ભારતમાં ક્રિકેટને લઈને એક અલગ જ ક્રેઝ છે. અહીં લોકો ક્રિકેટને ભાવના સાથે જોડે છે અને જો એમાંય ભારતીય ખેલાડીઓ પાકિસ્તાન સાથે ટકરાતા હોય તો ભલે વર્લ્ડ કપ ના જીતે પરંતુ પાકિસ્તાન તરફથી જીત મેળવવી જરૂરી છે. આજ સુધી તમે ક્રિકેટમાં વનડે, ટેસ્ટ અને ટી-ટ્વેન્ટી વિશે સાંભળ્યું હશે. પરંતુ ક્રિકેટમાં ટી-ટ્વેન્ટી પછી આવશે ૧૦૦ બોલ ફોર્મેટ જેનાથી ક્રિકેટની આખી રમત જ બદલાઈ જશે.
ટી-ટ્વેન્ટી પછી આવનારી ૧૦૦ બોલ ફોર્મેટ
ક્રિકેટ એક એવી રમત છે જેમાં હંમેશાં ઘણાં ફેરફારો થાય છે. કેટલાક ફેરફારો સામાન્ય હોય છે અને કેટલાક મોટા હોય છે. ક્રિકેટમાં વન-ડે અને ટી-20 ફોર્મેટ્સ આવા પરિવર્તન સાથે આવે છે અને હવે આ પરિવર્તન સાથે 100 બોલ ક્રિકેટનો ઉમેરો થવાનો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટની શરૂઆત વર્ષ 1877 માં થઈ હતી અને તે વર્ષે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ પણ રમાઈ હતી.
લગભગ ૯૪ વર્ષ સુધી ક્રિકેટમાં એક જ ફોર્મેટ હતું પછી આવ્યું વન-ડે ક્રિકેટ અને ત્યારબાદ ૨૧ મી સદીમાં ટી-20 ક્રિકેટે ખૂબ જ તાકતથી પોતાનું સ્થાન બનાવ્યું હતું. આકસ્મિક રીતે ક્રિકેટનો જ્ન્મદાતા ઇંગ્લેન્ડ ટેસ્ટ મેચની જેમજ પ્રથમ વનડે અને પ્રથમ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં પણ સામેલ હતું. હવે ઇંગ્લેન્ડ ૧૦૦ બોલનું ક્રિકેટ લાવી રહ્યું છે અને એક અહેવાલ મુજબ ટીમોની જાહેરાત કરવાની અને ખેલાડીઓની પસંદગીની પ્રક્રિયા ૩ ઓક્ટોબરથી શરૂ કરવામાં આવી.
જોકે ઇંગ્લેંડની ડોમેસ્ટિક ક્લબ્સ પહેલાથી જ ૧૦૦ બોલ ક્રિકેટ રમી રહી છે. પરંતુ ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ ક્લબે તેને વ્યાપકપણે આપવાનો નિર્ણય કર્યો છે. આ માટે એક સંપૂર્ણ યોજના બનાવવામાં આવી છે અને ઇંગ્લેન્ડ ૧૦૦ બોલ ક્રિકેટને ટી-20 ક્રિકેટ જેટલું લોકપ્રિય બનાવવા માંગે છે. આ માટે તેણે પોતાના દેશમાં આઈપીએલની તર્જ પર 100 બોલ ક્રિકેટની લીગ યોજવાનું નક્કી કર્યું.
તે મેચમાં ક્રિસ ગેલ, ડેવિડ વોર્નરથી લઈને વિશ્વભરના દિગ્ગજ ખેલાડીઓ રમી શકે છે. દરખાસ્ત મુજબ આ ફોર્મેટમાં પ્રથમ લીગ આવતા વર્ષે જુલાઈ-ઓગસ્ટમાં યોજાશે. જો તમે આ મેચને માત્ર એક ફક્ત વધુ એક ૧૦૦ બોલ ના ફોર્મેટ ના રૂપ જોવો છો તો તે તમારી ભૂલ થશે. આ મેચ માં એવા ઘણા નિયમો છે જે વર્તમાન ક્રિકેટથી તદ્દન અલગ છે.