નવા મોટર વાહન અધિનિયમ હેઠળ, ટ્રાફિક નિયમોના ભંગ બદલ દંડની રકમમાં અનેકગણો વધારો થયો છે. નિયમોની વાત કરીએ તો, ચપ્પલ અથવા સેન્ડલ પહેરીને ટુ-વ્હીલર ચલાવવું એ ટ્રાફિકના નિયમની વિરુદ્ધ છે અને આ નિયમ ખૂબ જૂનો છે.
ટ્રાફિક વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ આ નિયમ જૂનો છે પરંતુ તેનું કડક પાલન કરવામાં આવ્યું નથી. નવા નિયમ આવ્યા બાદ બાઇક ઉપર સેન્ડલ અથવા ચપ્પલ પહેરેતા પણ ચલણ લગાવાશે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે આ નિયમ જૂનો છે. જે હવે નવા કાયદા કડક હોવાથી તેનો કડક અમલ કરવામાં આવશે. ચપ્પલ અથવા સેન્ડલ પહેરેલા બાઇક સવારના ચલણ કાપવામાં આવશે અને દંડ વસૂલવામાં આવશે.
વિપક્ષે સરકારને સરકારના નવા નિયમ આડે હાથે લીધા છે. સમાજવાદી પાર્ટીના પ્રવક્તાએ કહ્યું છે કે “મોદી, યોગી રાજમાં સૂટ બૂટ પહેરીને બાઇક ચલાવવી પડશે નહીં તો જોગી બાબાની પોલીસ હજારો રૂપિયાનું ચલાણ કાપી નાખશે.”
હકીકતમાં, નવો કાયદો લાગુ થયા બાદથી લોકો શંકાના ભોગ બન્યા છે કે ચપ્પલ અથવા સેન્ડલ પહેરીને બાઇક ચલાવવું ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન છે કે નહીં, પરંતુ દરેકને ખબર હોવી જોઇએ કે ટ્રાફિક વિભાગ મુજબ, ચપ્પલ પહેરીને બાઇક ચલાવવું એ નિયમની વિરુદ્ધ છે.