મોબાઈલ ની આદત આપણને બીમાર બનાવી રહી છે. જો આવી રીતે જ આપણે સ્માર્ટફોનમાં ડૂબેલા રહ્યા તો આવનાર સમયમાં આ આદત આપણા માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ અસર કરશે. આજે આપણે ભારતીય સરેરાશ વર્ષના ૧૮૦૦ કલાક અથવા પોતાના વર્કિંગ અવર્સ વર્ષનો ત્રીજા ભાગનો હિસ્સો મોબાઇલ ફોનના આપી રહ્યા છીએ. એક સર્વેમાં આ વાતનો ખુલાસો થયો હતો.
ચાઈનીઝ સ્માર્ટફોન વીવી અને સાઇબર મીડિયા રિસર્ચ (સીએમઆર) ના જોઈન્ટ સર્વેમાં ભાગ લેનાર અડધાથી પણ વધારે લોકોએ એ વાતનો સ્વીકાર કર્યો હતો કે તેમને મોબાઇલની આદત એટલી ખરાબ રીતે લાગી ગઈ છે કે તેઓ મોબાઈલ વગર રહી શકતા નથી. તે લોકોએ પોતાના સોશિયલ હેન્ડલ થી ક્યારેય મોબાઈલ સ્વીચ ઓફ કરવાનો પ્રયાસ કર્યો નથી. જ્યારે લગભગ બધા લોકોએ એ વાતને માની હતી કે તેઓએ પોતાના મિત્રો અને સંબંધીઓ સાથે વર્ચ્યુઅલ વાતચીત કરે છે.
મોબાઈલની આદતને લીધે મમ્મી-પાપા નથી બોલી શકતો માસુમ બાળક
સીએમઆર માં ઇન્ડસ્ટ્રી ઇન્ટેલિજન્સ ગ્રૂપ હેડ પ્રભુ રામે કહ્યું હતું કે, “સર્વે અનુસાર સ્માર્ટફોનનો ઉપયોગ વધી રહ્યો છે. સ્માર્ટફોન લોકો દ્વારા ઉપયોગ કરવામાં આવતી પ્રમુખ ડિવાઇસ બની રહી છે. જોકે લોકોએ એ વાત સમજી હતી કે થોડા સમય માટે ફોન સ્વીચ ઓફ રાખવાથી તેમના સ્વાસ્થ્યમાં ફાયદો થશે.”
સર્વેમાં ત્રણમાંથી એક વ્યક્તિએ માન્યું હતું કે તે ફોન ચેક કર્યા વગર પોતાના મિત્રો અને પરિવારના સદસ્યો સાથે સતત પાંચ મિનિટ સુધી વાતચીત પણ કરી શકતા નથી. પાંચમાંથી ત્રણ લોકોએ માન્યું હતું કે મોબાઇલ ફોનથી અલગ લાઈફ હોવી ખૂબ જ જરૂરી છે. ખુશહાલ પૂર્વક જિંદગી પસાર કરવા માટે મોબાઈલનો અપેક્ષાકૃત ઓછો ઉપયોગ જરૂરી છે. સર્વેમાં દેશના ૮ પ્રમુખ શહેરોમાં લોકો સાથે વાતચીત કરવામાં આવી હતી. સાથોસાથ ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર પણ લોકોની પ્રતિક્રિયા લેવામાં આવી હતી. ભાગ લેવા વાળા ૨૦૦૦ લોકોમાં ૩૬% મહિલાઓ અને ૬૪% પુરુષો હતા.