ચાણક્ય નીતિ : આ બાબતોને ગુપ્ત રાખવી જોઈએ, અન્ય વ્યક્તિને કહેવાથી પરેશાનીઓ વધી જાય છે

0
810
views

આચાર્ય ચાણક્યને એક લોકપ્રિય શિક્ષક, દાર્શનિક, અર્થશાસ્ત્રી, ન્યાયવિદ અને શાહી સલાહકારના રૂપમાં માનવામાં આવે છે. આચાર્ય ચાણક્ય પાટલીપુત્રના એક મહાન વિદ્નાન હતા. આટલા મોટા સામ્રાજ્યના મંત્રી હોવા છતાં પણ એક સાધારણ મકાનમાં રહેવું પસંદ કરતા હતા અને તેમને ખૂબ જ સાદું જીવન જીવવું પસંદ હતું. ચાણક્યને પોતાના જીવનમાં મળેલા અનુભવ ને એક પુસ્તક “ચાણક્ય નીતિ” માં જગ્યા આપી છે.

ચાણક્ય નીતિમાં અમુક એવી વાતોનો ઉલ્લેખ કર્યો છે જેનો અમલ કરવાથી વ્યક્તિ જરૂરથી સફળ થાય છે. તે પુસ્તકમાં અમુક એવી વાતો જણાવી છે કે તે ભૂલથી પણ કોઈની સામે ના કહેવી. ચાણક્ય નીતિની તે કઈ વાતો છે તેના વિશે આજે જણાવીશું.

યાદ રાખવી ચાણક્યની આ નીતિઓ

ચાણક્ય નીતિમાં જણાવ્યું છે કે જે વ્યક્તિ સાંભળવામાં ધીરજ રાખે છે, તેને ધર્મનું જ્ઞાન હોય છે. તેના મનનો દ્વેષ દૂર થાય છે અને સાથે જ્ઞાનની પણ પ્રાપ્તિ થાય છે. એટલું જ નહીં મોહમાયાથી પણ તેનું મન ઊઠી જાય છે.

ચાણક્ય નીતિમાં કહેવામાં આવ્યું છે કે માણસને જીવનભર કંઈકને કંઈક શીખતા રહેવું જોઈએ. શીખવાની પ્રક્રિયા ક્યારેય પૂરી નથી થતી માણસથી લઇને પશુઓ સુધી કઈ કંઈક શીખવા મળે છે.

અમુક લોકોની આદત હોય છે કે તે પોતાની ધન-દોલત વિશે ખૂબ જ વાતો કરે છે. પરંતુ ચાણક્ય અનુસાર માણસે પોતાની ધનસંપત્તિની વાતો બીજા સામે કરવી જોઈએ નહીં. તમારી પાસે કેટલી ધન સંપત્તિ છે તેની જાણકારી માત્ર તમને જ હોવી જોઈએ. જો તમે આ વાત બીજાને કરો છો તો તમારી ધન-સંપત્તિને નજર લાગી શકે છે અને જેનું તમને ગર્વ હોય છે તે તમને ગરીબ પણ બનાવી શકે છે.

ચાણક્ય નીતિ અનુસાર આપવામાં આવેલું દાન કોઈને કહેવું નહીં. જો તમે કોઈને દાન કર્યું હોય તો તે વાત કોઈને કહેવી નહિ. તે માત્ર પોતાના માટે જ સીમિત રાખવી. જો તમે તે વાત બધાને કરો છો તો તમારા દ્વારા કરવામાં આવેલું દાન વ્યર્થ જાય છે. આ વાત બધાને કરતા રહેવાથી તેનું કોઈ મૂલ્ય નથી રહેતું, તેના લીધે દાનને હમેશા ગુપ્ત રાખવું જોઈએ.

ચાણક્યનીતિ એ પણ કહેવામાં આવ્યું છે કે પરિવારમાં તમારો કોઈના જોડે ઝઘડો થયો હોય તો તે વાત તમારા પૂરતી જ રાખવી તે કોઈને કહેવું નહીં. પરિવારના ઝગડા સામાન્ય હોય છે અને થોડાક સમયમાં તે ઝગડા પુરા પણ થઈ જાય છે. આ વાત જો તમે બીજાને કરો છો તો તે તમારા દુશ્મન સુધી આ વાત પહોંચાડે છે અને તે તેનો ફાયદો સરળતાથી ઉઠાવે છે.

ચાણક્યનીતિમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ક્યારેય જ્ઞાન લેવામાં શરમ કરવી નહીં. જ્ઞાનને મેળવવાની વાતમાં તમારે બેશરમ થઇ જવું. આ વાતમાં તમારે તમારા દુશ્મનો સાથે પણ શરમાવું નહીં. જ્ઞાન જેટલું વધારે મળે છે એટલું વધુ કામ આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here