ભોજન લીધા બાદ નહાવું સ્વસ્થ્ય માટે છે હાનિકારક, જાણો ભોજન લીધાના કેટલા સમય બાદ નહાવું જોઈએ

0
314
views

નહાવું આપણા દરેક માટે દરરોજની લાઇફસ્ટાઇલ નો એક ભાગ છે. નાહીને પછી આપણે એકદમ ફ્રેશ ફીલ કરીએ છીએ. ઘણા લોકો સવારે જલ્દી નાહી લેતા હોય છે પરંતુ અનેક લોકો કારણોસર મોડા નહાવું પસંદ કરે છે અને તેવામાં તેમના ખાવાનો સમય અને નહાવાનો સમય આસપાસ જ હોય છે. જેના લીધે સ્વાસ્થ્ય પર નકારાત્મક પ્રભાવ પડી શકે છે. તમે લોકોએ સાંભળ્યું હશે કે ખોરાક લીધા પછી તરત જ નહાવું જોઈએ નહીં. શું તમે તેના પાછળનો કારણ ખબર છે?

જો તમે ખોરાક કે નાસ્તો કર્યા પછી તરત જ નહાવા જતા હોય છો તો તેની હેલ્થ પર શું અસર પડશે? અને ખોરાક લીધા પછી કેટલા કલાક બાદ નહાવુ સુરક્ષિત હોય છે. આજે તમને તે દરેક સવાલોના જવાબ અહીં વિસ્તાર સાથે જણાવીશું કે જેનાથી તમે તંદુરસ્ત જીવન જીવી શકો.

જો તમે ભોજન કર્યા બાદ નાહી લેતા હોય તો તેની અસર સીધી તમારા પાચનતંત્ર પર પડે છે. હવે તેવું કેમ છે તો તેના પહેલા ચાલો જાણી લઈએ કે આપણા શરીરમાં પાચન તંત્ર કામ કઈ રીતે કરે છે. જેવી રીતે તમે મોઢામાં કોળિયો નાખો છો તો તમારા પેટમાં હાઇડ્રોક્લોરિક એસિડ અને કંઈ અન્ય પ્રકારના પાચક એન્ઝાઇમ્સ એકત્રિત થવા લાગે છે અને તે સમય દરમિયાન લીધેલો ખોરાકમાં જેટલા પણ ન્યુટ્રિસન્સ હોય છે તે બધા જ શરીરમાં સેલ્સ અને ટીશ્યુ માં ટ્રાન્સફર થવા લાગે છે. આવું કરવાથી તમારા પેટમાં ભારે માત્રામાં લોહી જમા થવા લાગે છે. આ જ કારણ છે કે ખોરાક લીધા બાદ તમારા હાર્ટ બીટ સામાન્ય થી થોડીક વધુ રીતે ઝડપી થઈ જાય છે, કેમ કે તે તમારા પેટમાં લોહીની સપ્લાય કરવા લાગે છે.

આ કારણના લીધે ખોરાક લીધા પછી નહાવું જોઇએ નહીં

હવે જાણીશું નહાવા અને આ પ્રક્રિયાની વચ્ચે શું સંબંધ છે. વાસ્તવમાં જ્યારે તમે નહાતા હોય છો ત્યારે તમારી બોડીનું તાપમાન ઓછો થઈ જાય છે. જોકે હંમેશા તમારા શરીરને સામાન્ય તાપમાનમાં જ રહેવું પસંદ હોય છે અને એટલે તે તમારી ત્વચાને નજીકની નસોમાં બ્લડ સપ્લાય વધુ કરી દે છે. જેના લીધે તમારી બોડીનુ તાપમાન ફરીથી સામાન્ય થઈ જાય છે. હવે આવામાં જો તમે ભોજન કર્યા બાદ નાહ્યા હોય તો તમારા પેટમાં આવશ્યક રક્ત નાહ્યા પછી ઠંડા થઇ ગયેલા શરીરને સામાન્ય કરવામાં ચાલ્યું જાય છે અને આ કારણના લીધે પેટમાં ખોરાક પચવામાં ઉણપ થઈ જાય છે. જે તમારા પાચનતંત્રને બગાડી નાખે છે. હવે તમે વિચારી રહ્યા હશો કે શું ભોજન કર્યા પછી ગરમ પાણીથી નાહી શકાય? આનો જવાબ પણ નામ જ છે. ગરમ પાણીથી નાહયા બાદ શરીર નું તાપમાન વધી જાય છે અને તેને સામાન્ય કરવામાં ફરીથી લોહીનો ઉપયોગ થાય છે તેથી ખોરાક લીધા પછી નહાવુ સારો આઈડિયા નથી.

જમ્યા પછી આટલા કલાક બાદ નહાવું હોય છે ફાયદાકારક

જો તમે ભોજન કે ભારે નાસ્તો કરી લીધો હોય તો ત્યારબાદ ઓછામાં ઓછું બે કલાક પછી નહાવું સુરક્ષિત હોય છે. આવી રીતે તમારા પાચનતંત્ર ને ખોરાક બચાવવાનો પર્યાપ્ત સમય મળી જાય છે અને સાથે ખોરાકમાં રહેલા પોષક તત્વ પણ તમારી બોડીમાં સારી રીતે ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here