BSNL દ્વારા રજુ કરવામાં આવ્યા સૌથી સસ્તા પ્લાન, હવે જીયોને આપશે જોરદાર ટક્કર

0
1073
views

સાર્વજનિક ક્ષેત્રની દૂરસંચાર કંપનીઓ ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) ને સરકાર તરફથી રાહત પેકેજ મળવાની ઘોષણા થયા બાદ આક્રમક માર્કેટિંગ રણનીતિ અપનાવી છે. પોતાના પ્રતિસ્પર્ધીઓ રિલાયન્સ જીયો, ભારતી એરટેલ અને વોડાફોન-આઇડિયા ને મજબૂત ટક્કર આપવાના ઉદ્દેશ્યથી બીએસએનએલ દ્વારા માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વિટર પર આકર્ષક સ્લોગન અને બેનર શેયર કર્યું છે, જે ઉપભોક્તાઓને પોતાની તરફ આકર્ષિત કરી રહ્યું છે.

બીએસએનએલ દ્વારા પોતાના ટ્વિટર હેન્ડલ પર એક બેનર શેર કરવામાં આવ્યું હતું, જેમાં લખ્યું હતું કે આંધી કે તુફાન, નફો કે નુકશાન, એક સિમ તમે પણ ખરીદો BSNL 4G, દેશ વ્યાપી નેટવર્ક દરેક સમયે તમારી સાથે.

બીએસએનએલ દ્વારા પોતાના નવા પ્રીપેડ પ્લાન રજૂ કરવામાં આવ્યા છે. જેના વિશે કંપનીએ દાવો કર્યો છે કે આ પ્લાન ઈન્ડસ્ટ્રીમાં અન્ય ટેલિકોમ કંપનીઓની દુનિયામાં સૌથી સસ્તા છે અને બીએસએનએલના પ્લાનમાં અન્ય કંપનીઓને તુલનામાં વધારે ફાયદો ઉપભોક્તાઓને મળશે.

ઉલ્લેખનીય છે કે ખૂબ જ જલ્દી બીએસએનએલ અને એમટીએનએલ નો પરસ્પર વિલય થવાનો છે અને નવી બનનારી કંપનીનું નેટવર્ક દેશવ્યાપી હશે. સરકારે બીએસએનએલને 4G સ્પેક્ટ્રમ ખરીદવા માટે ધન રાશિ પણ ઉપલબ્ધ કરાવી આપેલ છે. જેનાથી બીએસએનએલ માટે 4G સેવા શરૂ કરવાનો રસ્તો પણ નક્કી થઈ ગયો છે.

બીએસએનએલ નો ૩૬૫ દિવસ વેલિડિટી વાળો પ્રીપેડ પ્લાન જીયો, એરટેલ અને વોડાફોન-આઇડિયા ની તુલનામાં સૌથી સસ્તો છે. બીએસએનએલ ના ૩૬૫ દિવસ વેલીડીટી વાળા પ્લાનની કિંમત ૧૬૯૯ રૂપિયા છે, જ્યારે જીયો ના પ્લાનની કિંમત ૨૧૯૮ રૂપિયા, એરટેલ ના પ્લાનની કિંમત ૨૩૯૮ રૂપિયા અને વોડાફોન-આઈડિયા ની કિંમત ૨૩૯૯ છે. એક વર્ષની વેલીડીટી વાળા પ્લાનમાં ઉપભોક્તાઓને દરરોજના 3GB ડેટા મળશે.

ઓફ-નેટ કોલ્સ માટે બીએસએનએલના આ પ્લાનમાં ૨૫૦ મિનિટ પ્રતિ દિવસ મળશે, જ્યારે અન્ય ત્રણ કંપનીઓ પ્લાનમાં ઉપભોક્તાઓને ફક્ત ૩૫ મિનીટ પ્રતિ દિવસ જ મળે છે. બીએસએનએલના અન્ય વેલીડીટી પ્લાન પણ જીયો, એરટેલ અને વોડાફોન-આઈડિયા ના પ્લાનની તુલનામાં સસ્તા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here