ચાવી નહીં મંત્રોથી ખુલે છે વિષ્ણુ ભગવાનના આ મંદિરનો દરવાજો

0
665
views

કેરળ રાજ્ય પોતાના પ્રાકૃતિક સૌંદર્યને લઈને ખૂબ જ મશહૂર છે. ત્યાં તિરુવનંતપુરમ્ માં પદ્મનાથ સ્વામી મંદિર પ્રસિદ્ધ છે દુનિયાના અમુક રહસ્યમય જગ્યા માંથી આ એક છે અહીં દેશ-વિદેશથી લોકો દર્શન માટે આવે છે. ભગવાન વિષ્ણુને સમર્પિત આ મંદિરમાં હિન્દુ ધર્મમાં આસ્થા રાખવાવાળા જઈ શકે છે અને ત્યાં જવા માટે એક ખાસ પ્રકારના વસ્ત્ર અને ધારણ કરવું જરૂરી છે તે ઉપરાંત આ મંદિરના દરવાજા અને સુપ્રીમ કોર્ટના સમર્થનથી ખોલવામાં આવે છે. જેમાં તેના છ દરવાજા ખોલી નહીં 1,32,000 ની સંપતિ મળી ચૂકી છે પરંતુ 7 માં દરવાજાને હજુ સુધી ખોલવામાં આવ્યો નથી.

અહીં એવા દરવાજા છે જેની કોઈ ખોલી નથી શક્યો. મંદિરના ગર્ભગૃહમાં ભગવાન વિષ્ણુની એક મૂર્તિ બિરાજમાન છે અને તેનાથી તેની દેશમાં વૈષ્ણવ મંદિરમાં ખાસ ગણતરી થાય છે. પરંતુ વિશ્વનો આ મંદિર ખૂબ જ રહસ્યમય છે. ત્યાં એક દરવાજો છે અને તેવું માનવામાં આવે છે કે તે કોઈ સિદ્ધ પુરુષ જ ખોલી શકે છે. પરંતુ હજુ સુધી કોઈ તેને ખોલી નથી શક્યો અને ત્યાં એવી માન્યતા છે કે આ દરવાજો ભગવાન સુધી જાય છે પરંતુ તેનું રહસ્ય આજ સુધી ખોલી નથી.

અહીં ત્યાં બે લાખ કરોડનું સોનું છે તેવું કહેવામાં આવે છે. આ મંદિરના ખજાનામાં ૨ લાખ કરોડનો છે પરંતુ ઇતિહાસકારો દ્વારા કહેવું છે કે તેની અનુમાનિત રાશિ તેનાથી દશ ઘણી વધારે હશે. આ ખજાનામાં ચેન, સોનુ, ચાંદી, હીરા, પન્ના, રુબી બીજા કીમતી પથ્થર સોનાની મૂર્તિ ઓ અને તેના સિવાય ઘણી કીમતી વસ્તુઓ છે જેને કહેવું જેની કિંમત લગાવી ખૂબ મુશ્કેલ છે. કહેવામાં આવે છે કે કળીયુગના પહેલા દિવસે આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી.

માન્યતા અનુસાર સોળમી સદીના ત્રાવણકોરના રાજાએ મંદિરમાં પદ્મનાથ સ્વામીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. જ્યારે ઇતિહાસકારો બતાવે છે કે અહીં તેની કોઈ ઠોસ જાણકારી નથી. આ રહસ્યમય મંદિરની પાંચ હજાર વર્ષ પહેલા કળિયુગના પહેલા દિવસે સ્થાપના થયેલી તેવી કહાની ચાલતી આવે છે. અને ત્રાવણકોર રાજાએ સંપૂર્ણ રીતે પોતાનો જીવન અને સંપત્તિ ભગવાનને સોંપી દીધું. હાલ ની પરિસ્થિતિ માં મંદિરને દેખરેખનું કાર્ય શાહી પરિવારના આધીન એક પ્રાઇવેટ ટ્રસ્ટ સંભાળે છે.

લોક માન્યતા અનુસાર છઠ્ઠી સદીમાં ત્રાવણકોરના મહારાજા એ આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું અને પોતાના ખજાનાને મંદિરની દિવાલો માં છુપાવ્યો હતો ત્યારબાદ સો વર્ષ સુધી કોઈએ પણ તે મંદિરના દરવાજા ને ખોલવાની હિંમત ના કરી અને ત્યારબાદ તેને શાપિત માનવામાં આવે છે કથાઓ અનુસાર એક વખત ખજાનાની શોધ કરતાં કોઈએ સાતમો દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો તો સાપના કરડવાથી તેનું મૃત્યુ થઈ ગયું.

સાતમો દરવાજો ખોલવા થી આવી શકે છે પ્રલય

એવી માન્યતા છે કે મંદિરનો સાતમો દરવાજો મંત્રોચ્ચાર દ્વારા જ ખોલી શકાય છે. કોઈપણ આધુનીક ટેકનોલોજી કે કોઈ માણસ દ્વારા તે મંદિર ખોલવામાં આવે તો આ મંદિર નષ્ટ થઈ શકે છે અને તેનાથી ભારે પ્રલય પણ આવી શકે છે. આ દરવાજો સ્ટીલ નો બનેલો છે અને તેની ઉપર બે સાપ બનાવેલા છે જે આ દરવાજાની રક્ષા કરે છે.

એવું કહેવામાં આવે છે કે આ દરવાજાને નાગબંધમ કે નાગ પાશમ મંત્રોનો પ્રયોગ કરીને બંધ કરવામાં આવ્યો છે. તેથી તેની સિદ્ધિઓ સાથે જ માત્ર ગરુડ મંત્ર સ્પષ્ટ અને સટીક મંત્રોચ્ચાર કરીને તે દરવાજાની ખોલી શકાય છે અને જો તેમાં કોઈ ભૂલ આવે તો મૃત્યુ નિશ્ચિત માનવામાં આવે છે.

એ પણ જણાવવામાં આવી છે કે ભારત તો શું દુનિયાના કોઈ પણ ખૂણામાં તેવો કોઇ સિધ્ધ પુરુષ નથી મળ્યો જે આ મંદિરની ગુત્થી ઉકેલી શકે. વૈદિક સાધના કરવા વાળા ઘણા સાધુઓએ તેને પહેલા ખોલવાના પ્રયાસો કર્યા પરંતુ તેમને સફળતા ન મળી. અને તેથી અત્યાર સુધી આ મંદિર નો સાતમો દરવાજો રહસ્યમય બની રહ્યો છે. તેની અંદર ભલે ગમે તેટલો ખજાનો હોય પરંતુ એટલું જરૂરી છે કે આ દરવાજો કોઈ અજુબા પહેલી થી કમ નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here