બોલીવુડના આ એકટરે ચંદ્ર પર ખરીદેલો છે પ્લોટ, નામ જાણીને જરૂરથી ચોંકી જશો

0
458
views

ફિલ્મમાં હંમેશા તમે ચાંદ-તારા તોડી લાવવાની વાતો સાંભળી હશે, પરંતુ એક ફિલ્મ સ્ટાર એ હકીકતમાં ચંદ્ર પર જમીનનો ટુકડો ખરીદ્યો છે. સલમાન અને આમિર ખાનને પાછળ રાખીને બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતે ચંદ્ર પર પ્લોટ ખરીદ્યો છે. આ કોઈ મજાક નથી પરંતુ હકીકત છે. તેની સાબિતી પણ સામે આવી ચૂકી છે. એક્ટર સુશાંત સિંહ રાજપૂતે ચંદ્ર પર જમીન ખરીદી છે. જે વિસ્તારમાં સુશાંત જમીન ખરીદી છે તેને “મારે મસ્કોવિંસ” કહેવામાં આવે છે.

સુશાંત પાસે પહેલાથી જ એક એડવાન્સ ટેલિસ્કોપ મીડ 14, LX00 છે. હવે તેઓ આ ટેલિસ્કોપની મદદથી પોતાની દૂરની આ પ્રોપર્ટી પર નજર રાખી શકશે. તમને જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂત પહેલા એક્ટર નથી જેમની પ્રોપર્ટી ચંદ્ર હોય. શાહરૂખ ખાનના એક ફેન દ્વારા શાહરૂખને ચંદ્ર પર એક લોટ ગિફ્ટ કરવામાં આવ્યો હતો. એટલે કે ચંદ્ર પર કિંગ ખાનની પણ પ્રોપર્ટી છે. જોકે અમુક લોકો સુશાંત સિંહ ના આ રોકાણની પબ્લિસિટી સ્ટંટ પણ કહી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here