નકલી સમાન વેંચવા માટે ક્લબ ફેક્ટરી વિરુધ્ધ નોંધવામાં આવી FIR

0
241
views

ચીની ઇ-કોમર્સ કંપની ક્લબ ફેક્ટરી ના માલિકો જિયાલૂન લી, ગર્વિત અગ્રવાલ અને સીએફઓ અશ્વિની રસ્તોગી વિરુદ્ધ પ્રસિદ્ધ બ્રાન્ડનો નકલી સામાન વેચવા માટે આઈપીસીની કલમ ૪૨૦ અને ૪૦૬ અંતર્ગત છેતરપિંડી કરવાને લઈને ફરિયાદ નોંધવામાં આવી છે. આ ફરિયાદ લખનઉના નિવાસી આલોક કક્કડે વઝીરાબાદ પોલીસ સ્ટેશનમાં કરાવી હતી. ફરિયાદમાં તેઓએ કહ્યું છે કે ક્લબ ફેક્ટરી લોકપ્રિય બ્રાન્ડ ઉપર ભારે ડિસ્કાઉન્ટની જાહેરાત આપીને ષડયંત્ર કરીને ગ્રાહકોને નકલી સામાન આપેલ છે.

ફરિયાદ કરતા એ ક્લબ ફેક્ટરી માંથી ટાઇટન ઘડિયાલ ખરીદી હતી, જેના પર ૮૬% સુધીનું ડિસ્કાઉન્ટ હતું અને રે-બેન ના બે ગ્લાસ ઓર્ડર કર્યા હતા, જેના પર ૯૦% સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું હતું. તેઓને ૨૫ નવેમ્બરના રોજ પોતાનો ઓર્ડર મળ્યો, જેને ખોલવા પર તેઓને માલૂમ પડ્યું કે ઓર્ડર આપવામાં આવેલ બન્ને સામાન નકલી છે. ત્યારબાદ તેઓએ કંપની દ્વારા આપવામાં આવેલ ટોલ ફ્રી નંબર પર સંપર્ક કરવાની કોશિશ કરી, જો કે અહીંયા તેઓને કોઇ સ્પષ્ટ જાણકારી મળી નહીં.

વળી ક્લબ ફેક્ટરી ની વેબસાઈટ પર ટ્રેલર નું નામ મહાકાલ એન્ટરપ્રાઇઝ અને પરફેક્ટ ટાઇમ્સ આપવામાં આવેલ હતું. ફરિયાદ કરતા એ કંપનીને ઇનવોઈસ ની એક નકલ માટે ઇમેલ કર્યો હતો, પરંતુ તેઓને ઇન્વોઇસ ની કોપી આપવામાં આવી નહીં. ક્લબ ફેક્ટરી તરફથી કોઈ પ્રતિક્રિયા નહીં મળવા પર ફરિયાદ કરતા એ ટાઇટન અને રે-બેન ના કસ્ટમર કેર સાથે સંપર્ક કર્યો. ત્યારબાદ તેઓને માલૂમ પડ્યું કે આ બંને કંપનીઓનું ક્લબ ફેક્ટરી સાથે કોઈ સંબંધ નથી અને તેઓ પોતાનો સામાન ક્લબ ફેક્ટરી દ્વારા વેંચતા નથી.

કક્કડે પોતાની ફરિયાદમાં એવું પણ જણાવ્યું હતું કે ક્લબ ફેક્ટરી ના ટોલ ફ્રી નંબર પર બીજી વાર વાત કરવા પર તેઓના પ્રતિનિધિઓએ સમસ્યાનું સમાધાન કરવાને બદલે તેઓને ધમકી આપી હતી. ફરિયાદ કરતા એ કંપની તરફથી આપવામાં આવેલ આપરાધિક ધમકી સંબંધિત આઈપીસી કલમ ૫૦૬ અંતર્ગત પણ કંપની વિરુદ્ધ ફરિયાદ નોંધાવેલ છે.

એફઆઇઆરમાં કંપનીના બે નિર્દેશકો જિયાલૂન લી અને ગર્વિત અગ્રવાલ તથા કંપનીના સીએફઓ અશ્વિની રસ્તોગી અને ક્લબ ફેક્ટરીના ફરિયાદ અધિકારી વિરુધ્ધ આઇપીસીની કલમ ૪૨૦, ૪૦૬, ૫૦૬ અને ૧૨૦-બી અંતર્ગત છેતરપિંડી અપરાધિક ષડયંત્ર અને અપરાધિક ધમકી આપવાના ગુના હેઠળ ફરિયાદ નોંધી હતી. પોલીસ અધિકારીઓએ કહ્યું હતું કે આ બાબતની આગળની તપાસ થઇ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here