ચાઉમીન ખાવાથી ત્રણ વર્ષના બાળકના ફેફસા ફાટી ગયા, કારણ દરેક માતા-પિતાએ જાણવું જોઈએ

0
6802
views

અવાર-નવાર ઘરના સભ્યો બહારની વસ્તુઓ ખાવાની મનાઈ કરે છે. કહી પણ છે કે બહારની વસ્તુઓ ના ખાઓ, નહિતર બીમાર પડી જશો. પણ ક્યારેક કોઈએ પણ બહારની વસ્તુઓ ના ખાવાનું કહેતી વખતે એવું નહીં કહેલ હોય કે, “બહારનું ના ખાવું નહીં તો ફેફસા ફાટી જશે”. પરંતુ કદાચ હવે આવું કહેવામાં આવી શકે છે કારણ કે આવી જ એક ઘટના સાંભળવા મળેલ છે.

હરિયાણામાં એક યમુનાનગર ગામ આવેલ છે. ત્યાં ઉસ્માન નામનો એક ત્રણ વર્ષનું બાળક રહે છે. જેના ફેફસા ચાઉમીન ખાવાથી ફાટી ગયા હતા. એટલે કે હવે તેને શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી છે. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો. જ્યાં તેનો આયુષ્માન ભારત યોજના થી ઇલાજ થયેલ છે.

હવે જાણો આ બધું કેવી રીતે થયું

ઉસ્માન પોતાના પિતા મંજુર હસન સાથે જામીન ખાવા માટે ગયો. મંજૂર હસને તેને એક રેકડી માંથી ચાઉમીન ખરીદીને આપ્યું. ઉસ્માને ચાઉમીન પર સોસ નાખીને ખાવાનું પણ શરૂ કરી દીધું. આ દરમિયાન સોસના થોડા છાંટા મંજૂર હસન એટલે કે ઉસ્માનના પિતાના હાથ પર પડ્યા. હાથ પર પડ્યા બાદ શું થયું તે વાત અમે આગળ ક્લિયર કરીશું. હવે ઉસ્માને જમીન ખાઇ લીધા બાદ થોડા સમય પછી તેની તબિયત ખરાબ થવા લાગી. તેને શ્વાસ લેવામાં પરેશાની થવા લાગી. મંજુર હસન આ જોઇને પરેશાન થઇ ગયા.

તાત્કાલિક તેઓ તેને લઈને એક લોકલ ડોક્ટર પાસે ગયા. ત્યાં કંઈ પરિણામ ના આવ્યું. ઉસ્માન નું શરીર કાળુ પડવા લાગ્યું, ત્યારે તેના પિતા તેને ગાબા હોસ્પિટલમાં લઇ ને ગયા. ત્યાંના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર નિખિલ આ કેસ હાથમાં લીધો. ઉસ્માન તે સમયે ધીરે ધીરે શ્વાસ લઈ રહ્યો હતો. એટલે કે બ્લડ પ્રેશર ઓછું થઈ ગયું હતું. તેની નાડી પણ ડોક્ટરોના પકડમાં આવી રહેલ ન હતી. પછી ડૉક્ટરોએ ઉસ્માન નો એક્સ-રે કર્યો. તેના રિપોર્ટ આવ્યા ત્યારે વાત સ્પષ્ટ થઈ. ખબર પડી કે ઉસ્માન ની આ હાલત એક એસિડ ના લીધે થઈ હતી. સાથોસાથ તેના ઘણા અંગો પણ ખરાબ થઇ ચૂક્યા હતા. હવે ઈલાજ શરૂ કરવામાં આવ્યો.

ઉષ્માના પિતા પર ચાઉમીન નો સોસ પડ્યો હતો. એ તમને અમે ઉપર જણાવ્યું હતું. અમે આ વાત એટલા માટે જણાવી રહ્યા છીએ કારણ કે જ્યારે સોસ પડ્યો હતો ત્યારે મંજૂર હસન ના હાથ પર બળતરા થવા લાગી હતી. તેનું કારણ હતું એસિટીક એસિડ એટલે કે ફૂડ એસિડ. જેના કારણે ઉસ્માન ના અંગો ખરાબ થઇ ગયા હતા.

એસિડ ના લીધે ઉસ્માનના ફેફસાની નળીઓ ખરાબ થઈ ગઈ હતી. ફેફસા એ કામ કરવાનું બંધ કરી દીધું હતું. જેવી રીતે ન્યુમોનિયા માં ઓક્સિજનની કમી અને શરીર લીલું થવા લાગે છે અને શ્વાસ લેવામાં તકલીફ પડે છે કંઇક એવું જ ઉસ્માન સાથે થયું હતું. ડોક્ટરનું કહેવું છે કે બાળક નાનું છે એટલા માટે તેના સ્વાસ્થ્ય વિશે કંઈ પણ અત્યારે કહી શકાય નહીં. ફેફસા પૂર્ણ રીતે સ્વસ્થ થશે અથવા તો બાદમાં પ્રોબ્લેમ આવશે. આ બધું આવનારા સમયમાં જ ખ્યાલ આવશે.

જોકે એસિટિક એસિડ થી ખતરો થવાની કોઈ વાત નથી હોતી. મોટાભાગે ખાવાની ચીજોમાં સ્વાદ લાવવા માટે તેને ભેળવવામાં આવે છે. પરંતુ વધારે પડતું ઉમેરવાથી ખતરો જરૂર બની શકે છે. જેનું પરિણામ આપણે ઉસ્માન પર જોયું.

આ બાબતની વધારે જાણકારી માટે ડૉક્ટર સાથે વાત કરવામાં આવી તો તેમણે જણાવ્યું કે, “આપણા શરીરમાં શ્વાસ લેવા માટે અને ખાવા માટે બે અલગ નળીઓ હોય છે. જેવી રીતે એક બેઝીન માં પાણી આવવા માટે અને પાણીના નિકાલ માટે બે પાઇપ હોય છે, એવી જ રીતે આપણ બે અલગ અલગ નળીઓ હોય છે. ઘણી વાર ખાવાનું જલ્દી જલ્દી ખાવાથી ખોરાક શ્વાસ લેવાની નળીમાં ચાલ્યો જાય છે, જેના લીધે પરેશાની થાય છે. આવું જ કંઇક ઉસ્માન સાથે થયું હતું, તેનો ખોરાક શ્વાસ લેવાની નળીમાં ચાલ્યો ગયો હતો. જેના લીધે ઉસ્માનના ફેફસા પર અસર પડી.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here