૃક્ષ લગાવવા માટે આવતા હતા.

ઘણીવાર જ્યાં આ બાળકોએ વૃક્ષો વાવેલા હોય ત્યાં બાદમાં જઈને જોવામાં આવ્યું તો તે વૃક્ષોને ઉખાડી દેવામાં આવ્યા હતા અથવા તો પશુઓ તેમને ખાઈ ગયા હતા. પોતાનું લગાવેલું વૃક્ષ જ્યારે ઉખડેલું જોતી હતી ત્યારે તે ખૂબ જ રડતી હતી. અમે તેને સમજાવી રહ્યા હતા કે, દીકરા ફક્ત કામ કરતા રહો. તારા કામના વખાણ થવા જરૂરી નથી, આ બધું સહન કરવું પડે છે. રાષ્ટ્રપતિ ભવનમાં પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર મેળવવા વાળી ઇહા દીક્ષિતને સ્કૂલના પ્રિન્સિપાલ અને સ્ટાફ દ્વારા પણ અભિનંદન પાઠવવામાં આવ્યા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here