બ્લેડની વચ્ચે શા માટે બનાવવામાં આવેલી હોય છે ખાસ પ્રકારની ડિઝાઈન?

0
944
views

હાલમાં ભારતમાં પણ ઘણી કંપનીઓ બ્લેડ બનાવે છે. બ્લેડ એક એવી વસ્તુ છે કે જેના વિશે લગભગ દરેક જાણે છે. સામાન્ય રીતે બ્લેડનો ઉપયોગ હેર કટ અને શેવિંગ કરવામાં થાય છે. પરંતુ તમે તેના આકાર પર ધ્યાન દીધુ છે? કે બ્લેડ પર એક ખાસ ડિઝાઇન જ કેમ બનાવવામાં આવે છે. તેની ડિઝાઇન કેમ બદલાતી નથી? તેની પાછળ છે જીલેટ કંપની જે બ્લેડ બનાવવાની શરૂઆત કરનારી પ્રથમ કંપની છે.

જિલેટ કંપનીના સ્થાપક કિંગ કેમ્પ જીલેટે 1901 તેના સાથીદાર બિલિયમ નિકરસન સાથે, બ્લેડ ડિઝાઇન કરી હતી તે સમયે બ્લેડની ડિઝાઇન તેવી જ હતી જે આપણે આજે જોઈ શકીએ છીએ. ખરેખર તે સમયે રેઝરને બોલ્ટ દ્વારા બ્લેડમાં બેસાડવી પડતી હતી. તેથી બ્લેડની વચ્ચે એ વિશેષ ડિઝાઇન બનાવવામાં આવી હતી.

પ્રથમ જીલેટ કંપનીએ બ્લુ જીલેટ બ્લેડનું નિર્માણ કર્યું હતું અને વર્ષ 1904 માં પ્રથમ વખત 165 બ્લેડ બનાવવામાં આવી હતી. પછીથી બ્લેડ બનાવવાની બીજી કંપની પણ બહાર આવી. પરંતુ તેઓએ બ્લેડની જૂની ડિઝાઇનની નકલ કરી હતી. કારણ કે નવી કંપનીમાં સમસ્યા એ હતી કે તે સમયે રેઝર જીલેટ કંપનીમાંથી જ આવતા હતા. તેથી બ્લેડનો આકાર  રેઝરમાં બેસાડવા માટે જૂની ડિઝાઇનની જ રાખવી પડીતી હતી. તેથી જ ત્યારથી બ્લેડની ડિઝાઇનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

હવે તમે જાણતા જ હશો કે શા માટે તમામ કંપનીના બ્લેડનો આકાર એકસરખો છે. તમને જણાવી દઇએ કે જીલેટના સ્થાપક કિંગ કેમ્પ જીલેટ પોતાની કંપની શરૂ કરતા પહેલા 1890 માં બોટલ બનાવતી કંપનીમાં કામ કરતા હતા. પરંતુ થોડા વર્ષો પછી તેના સાથીદાર સાથે મળીને તેણે બ્લેડની રચના કરી હતી જે આપણા બધાની સામે છે અને જે આજે પણ આપણ ને કામ આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here