ભારતીય જવાન રણજીત સિંહ અને કાશ્મીરી છોકરીની પ્રેમ કહાની વાંચીને તમારી આંખો ભીની થઈ જશે

0
705
views

આજે અમે તમને એવી પ્રેમ કહાની જણાવવા જઈ રહ્યા છીએ જેને વાંચીને તમે આંસુને નહીં રોકી શકો, તમારા મનમાં દેશના દરેક જવાન માટે ઇજ્જત વધી જશે. દેશના દરેક યુવાનની ઈચ્છા હોય છે કે તે ભારતની સેનામાં ભરતી થાય અને દેશની સેવા કરે. આજે તમને એક એવા જવાન વિશે વાત કરશું જે ડ્યૂટિ દરમ્યાન એક કાશ્મીરની ઍક છોકરી સાથે પ્રેમ થયો અને અંતમાં તેનું મૃત્યુ થયું.

ભારતીય જવાન રણજીત સિંહ માત્ર ૧૭ વર્ષની ઉંમરમાં જ દેશની સુરક્ષા કરવા માટે તૈનાત થઈ ગયા હતા. તે એક પંજાબના શીખ પરિવારમાંથી હતા. વર્ષ ૨૦૦૦માં તેમને સેનામાં ભરતી કરવામાં આવ્યા ત્યારે તેમની ટ્રેનિંગ ચાલતી હતી અને તેને કાશ્મીરમાં પોસ્ટ કરવામાં આવ્યા.

રણજીત પોતાની ટીમ સાથે કશ્મીરના એક ગામમાં ગયા જ્યાં તેમની નજર એક છોકરી સાથે મળી અને બંને એકબીજાને જોઈને દિલ દઈ બેઠા. એક શીખ યુવાન અને એક કશ્મીરની સુંદર કન્યા જાણે બંને સ્વર્ગમાંથી ઉતારેલી જોડી જેવા લગતા હતા. બંનેનો ધર્મ અલગ અલગ હતો પરંતુ કહેવામા આવે છે ને કે પ્રેમ અને લડાઈમાં બધુ જ શક્ય છે.

રણજીતની બે વર્ષની ટ્રેનિંગ પૂર્ણ થવા આવી હતી અને તેની બદલી પણ હવે બીજા શહેરમાં થવાની હતી પરંતુ તેની ટ્રેનિંગને ૬ મહિના વધારી દેવામાં આવી અને જલ્દી આ ટ્રેનિંગ પણ પૂરી થઈ ગઈ. બીજા શહેરમાં બદલી થવાથી તેને સમાન પેક કરવા માટે ૧ દિવસની રજા આપવામાં આવી. પૅકિંગ કરતાં સમયે રણજીતનું મન પેલી છોકરીને મળવાનું ખૂબ જ હતું.

એ જ રાતે રણજીત પેટ્રોલીંગ ટીમ સાથે ગામમાં ગયા અને ટીમથી છૂટા પાડીને છોકરીના ઘરે જઈને પોતાની વાત કરી અને તેને એક વીંટી પણ ભેટમાં આપી. સાથે સાથે તેણે વચન પણ આપ્યું કે બીજા શહેર માંથી જ્યારે તેને રજા મળશે એટલે તેને મળવા માટે જરૂર આવશે અને તેની સાથે લગ્ન કરી લેશે. આ બધી વાત કરીને રણજીત તેના ઘરની બહાર નીકળ્યા તો તેણે જોયું કે ઘરની બહાર ઘણી ભીડ એકઠી થયેલી હતી. તે પેટ્રોલીંગમાં આવ્યા હતા એટલે તેમની પાસે રાઇફલ અને ગ્રનેડ પણ હતા.

લોકોએ તેમની પર આરોપ લગાવ્યો કે ઘરમાં રહેલી છોકરી સાથે તેમને બળાત્કાર કર્યો છે પણ રણજીત અને તેની પ્રેમિકાએ તેનો ઇનકાર કર્યો. પરંતુ લોકોએ તેમની વાતોને ધ્યાનમાં લીધી જ નહીં અને તેમને મારવા માટે આગળ વધવા લાગ્યા તથા એક માણસે તેમના પર કુહાડી વડે હુમલો કર્યો. રણજીતને ત્યારે કોઈ રસ્તો ના દેખાયો અને તેણે રાઇફલમાંથી ફાયર કર્યું, જેના લીધે એક માણસનું મૃત્યુ થયું.

રણજીત ભીડને બૂમો પાડી પાડીને સમજાવવાનો પ્રયાસ કરતો હતો કે આ મારી પ્રેમિકા છે પરંતુ લોકો તેની વાતોને સાંભળ્યા વગર જ તેના પર પથ્થરમારો કરતાં રહ્યા. રણજીત પાસે રાઇફલ તો હતી જ પરંતુ તેની તે એક હત્યા કરી ચૂક્યા હતા અને આ સમાચાર આખા શહેરમાં ફેલાઈ ગયા હતા કે સેનાના એક જવાને છોકરી પર બળાત્કાર કરીને એક માણસની હત્યા કરી છે. રણજીત આ વાતો વિચારી વિચારીને ભારતીય સેનાનું સન્માન રાખવા માટે પોતાની રાઇફલથી પોતાના પર જ ગોળી ચલાવીને આત્મહત્યા કરી લીધી. બીજા ઘણા લોકોનો જીવ લેવા કરતાં પોતાનો જ જીવ આપીને સેનાનું શૌર્ય જાળવી રાખ્યું.

ત્યારબાદ પોલિસની ટીમ જ્યારે આ સમગ્ર મામલાની તપાસ કરવા બેઠી ત્યારે ખબર પડી કે, રણજીત અને આ કાશ્મીરી છોકરી એકબીજાને ખૂબ જ પ્રેમ કરતાં હતા. આ વાતને સાંભળીને ભારતીય સરકાર દ્વારા રણજીતના નામ પર ઇનામની જાહેરાત કરવામાં આવી તથા સાથે સાથે ભારતીય સેના દ્વારા પણ જાહેરાત કરવામાં આવી કે આ છોકરીના ભણતરનો તમામ ખર્ચ સેના દ્વારા ઉઠાવવામાં આવશે. કાશ્મીરમાં આ સમાચાર તો બહુ જ જડપથી ફેલાયેલા હતા કે, ભારતીય સેના દ્વારા છોકરીના બળાત્કારની કોશિશ કરવામાં આવી પરંતુ લોકોને એ વાતની જાણ નહોતી કે રણજીત એ કાશ્મીરી છોકરીને ખૂબ જ પ્રેમ કરતાં હતા.

તમને અમારો આર્ટિક્લ કેવો લાગ્યો તેનો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

(એ) ખૂબ જ સરસ (બી) સરસ (સી) ઠીક

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here