ક્રિકેટના લાલ અને સફેદ રંગના બોલમાં શું ફરક હોય છે? મોટા ભાગના ક્રિકેટ પ્રેમીઓને તેની જાણ નથી હોતી

0
451
views

ભારતમાં ક્રિકેટ લગભગ બધાને જ પસંદ છે અને જો તમે પણ ક્રિકેટ જોવો છો તો તમે પણ એક વાત નોટીસ કરી હશે કે ક્રિકેટમાં ટેસ્ટ મેચ અને વન ડે મેચ દરમિયાન અલગ અલગ રંગનો બોલ વાપરવામાં આવે છે. પણ શું તમને ખબર છે કે આ અલગ અલગ રંગના દડામાં શું ફરક હોય છે?

સફેદ દડાનો ઉપયોગ વન-ડે મેચમાં કરવામાં આવે છે. જયારે લાલ રંગના દડાનો ઉપયોગ ટેસ્ટ મેચમાં કરવામાં આવે છે. હવે જો આપડે આ બે બોલ વચ્ચેના અંતરની વાત કરીએ તો તમને જણાવી દઈએ આ બોલ વચ્ચે પૉલિશનું અંતર હોય છે. સફેદ બોલ જલ્દી ખરાબ ના થાય એટલે વધારે પોલિશ કરવામાં આવે છે પણ વધારે પોલિશ કરવાને કારણે બોલરને દડો સ્પિન કરવામાં થોડીક તકલીફ પડે છે.

બોલ ક્યાં રંગનો છે તેના કરતા વધુ મહત્વનું છે કે તે કઈ કંપનીનો છે. તમને જણાવી દઈએ કે આજે વનડે માં ઉપયોગ કરવામાં આવતા સફેદ બોલ મોટાભાગે કુકાબુર્રા બ્રાન્ડ ના છે અને આ જ કારણે મેચમાં પિચ, સ્વિંગ, હવામાન અને સીમનો અસર બોલ કરતાં વધુ થાય છે.

પરંતુ ટેસ્ટ મેચની વાત અલગ છે. આ મેચોમાં પરિસ્થિતિ થોડી બદલાઈ જાય છે. ટેસ્ટ મેચોમાં બોલ કયા બ્રાન્ડનો છે તે ખૂબ મહત્વનું છે. તમને જણાવી દઈએ કે કુકાબુર્રા બ્રાન્ડનો લાલ દડો મોટે ભાગે દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાનમાં રમાયેલી ટેસ્ટ મેચોમાં વપરાય છે. ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ ડ્યુક ઉપરાંત ભારતનો એસજી બ્રાન્ડનો બોલ વપરાય છે. ડ્યુકની બોલની સીમ સહેજ ઉભી થાય છે, જે ઝડપી બોલરોને સ્વિંગ અને સીમમાં મોટા પ્રમાણમાં મદદ કરે છે. આજ કારણ છે કે ફાસ્ટ બોલોરને ડ્યુક બ્રાન્ડ નો બોલ ખુબ પસંદ આવે છે.

આ સિવાય એસજી બ્રાન્ડના બોલમાં સહેજ દબાયેલી સીમ હોય છે જે બોલરને બદલે બેટ્સમેનને ફાયદો કરાવે છે. આ સિવાય તમને જણાવી દઈએ કે આ તમામ દડા વોટરપ્રૂફ અને શુદ્ધ ચામડાથી બનેલા છે. આશા છે કે તમને આ માહિતી ગમી હશે. જો તમને આ માહિતી ગમી હોય તો પછી આ માહિતી તમારા મિત્રો સાથે શેર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here