શું તમે જાણવા માંગો છો કે બુલેટ પ્રૂફ જેકેટ શેનાથી બને છે? તમે ઘણીવાર મૂવીઝ અથવા ટીવીમાં જોયું હશે કે સૈન્ય ના જવાનો બુલેટપ્રૂફ જેકેટ્સનો ઉપયોગ કરે છે. તેના નામ પર થી જાણી શકાય છે કે તે એક એવું જેકેટ છે જે ગોળીને શરીર ઉપર લાગતા રોકે છે. પરંતુ હવે તમે વિચારી રહ્યા હશો કે બુલેટ પ્રૂફ જેકેટ બનાવવા માટે શેનો ઉપયોગ કરવામાં આવતો હશે. કારણ કે બુલેટ એટલી શક્તિશાળી હોય છે કે તે લોખંડની પણ આરપાર પણ થઈ શકે છે. તમને જણાવી દઈએ કે આજ ના સમય માં એવી ઘણી સામગ્રી મળી આવી છે જે લોખંડ કરતા ઘણી વધુ મજબૂત છે.
બુલેટ પ્રૂફ જેકેટ શેનું બનેલું છે
આપણે બધા જાણીએ છીએ કે બુલેટ પ્રૂફ જેકેટ્સ એ આધુનિક સૈન્યમાં વપરાતા સાધન માં સૌથી મહત્વનું સાધન છે. આ જેકેટ એવી રીતે બનાવવામાં આવે છે કે જો પહેરેલી વ્યક્તિ પર ગોળી ચલાવવામાં આવે તો પણ તેના જીવને જોખમ નથી રહેતું. વિશ્વના લગભગ તમામ દેશોની સેના આ સાધનોનો ઉપયોગ કરે છે.
બુલેટ પ્રૂફ જેકેટ શું છે
બુલેટ પ્રૂફ જેકેટ બનાવવાની સૌથી અગત્યની વસ્તુ કપડુ છે. જે ફાઇબર અથવા ફિલામેન્ટમાંથી બનાવવામાં આવે છે. આ સામગ્રી વજનમાં હળવી પણ ખૂબ મજબૂત હોઈ છે. જેકેટમાં મુખ્ય સામગ્રી છે તે કેવલર તરીકે ઓળખાય છે જે એક પેરા-એરામીડ કૃત્રિમ ફાઇબર છે. કેવલરના ઉત્પાદન માટે પ્રવાહી રાસાયણિક મિશ્રણમાંથી નક્કર થ્રેડ કાંતી ઉત્પન્ન થાય છે. આ જાકીટમાં બીજી મટિરિયલ ડાયનેમા ફાઇબરનો પણ ઉપયોગ થાય છે. તે પોલિઇથિલિન બેઝ દ્વારા બનાવવામાં આવે છે. આ પદાર્થ વજનમાં હલકો અને ખૂબ જ મજબૂત હોય છે.
કેવલર એક સામાન્ય સામગ્રી છે. જેમાંથી બનાવેલ જેકેટને કેવલર જેકેટ કહેવામાં આવે છે. આ સામગ્રીનો ઉપયોગ હેલ્મેટ બનાવવા માટે પણ થાય છે. બુલેટ પ્રૂફ જેકેટ્સ બનાવવા માટે બીજી એક મજબૂત સામગ્રી વેટટ્રેઇનનો પણ ઉપયોગ થાય છે. વેકટ્રેનને કેવલર કરતા પણ મજબૂત માનવામાં આવે છે કારણ કે તે સ્ટીલ કરતા 10 ગણું મજબૂત હોય છે.
બુલેટ પ્રૂફ જેકેટની કિંમત વિશે વાત કરતા, તે તેમાં વપરાયેલી સામગ્રી પર આધારિત છે. જેમ કે અમે તમને કહ્યું છે કે વેટટ્રેન ખૂબ મોંધી સામગ્રી છે. તેનાથી બનેલા જેકેટની કિંમત પણ ઘણી વધારે હોય છે. બુલેટપ્રૂફ જેકેટની કિંમત 40,000 થી 2 લાખ રૂપિયા છે. સામાન્ય બુલેટ-પ્રૂફ જેકેટનું વજન લગભગ 8 કિલો છે. જો કે તેની આધુનિકતા અને વધતી માંગને કારણે ઓછા વજનવાળા જેકેટ્સ બનાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે.
બુલેટ પ્રૂફ જેકેટ્સ કેવી રીતે કાર્ય કરે છે
આ જેકેટમાં મુખ્ય બે લેયર હોય છે પ્રથમ સિરામિક અને બીજો બેલિસ્ટિક સ્તર છે. જ્યારે કોઈ બુલેટ જેકેટને અથડાય છે ત્યારે તે પ્રથમ સિરામિક સ્તરને અથડાય છે. આ સ્તર એટલો મજબૂત છે કે બુલેટનો અણી વાળો ભાગના ટુકડા કરી નાખે છે. જ્યારે બુલેટના ટુકડા થઈ જાય છે, ત્યારે તેની શક્તિ ઓછી થાય જાય છે. તૂટેલી બુલેટ ના ટુકડા જેકેટમાં ફેલાય જાય છે અને તે માંથી મોટી માત્રામાં ઉર્જા નીકળે છે જે બેલિસ્ટિક લેયર માં શોષાય જાય છે. જેથી જેકેટ પહેરનાર વ્યક્તિને ઓછામાં ઓછું નુકસાન થાય છે અને તે સલામત રહે છે.
તો હવે તમેં જાણી ગયા છો કે બુલેટ પ્રૂફ જેકેટ શેનું બનેલું છે અને તમને જણાવી દઈએ કે ભારતમાં પણ બુલેટ પ્રૂફ જેકેટ બનાવવામાં આવી રહ્યા છે. ભારતમાં બનેલા જેકેટ્સનો ઉપયોગ 100 થી વધુ દેશોમાં થઈ રહ્યો છે. બુલેટ પ્રૂફ જેકેટનું નિર્માણ દિલ્હીની બાજુમાં આવેલા ફરીદાબાદમાં કરવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં ફરીદાબાદનો આ વિસ્તાર આ દિશામાં મોટી પ્રગતિ કરી રહ્યો છે.