સિનેમા હોલ, દર્શકો અથવા ગ્રાહકોને નાસ્તો અને પાણીની બોટલ અંદર લઇ જવા પર પ્રતિબંધ લગાવી શકતો નથી. જો કોઈ સિનેમાહોલ અથવા મલ્ટિપ્લેક્સ આવું કરે છે તો તેના વિરુદ્ધ મેટ્રોલોજી વિભાગમાં ફરિયાદ કરી શકાય છે. આ ખુલાસો તેલંગાણાની એક આરટીઆઇમાં થયો હતો.
તમે લોકો જ્યારે સિનેમા હોલની અંદર જાઓ છો તો સિક્યુરિટી ના નામ પર તમારું લંચ બોક્સ તથા પાણી ની બોટલ જમા કરી લેવામાં આવે છે. પછી તમને 70 રૂપિયાની પાણીની બોટલ અને ૪૦૦ રૂપિયાનો પોપકોર્ન વાળો કોમ્બો ખરીદવો પડે છે. અને જો ફેમિલી સાથે ગયા તો મહિના ભરનું બજેટ ગડબડ થઈ જાય છે. મારા એક મિત્રે મજાકમાં કહ્યું હતું કે હવે પોપકોર્ન માટે પણ લોન લેવી પડશે.
આરટીઆઈના જવાબમાં હૈદરાબાદ પોલીસ કમિશનર, અંજની કુમારે જણાવ્યું હતું કે “સિનેમા રેગ્યુલેશન એક્ટ ૧૯૫૫” અંતર્ગત સિનેમા હોલ, દર્શકોને સ્નેક બોક્સ અથવા પાણીની બોટલ અંદર લઇ જવા પર પ્રતિબંધ લગાવી શકતું નથી. આ સિવાય આ આરટીઆઇમાં અમુક ચીજો ના પણ જવાબ મળ્યા છે. જેમકે 3D ચશ્મા માટે સિનેમાહોલ અલગથી ચાર્જર લઇ શકતું નથી. વળી તમે જે નાસ્તો અથવા પાણી અંદરથી ખરીદો છો તેનું બીલ જરૂર મળવું જોઈએ.
કોણ છે આરટીઆઇ એક્ટિવિસ્ટ
વિજય ગોપાલ હૈદરાબાદ એક્ટિવિસ્ટ છે. તેઓએ એક આરટીઆઈ માં આ વાતનો ખુલાસો કર્યો હતો. બે વર્ષ પહેલા સિનેમા હોલની એક ગડબડી વિજયની સજાગતાને કારણે સામે આવી હતી. વિજય એક મલ્ટીપ્લેક્સમાં જોયું કે પાણીની બોટલ માટે વધારે ચાર્જ લેવામાં આવી રહ્યો છે તો તેઓ કન્ઝ્યુમર ફોરમમાં ગયા. આ કેસમાં વિજયને જીત મળી અને મલ્ટીપ્લેક્ષે ૬ હજાર રૂપિયા વિજયને દંડના સ્વરૂપમાં આપવા પડ્યા.
પોતાના રાજ્યનો નિયમ જાણો
આ તો તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં નિયમ છે, જેના અંતર્ગત સિનેમા હોલમાં પાણી અને ખોરાક લઈ જવાની છૂટ આપવામાં આવેલ છે. તમે પણ પોતાના રાજ્યનો નિયમ આરટીઆઇ દાખલ કરીને જાણી શકો છો. તમારા રાજ્યમાં પણ આવો કોઈ નિયમ જરૂર હશે.