બોલીવુડના આ ૪ મશહુર અભિનેતાઓનાં બોડીગાર્ડની સેલેરી જાણીને તમને લાગશે ઝટકો, શેરાની સેલેરી છે આટલી

0
524
views

દરેક વ્યક્તિ પોતાના પસંદગીના બોલીવુડ સિતારા વિશે જાણવા માટે ઉત્સુક રહે છે. બોલીવુડના અનેક સ્ટારની ફેન ફોલોઈંગ કેટલી જબરદસ્ત છે એ વાતની લગભગ દરેક લોકોને જાણકારી છે. અત્યારે લોકો દરેક કલાકાર સાથે જોડાયેલી નાની-મોટી દરેક વાત જાણવાની ઇચ્છા રાખે છે. આ કલાકાર પ્રત્યે લોકો દિલમાં એટલો પ્રેમ રાખે છે કે તેમને મળવા માટે દૂર-દૂરથી આવે છે. આ કલાકારોની એક ઝલક મેળવવા માટે અનેક લોકોની ભીડ જમા થાય છે અને તેવી રીતે તેમની પાસે જવા માટે ઉત્સુક હોય છે.

આવી પરિસ્થિતિમાં ઘણી વાર આ કલાકારને સુરક્ષાને પણ જોખમ થઈ જાય છે અને તે જ કારણને લીધે દરેક કલાકાર પોતાની સાથે કે પોતાની ઘરની બહાર બોડીગાર્ડ જરૂરથી રાખે છે. આ બોડીગાર્ડ હંમેશા તેમની સાથે જોવા મળે છે. તે કલાકાર જ્યાં જ્યાં જાય છે ત્યાં તેમની સાથે રહે છે. બોડીગાર્ડનું કામ હોય છે કે ફેન્સ અને સેલિબ્રિટીની વચ્ચે એક સુરક્ષિત અંદર બનાવી રાખવું. તેની સાથો સાથ કલાકારની ઉપર કોઈપણ પ્રકારના જોખમથી તેની રક્ષા કરે છે.

કલાકારોના આ બોડીગાર્ડને કારણે જ કોઈપણ વ્યક્તિ તેને અડી નથી શકતો. આ કલાકારોને સુરક્ષા માટે તે ખૂબ જ મોટી રકમ વસૂલ કરે છે. આજે તમને આ લેખના માધ્યમથી અમુક એવા મશહુર કલાકારના બોડીગાર્ડની સેલેરી વિશે જાણકારી આપીશું જેને જાણીને તમારા હોશ ઉડી જશે.

આમિર ખાનનાં બોડીગાર્ડ યુવરાજ ધોરપડેની સેલેરી

બોલીવુડ ઇન્ડસ્ટ્રીના મશહૂર અભિનેતા આમિર ખાનને પોતાની દમદાર એક્ટિંગ અને શાનદાર ફિલ્મોના લીધે બોલિવૂડમાં ખૂબ જ સારું નામ મેળવ્યું છે અને દુનિયાભરમાં તેમની ચાહવા વાળાની કોઈ કમી નથી. અભિનેતા આમિર ખાનની ફિલ્મ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ખૂબ જ પસંદ કરવામાં આવે છે. અભિનેતા આમિર ખાનના બોડીગાર્ડનું નામ યુવરાજ ધોરપડે છે. તેમની વર્ષની સેલેરીની વાત કરીએ તો લગભગ બે કરોડ રૂપિયા છે.

અમિતાભ બચ્ચનના બોડીગાર્ડ જીતેન્દ્રસિંહ

બોલીવુડ ઇન્ડસ્ટ્રીના મહાનાયક કહેવામાં આવતા અમિતાભ બચ્ચનના ચાહકો દુનિયાભરમાં રહેલા છે તે જે જગ્યા પર જાય છે ત્યાં તેમના ચાહકો તેમની પાછળ પાછળ જાય છે. આવી સ્થિતિમાં અમિતાભ બચ્ચનની સુરક્ષાનું કામ સંભાળતા અને તેમના પર્સનલ બોડીગાર્ડ જીતેન્દ્રસિંહ છે. તેમની સેલેરી એક વર્ષની ૧ કરોડ ૫૦ લાખ રૂપિયા છે.

શાહરૂખ ખાનના બોડીગાર્ડ રવિ સિંહ

બોલીવુડ ઇન્ડસ્ટ્રીના કિંગખાન કહેવામાં આવતા શાહરુખ ખાનની ઉંમર ૫૦ વર્ષથી ઉપર થઈ ગઈ છે. પરંતુ આજે પણ છોકરીઓ તેમને ખૂબ જ પસંદ કરે છે અને તેમની ઝલક મેળવવા માટે કંઈ પણ કરવા માટે તૈયાર હોય છે. તેમની ફેન્સ ફોલોવિંગ પણ ખુબ જ મોટી છે. જો આપણે અભિનેતા શાહરૂખ ખાનના બોડીગાર્ડની સેલેરીની વાત કરીએ તો રવિ સિંહ વર્ષનાં ૨ કરોડ ૫૦ લાખ લે છે.

સલમાનખાનના બોડીગાર્ડ શેરા

બોલિવૂડમાં સલમાન ખાન વર્તમાન સમયમાં સૌથી મોટા કલાકાર માનવામાં આવે છે. તેમની ફિલ્મો ૩૦૦ કરોડથી પણ વધારે કમાણી સરળતાથી કરે છે અને તે ફિલ્મોમાં કામ કરવા માટે ૬૦ કરોડ રૂપિયા સુધી ચાલે છે. એવામાં સલમાનખાનના બોડીગાર્ડ પણ કેવી રીતે પાછળ રહી શકે. સલમાન ખાનની સુરક્ષા માટે બોડીગાર્ડ શેરા દર વર્ષે બે કરોડ રૂપિયાની સેલેરી લે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here