દરેક વ્યક્તિને ચમકતા મોતી જેવા દાંત કરવાની ઈચ્છા હોય છે. પરંતુ ઘણા લોકો ખૂબ જ પીડા હોય છે અને પોતાના દાંતની પીડા પણ દૂર કરવા માટે અનેક પ્રકારના ટૂથપેસ્ટનો પ્રયોગ કરે છે. પરંતુ ત્યારબાદ પણ પીળા દાંતની સમસ્યા માંથી છૂટકારો મળતો નથી. જો તમારાં દાંત પીળા હોય તો અને અનેક પ્રયત્નો કર્યા પછી પણ સફેદ ના થતા હોય તો આજે તમને એવા ઉપાયો જણાવીશું કે તેની મદદથી પીળા દાંત એકદમ મોતી જેવા સફેદ થઇ જશે.
કેમ થાય છે પીળા દાંત
જે લોકો પોતાના દાંતની સારી રીતે દેખભાળ નથી કરતા અને જમ્યા પછી બ્રશ નથી કરતા તે લોકોના દાંત જલ્દી પીળા થઈ જાય છે. તે ઉપરાંત જે લોકો તંબાકુ, સિગરેટ, ચા-કોફી વગેરેનું વધુ પ્રમાણમાં સેવન કરે છે તે લોકોના દાંત પણ પીળા થઈ જાય છે. જેને આ લેખમાં દર્શાવવામાં આવેલ રીતોથી દાંતની પીળાશ દૂર કરી શકાય છે.
લીંબુનો રસ
પીળા દાંત દૂર કરવા માટે લીંબુનો રસ લગાવો. લીંબુનો રસ લગાવવાથી દાંત એકદમ સાફ થઈ જશે અને તેની ઉપર રહેલી પીળાશ દૂર થઈ જશે. ૧ લીંબુને લઈને તેને નીચોવી તેનો રસ કોઈ રૂની મદદથી દાંત પર લગાવો. દાંત ઉપર હાથ લગાવ્યા બાદ 15 મિનિટ સુધી તેને એમ જ રાખવું અને સુકાઈ જાય ત્યારબાદ તે દાંતને સાફ કરી લેવા. આમ કરવાથી દાંત એકદમ સાફ થઈ જશે અને પીળાશ દૂર થઈ જશે.
ગાજર ખાવું
ગાજરની મદદથી દાંતો પર રહેલી પીળાશ દૂર કરી શકાય છે. તેથી ગાજરનું સેવન કરવું અને ગાજરને ચાવીને ખાવું. ગાજર ખાવાથી દાંતોમાં રહેલી પીડાશ દૂર થઈ જશે અને દાંત મજબૂત પણ થઇ જશે.
સફરજનનો રસ
સફરજનનો રસ દાંતમાં રહેલી પીળાશને દૂર કરવામાં સારો સાબિત થાય છે અને તેને દાંત પર લગાડવાથી દાંત એકદમ સફેદ થઇ જશે. તેથી તમે દાંત ઉપર સફરજનના રસને પણ લગાવી શકો છો. સફરજનનો રસ તમને સરળતાથી બજારમાં મળી જશે અને તેને રૂની મદદથી દાંતો પર લગાવો અને ત્યાર પછી ટૂથપેસ્ટ થી દાંત સાફ કરવા આવું કરવાથી તમારા દાંતમાં ચમક પાછી આવી જશે.
કેળાની છાલ લગાવવી
કેળાની છાલની મદદથી પણ દાંતને સફેદ કરી શકાય છે. કેળાની છાલને લઈ અને તેને દાંત પર સારી રીતે ઘસવી. રોજ એક અઠવાડિયા સુધી આવું કરવાથી તમારા દાંત સાફ થઇ જશે અને દાંતોમાં રહેલી પીળાશ પણ દૂર થઈ જશે.
લીમડાનું દાતણ કરવું
લીમડાનો દાતણ કરવાથી દાંત સારી રીતે સાફ થઈ જાય છે અને તેમાં રહેલી પીળાશ પણ દૂર થઇ જાય છે. લીમડાનું દાતણ કરવા માટે લીમડાના દાતણ ને સારી રીતે દાંત પર ઘસવા અને તે એક અઠવાડિયા સુધી કરવાથી તમારા દાંત ચમકી જશે અને તેના પર રહેલી પીળાશ દૂર થઈ જશે.
જમ્યા પછી બ્રશ કરવો
ખોરાક લીધા પછી બ્રશ જરૂરથી કરવો કેમ કે ના કરવાના લીધે ખોરાક દાંત ઉપર જ ચોટી રહે છે અને તેના લીધે દાંત પીળા થઇ જાય છે. ઉપર બતાવેલા ઉપાય દાંતને સફેદ કરે છે અને પીળાશ પણ દૂર કરે છે તેથી તે ઉપાયને જરૂરથી કરવા.