ચોરી થયેલા મોબાઇલ ફોનને તુરંત બંધ કરી શકશો, શરૂ કરવામાં આવી નવી સેવા

0
556
views

કેન્દ્રીય દૂર સંચાર મંત્રી રવિશંકર પ્રસાદે ચોરી થયેલા મોબાઇલને બ્લોક અને ટ્રેક કરવાવાળો વેબ પોર્ટલની શરૂઆત દિલ્હીમાં કરી દીધી હતી. આ વેબપોર્ટલના પાઇલટ પ્રોજેક્ટના આધાર પર મુંબઈમાં શરૂઆત કરવામાં આવી હતી અને જ્યાં સફળતા મળ્યા બાદ દિલ્હીમાં શરૂ કરવામાં આવેલ છે.

એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે ગ્રાહકો ચોરી થયેલ મોબાઇલને ટ્રેક કરવામાં મદદ સંબંધિત સુચના પોલીસ સાથે શેયર કરી શકે છે. ગુમ થયેલ ફોન અથવા ચોરી થવાની ઘટનાઓ પર લગામ લગાવવા માટે કેન્દ્ર સરકારે દૂરસંચાર વિભાગ સાથે મળીને સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજીસ્ટર (સીઈઆઈઆર) પ્રોજેક્ટ શરૂ કર્યો છે.

આ પ્રોજેક્ટ અંતર્ગત દેશના બધા જ ફીચર અને સ્માર્ટફોન ના ૧૫ આંકડાનો ઇન્ટરનેશનલ મોબાઇલ ઈક્વિપમેંટ આઇડેનટિટિ (IMEI) નંબર એક રજિસ્ટરમાં નોંધવામાં આવી રહ્યો છે. જો ફોન ચોરી થઈ જાય છે અથવા ખોવાઈ જાય છે તો ગ્રાહક પોલીસ પાસે જઈને ફરિયાદ કર્યા બાદ દૂર સંચાર વિભાગના હેલ્પ લાઈન નંબર ૧૪૪૨૨ પર કોલ કરીને પોતાની ફરિયાદ નોંધાવી શકે છે.

ત્યારબાદ દૂરસંચાર વિભાગ તે ફોનને આઇએમઇઆઇ નંબર ના આધાર પર બ્લોક કરી દેશે. ત્યારબાદ પોલીસ વેબપોર્ટલની મદદથી ફોનને ટ્રેક કરી શકશે. સૂત્રો અનુસાર સીઇઆઇઆર પ્રોજેક્ટ અને સમગ્ર દેશમાં ચરણ બધ્ધ રીતે લાગુ કરવામાં આવશે.

સીઇઆઈઆર પ્રોજેક્ટના મુખ્ય ઉદ્દેશ્ય

  • આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય ફોનની ચોરીની ઘટનાઓમાં ઘટાડો લાવવાનો અને ચોરી કરવામાં આવેલ છે બધા જ ફોન નેટવર્ક પર બ્લોક કરવાનો છે.
  • આ પ્રોજેક્ટ અંતર્ગત ખોવાયેલા અથવા ચોરી થયેલા મોબાઇલ ફોનને આઇએમઇઆઇ દ્વારા ટ્રેક કરીને ફરીથી તેની જાણકારી મેળવી શકાય છે.
  • ચોરી થયેલો મોબાઇલનો ઉપયોગ રોકવા અને ચોરી થયેલા મોબાઇલને નકલી આઇએમઇઆઇ દ્વારા ચલાવવા પર રોક લગાવવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here