કોને ખબર હતી કે ફાર્મસીની એક દુકાનમાં દવા કહીને વેચવાવાળી વસ્તુ આજે દુનિયાની પાંચમા નંબરની સૌથી મોટી પ્રખ્યાત બ્રાન્ડ બની જશે. અને વર્ષના ૪૧ અરબ ડોલર કમાતી થશે. આજે કોકાકોલા ધરતી ઉપર સૌથી વધારે ફેલાયેલું પ્રોડક્ટ છે. “ઠંડુ મતલબ કોકા કોલા” જેવી ટેગ લાઈન દેવા વાળી કંપની વિશે આજે અમે તમને રોચક માહિતીઓ વિશે જણાવીશું. તો ચાલો વાંચવાનું શરૂ કરીએ.
- કોકાકોલા બનાવવાવાળા માણસનું મૃત્યુ તેને બનાવવાના બે વર્ષ પછી થઈ ગયું હતું. તે ક્યારેય કોકા કોલાની સફળતા જોઈ શક્યો નહીં.
- દુનિયામાં ૨૦૦ થી વધારે દેશોમાં કોકાકોલા ૯૦૦ થી વધારે પ્લાન્ટ છે અને તેમાં ૧,૪૬,૨૦૦ કર્મચારી કામ કરે છે.
- કોકાકોલા કંપની ૩૯૦૦ પ્રકારના પીવાના અલગ-અલગ પદાર્થ બનાવે છે. જો તમે રોજ એક પીવો તો તેને ચાખવામાં ૯ વર્ષ લાગી જાય.
- દરરોજ કોકાકોલાની ૧,૯૦૦,૦૦૦,૦૦૦ બોટલ પીવાય રહી છે. એનો મતલબ આપણે દરેક ક્ષણે ૨૧ હજાર બોટલ પી રહ્યા છીએ.
- કોકાકોલા અમેરિકા દેશની કંપની છે. તેનું નિર્માણ ૧૮૮૬ ના રોજ જોન ફેમ્બેર્ટન નામના વ્યક્તિએ અટલાન્ટામાં કર્યું હતું. તે માથાનો દુખાવો દૂર કરવા માટે બનાવવામાં આવી હતી.
- આ વાત માત્ર એક કાલ્પનિક અને અફવા છે કે પહેલા વર્ષમાં કોકાકોલાની માત્ર ૨૫ બોટલ વેચાણ હતી. એમાં એવું હતું કે પહેલા વર્ષમાં કોકાકોલાની ૨૫ બોટલ નહીં પરંતુ ૨૫ ગેલન શીરફ વેચાણ હતું અને તેનું દરરોજ ૯ ગ્લાસનું વેચાણ થતું હતું.
- દુનિયામાં અસ્તિત્વ ધરાવતી કોકાકોલાની બધી બોટલોની લાઈન કરવામાં દેવામાં આવે તો આ લાઇન ૧૬૭૭ વાર ધરતીથી ચંદ્ર પર જવા-આવવા બરાબર થશે.
- ૧૯૦૩ની પહેલા, એક ગ્લાસ કોકાકોલામાં લગભગ ૯ મિલીગ્રામ કોકીન (એક પ્રકારનું ડ્રગ) ભેળવવામાં આવતું હતું. આમ જોઈએ તો કોકાકોલા આજે પણ પાંદડાનો ઉપયોગ કરે છે. પરંતુ હવે ન્યૂજર્સીની એક કંપની પહેલા દવાઓ માટે તેમાથી કોકીન બહાર કાઢી લે છે અને પછી આ પાંદડા કોકાકોલાને આપી દે છે.
- દુનિયામાં બે દેશ એવા છે કે જ્યાં કોકોકોલા નથી વેચાતી. નોર્થ કોરિયા અને ક્યુબા.
- ૧૯૧૯ માં જયારે કોકાકોલા બહાર પડી એ સમય જો તમે તેનો સ્ટોક શેર ખરીદી લ્યો તો માત્ર ૪૦ ડોલરમાં મળતો હતો. ૨૦૧૨ માં એના બદલે તમને એક કરોડ ડોલર મળત.
- દુનિયામાં પીવાતા ૩.૧% પ્રોડક્ટ કોકાકોલાના છે, આ દુનિયાની સૌથી મોટી સોફ્ટ ડ્રિંક પીવાતી કંપની છે.
- જો કોકાકોલા દ્વારા બનાવવામાં આવેલી એક-એક બોટલને ભેગી કરવામાં આવે તો દરેક માણસના ભાગમાં ૧૦૦૦ બોટલ આવે.
- કોકાકોલાની કાચવાળી બોટલની ડિઝાઇન કોકો ફલી થી પ્રેરિત થઈને બનાવવામાં આવેલ છે. કોકો બીન ને જોઈને આ બોટલ બનાવવામાં આવેલી હતી.
- બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન મીલેટરી દ્વારા કોકાકોલાની લગભગ પાંચ અરબ બોટલ પીવામાં આવી હતી. તે સમયે નાજી જર્મનીમાં ફેન્ટાનો આવિષ્કાર કરવામાં આવ્યો કેમ કે એ સમયે યુદ્ધ ચાલી રહ્યું હતું અને કોકાકોલાની સીરપ પહોંચાડવું ખૂબ જ મુશ્કેલ હતું.
- અમેરિકામાં વેચાતી કોકનો સ્વાદ દુનિયાથી અલગ છે.
- કોકાકોલા કંપનીને શરૂઆતમાં એક અરબ ગેલન ડ્રિંક વેચવામાં ૫૮ વર્ષ લાગી ગયા હતા. પરંતુ અત્યારે એટલા જ ગેલન માત્ર ૭ મહિનામાં વેચાઈ જાય છે. (૧ અરબ ગેલનસ = ૩,૭૮૫,૪૧૧,૮૦૦ લિટર)
- કોકાકોલાનાં નુકસાન ને એવી રીતે સમજીએ કે તેની pH વેલ્યુ ૨.૮ છે જો. તેમાં ૪ દિવસ માટે નખને ડુબાડવામાં આવે તો તે પણ ઓગળી જાય.
- બીજાની સરખામણીમાં દુનિયામાં મેક્સીકન લોકો સૌથી વધુ કોક પીવે છે. લગભગ દરેક વ્યક્તિ રોજની બે બોટલ પીવે છે.
- કોકાકોલા વિજ્ઞાપન માટે એટલો ખર્ચો થાય છે કે જે માઇક્રોસોફટ અને એપલને ભેગું કરીને પણ નથી થતો.
- આ સમયે દુનિયામાં વગર નશાના માત્ર ૩૩ બ્રાન્ડ એવા છે કે જે વર્ષના એક અરબ ડોલરથી વધારે કમાણી કરે છે. તેમાંથી ૧૫ નાં માલિક કોકાકોલા છે.
- સાન્તાક્લોઝનો શરૂઆતમાં રંગ લીલો પીળો અને સફેદ હતો પરંતુ આજે આપણે જે સાંતાને જોઈએ છીએ તેમાં કોકાકોલાનું પ્રદાન છે. એમાં એવું થયું હતું કે ૧૯૩૧ કોકાકોલા એ પોતાની જાહેરાતમાં સાંતાને લાલ રંગના કપડા પહેરાવ્યા હતા, તેમણે તો ફક્ત સંતાને પોતાની કંપનીનો કલર પહેરાવ્યો હતો પરંતુ ત્યારથી લોકો આ ફોટાનો ઉપયોગ કરે છે.
- એક ૩૫૦મી.લી. કોકાકોલાના કેનમાં ૧૦ ચમચી ખાંડ હોય છે. એનો મતલબ એક મહિના સુધી રોજ એક કેન પીવાથી આપણી અંદર એક કિલો વધારે ખાંડ વઈ જાય છે.
- કોકાકોલાનો લાભ પણ છે, જેમ કે જો તમારા વાળમાં ચીગમ ચોટી ગઈ હોય તો તમે તેને કોકાકોલાથી ધોવાથી ખૂબ જ સરળ રીતે ઉતરી જાય છે.
- કોકાકોલા દુનિયામાં બીજા નંબરનો સમજવા વાળો શબ્દ છે. (Ok પછી)
- કોકાકોલા પહેલી એવી એવી કંપની છે ૧૯૯૧ પુનઃપ્રાપ્ય કરેલી સામગ્રીમાંથી ડ્રિંકની બોટલ બનાવી હતી.
- કોકાકોલા કંપની ઓલમ્પિક રમતોની જૂની સ્પોન્સર છે. ૧૯૨૮ થી લઇને આજ સુધી સ્પોન્સર કરે છે.
- કંપની દર વર્ષે ૨૯૧ બીલીયન લિટર પાણીનો ઉપયોગ કરે છે. જેમાંથી ૧૭૬ બિલિયન લીટર પાણી બરબાદ થઈ જાય છે.
- જો કોકાકોલામાં કોઈ રંગ મેળવવામાં ન આવે તો તે હકીકતમાં લીલા રંગની હોય.
- કોકાકોલા કંપની માઝા, ફેન્ટા, કોક, કીનલે, સ્પ્રાઇટ, થમ્સ અપ સહીત ૫૦૦ બ્રાન્ડની માલીક છે.
- કોકાકોલા કંપનીનું કહેવું છે કે ધરતી ઉપર એવા બે જ વ્યક્તિ છે જેને કોકાકોલા બનાવવાની હકીકત ફોર્મ્યુલા ખબર છે અને એ બે ક્યારેય પણ એક જહાજમાં મુસાફરી નથી કરતા.
આશા રાખું છું કે તમને અમારી પોસ્ટ કોકાકોલાની વિશે જાણકારી પસંદ આવી હશે. જો હજુ પણ તમે આવી જ માહિતીઓ જાણવા માંગતા હોય તો અમારા આર્ટિક્લ જરૂરથી વાંચતાં રહેજો. આ સિવાય તમે અન્ય કોઈ માહિતી જાણવા માંગતા હોય તો તેના વિશે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો, અમે તેના વિશે વિસ્તૃત માહિતી આપવાનો પ્રયાસ કરીશું.
તમે આ લેખ અમારા ફેસબુક પેજ લાગણીનો સંબંધ ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ સિવાય સમાચાર, આરોગ્યને લગતી માહિતી, રેસીપી, રસપ્રદ માહિતીઓ, બોલિવૂડના સમાચાર તથા અન્ય માહિતીઓ મેળવવા માટે અમારું પેજ લાગણીનો સંબંધ જરૂરથી લાઈક કરજો.