બોલીવુડમાં નોંધાયેલા છે આ અનોખા રેકોર્ડ જેને આજ સુધી કોઈ તોડી નથી શક્યું

0
977
views

બોલીવુડમાં ફિલ્મો બને છે, હીરો ચમકતા હોય છે, હિરોઇનો પોતાની અદાઓથી દુનિયાને જગમગાવી ઉઠે છે. બોલિવૂડ પોતે જ પોતાનામાં એક અનોખી દુનિયા છે. જ્યાં આવવા માટે લોકો ઉત્સુક રહે છે. આ દુનિયામાં એવી ઘણી ઘટનાઓ બની, એવી કેટલીક વાતો થઈ, જે પોતાના નામે રેકોર્ડ બની ગઈ. સિનેમા જગતના ૧૦૦ વર્ષ તો પુરા થઈ ચૂક્યા છે, પરંતુ આજે પણ કેટલાક એવા રેકોર્ડ્સ છે જેને કોઈ તોડી નથી શક્યું. આજે તમને જણાવીશું કે હિન્દી સિનેમાએ આવા જ કેટલાક અનોખા રેકોર્ડ જાળવી રાખ્યા છે જે હજી પણ અકબંધ છે.

કુમાર સાનુના ગીતો

બોલિવૂડમાં ગીતોને હંમેશા ખુબજ માન આપવામાં આવ્યું છે. ઝાડની ડાળી પકડીને એકજ  સ્થાને ઉભા રહીને ગાવા થી લઈને રોક કોન્સર્ટ કરવા સુધીના ગીતો હંમેશા મનોરંજનનું કેન્દ્ર રહ્યા છે. આવામાં, ભૂતકાળના સમયના હિટ ગાયક હતા કુમાર સાનુ. તેણે એક દિવસમાં સૌથી વધુ ગીતો ને રેકોર્ડ કર્યા છે. કુમાર સાનુંએ 1993 માં એક જ દિવસમાં 28 ગીતો રેકોર્ડ કર્યા હતા અને આ રેકોર્ડ હજી પણ તેમના નામે જ છે.

કપૂર ફેમિલી

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આજે પરિવારવાદની ચર્ચા થઈ રહી છે, પરંતુ હકીકત એ છે કે કપૂર પરિવાર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સૌથી મોટો પરિવાર છે. જેના પરિવારની અનેક પેઢીઓ સતત કામ કરતી આવે છે. પૃથ્વીરાજ કપૂરથી શરૂ થયેલો આ રિવાજ આજે રણબીર કપૂર સુધી પહોંચ્યો છે. આ પરિવારના સભ્યો રિશી કપૂર, નીતુ કપૂર, રણધીર કપૂર, શશી કપૂર, શમ્મી કપૂર, કરિશ્મા કપૂર, કરીના કપૂર બધાજ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના બધા મોટા સ્ટાર છે.

કહો ના પ્યાર હૈ

બોલિવૂડમાં ઘણી ફિલ્મો બની છે, પરંતુ હૃતિક અને અમિષા પટેલની ફિલ્મ “કહો ના પ્યાર હૈ” એવી ફિલ્મ બની કે જેને સૌથી વધુ એવોર્ડ મળ્યા. 2002 માં રિલીઝ થયેલી આ ફિલ્મે લગભગ 92 એવોર્ડ મેળવ્યા હતા. આજ સુધી એવી કોઈ ફિલ્મ બની નથી કે જેણે એક સાથે આટલા બધા એવોર્ડ જીત્યા હોય.

રાજેશ ખન્ના : ધ સુપરસ્ટાર

બોલીવુડના સુપરસ્ટાર રાજેશ ખન્નાએ એવો રેકોર્ડ બનાવ્યો છે કે હિન્દી સિનેમાના કોઈ પણ  સુપરસ્ટાર આજ સુધી તોડી શક્યો નથી. રાજેશ ખન્નાએ સતત 15 સુપરહિટ ફિલ્મો બેક ટુ બેક આપી હતી અને આજે પણ આ રેકોર્ડ તેમના નામે જ છે. અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, દિલીપકુમાર જેવા દિગ્ગજ કલાકારો પણ આજ સુધી આ રેકોર્ડ તોડી શક્યા નથી.

આશા ભોંસલે

સુરની મલ્લિકા આશા ભોંસલેએ વર્ષ 1947 થી 20 જુદી જુદી ભાષાઓમાં 11000 ગીતો રેકોર્ડ કર્યા છે. આ કોઈપણ ગાયકનો સૌથી મોટો રેકોર્ડ છે. આજ સુધી કોઈએ આ રેકોર્ડ તોડ્યો નથી. વર્ષ 2011 માં પણ આશા ભોંસલેનું નામ ગિનીસ બુકમાં નોંધાયું હતું.

જગદીશ રાજ

બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં જગદીશ રાજે પણ એક અનોખો રેકોર્ડ પોતાને નામ કર્યો છે. અભિનેતા જગદીશ રાજે 144 ફિલ્મોમાં માત્ર પોલીસ અધિકારીની ભૂમિકા નિભાવી હતી. ફિલ્મોમાં અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, અક્ષય કુમાર, આમિર ખાન પણ પોલીસનો અભિનય આપી ચૂક્યા છે, પરંતુ કોઈએ આ રેકોર્ડ બનાવ્યો નથી. આજે પણ આ રેકોર્ડ જગદીશ રાજના નામે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here