કોરોનાથી સ્વસ્થ થયા પછી પણ આટલા દિવસ વ્યક્તિનાં શરીરમાં રહે છે આ જીવલેણ વાયરસ, જાણો કેટલા દિવસ રહે છે ખતરો

0
183
views

એક તરફ જ્યાં આખી દુનિયા કોરોના વાયરસને તોડવા માટે સાથે મળીને કામ કરી રહી છે, વળી સંશોધનકારો આ જીવલેણ વાયરસ વિશે વધુ એક ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે. સંશોધનકારો કહે છે કે કોરોનાથી સાજા થતાં દર્દીઓ લક્ષણો સમાપ્ત થયા પછી પણ ઓછામાં ઓછા ૮ દિવસ માટે આ ચેપ ફેલાવી શકે છે, ત્યારબાદ તેને ૧૪ દિવસ સુધી ક્વોરંટાઇનમાં રાખવાને લઈને શંકા થવા લાગી છે. કોરોનાથી પીડિત ૧૬ દર્દીઓ પરના એક અધ્યયનમાં, ચીનના સાયન્ટિસ્ટે પણ શોધી કાઢ્યું કે દર્દી સાજો થવા પર પણ લક્ષણો ભલે ન દેખાઈ રહ્યા હોય પરંતુ તેમની અંદર તે ઓછામાં ઓછા ૮ દિવસ સુધી રહે છે.

અભ્યાસ મુજબ, કોરોનાનાં લક્ષણો સરેરાશ ૫ દિવસ સુધી દેખાય છે અને કોરોના લગભગ અંદાજે ૭ દિવસ સુધી પોતાની ચરમસીમા પર રહે છે. પરંતુ તાજેતરમાં થયેલા સંશોધનથી બહાર આવ્યું છે કે તે ૮ દિવસ સુધી મનુષ્યની અંદર રહે છે. જે પછી આ વાયરસમાં વ્યક્તિના રહેવાનો સમયગાળો ૨૦ દિવસનો થઈ ગયો છે અને ૧૪ દિવસની ક્વોરંટાઇન પીરિયડ ઓછો પડી શકે છે.

અમેરિકન જર્નલ ઓફ રેસ્પિરેટરી એન્ડ ક્રિટિકલ કેર મેડિસિનમાં પ્રકાશિત થયેલા અભ્યાસ મુજબ બેઇજિંગની પીએલએ જનરલ હોસ્પિટલના ટ્રીટમેન્ટ સેન્ટરના સંશોધનકારોએ સરેરાશ ૩૫ વર્ષના દર્દીઓ પાસેથી મેળવેલા ડેટાનું વિશ્લેષણ કર્યું છે.

યાલે સ્કૂલ ઓફ મેડિસિનના મેડિસિન વિભાગના પ્લુમિનરી ક્રિટિકલ કેર અને સ્લીપ મેડિસિન વિભાગના પ્રશિક્ષક અને અભ્યાસના સહ-લેખક લોકેશ શર્મા કહે છે કે અમારા અભ્યાસના આ મહત્વપૂર્ણ તારણો અડધા દર્દીઓમાંથી ઉદ્ભવ્યા છે, જેમના લક્ષણો સમાપ્ત થઈ ગયા હતા અને વાયરસ ખતમ થઈ ગયો હોવાની પુષ્ટિ થઈ ગઈ હતી. તેમના જણાવ્યા અનુસાર, વધારે ગંભીર સંક્રમણ વધુ લાંબા સમય સુધી રહી શકે છે.

બેઇજિંગની ચાઇનીઝ પી.એલ. જનરલ હોસ્પિટલની પ્લુમોનરી અને ક્રિટિકલ કેર મેડિસિનની કોલેજનાં પ્રોફેસર લિકસિન ઇલે કહે છે કે ભલે તમને કોરોનાનાં હળવા લક્ષણો જ હતા અને તમે ઘરે જઇ રહ્યા હોવ, પછી ભલે તમે લોકોને સંક્રમિત ન કરો પરંતુ સ્વસ્થ થયા પછી, તમારો ક્વોરેન્ટાઇન સમય બે અઠવાડિયા સુધી થોડો વધારવો. આવું કરવાથી તમે અન્ય લોકોને સંક્રમિત કરશો નહીં.

આ અધ્યયને આખા તબીબી જગતને ચેતવણી આપી છે કે લક્ષણોમાંથી સ્વસ્થ થયા પછી પણ કોરોના દર્દીઓ સંક્રામક થઈ શકે છે, તેથી તાજેતરના સ્વસ્થ થયેલા લોકોની સાવચેતીપૂર્વક કાળજી લો, જેવી લક્ષણ વાળા દર્દીઓની કાળજી કરવામાં આવે છે. જો કે, ડૉ. શીનું કહેવું છે કે હાલમાં તેના પર વધુ અભ્યાસ કરવાની જરૂર છે કે શું સ્વસ્થ થયા પછી પણ કોરોનાનાં દર્દી સંક્રમણ ફેલાવી શકે છે કે નહીં.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) ના ડેટા દર્શાવે છે કે આ રોગનું સૌથી સામાન્ય લક્ષણ તાવ છે, જે ૮૭.૯% કેસોમાં હાજર હતો. બીજો સૌથી સામાન્ય લક્ષણ સુકી ઉધરસ (૬૭.૭ ટકા કેસ) છે, અને ત્રીજું લક્ષણ થાક (૩૮.૧ ટકા કેસ) છે. આ ઉપરાંત, સંપૂર્ણ શરીરમાં દુખાવો, માથાનો દુખાવો અને ગળામાં દુખાવો એ COVID-19 ના સામાન્ય લક્ષણો હતા. ડેટામાં પણ જાણવા મળ્યું છે કે કોરોના દર્દીઓમાં ઝાડા એ એક દુર્લભ લક્ષણ હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here