દરેક વ્યક્તિ આરામથી ઊંઘ કરવા માંગે છે. ઘણા લોકોને તો પોતાની ઉંઘ જેટલી વ્હાલી હોય છે કે તે પોતાનું બધું જ કામ ભૂલીને ઊંઘ કરવામાં લાગી જાય છે. વળી અમુક લોકો પોતાના વ્યસ્ત કાર્યક્રમને કારણે ઊંઘ લઈ શકતા નથી. શું તમે પણ ઊંઘ કરવાના શોખીન છો? જો તમે પોતાના દિવસભરના વ્યસ્ત કાર્યક્રમને કારણે પૂરતી ઊંઘ નથી લઈ શકતા અથવા તો તમને વધુ પડતી ઉંઘ આવી રહી છે તો તમારે ગભરાવવાની જરૂરિયાત નથી. કારણ કે તે હવે તમારી પરેશાની નહીં પરંતુ કમાણી માટેનું સાધન બની શકે તેમ છે. જી હાં, તેમાં આશ્ચર્ય પામવા જેવી કોઈ વાત નથી.
હકીકતમાં આપણા દેશમાં હવે એવી એક નોકરી છે, જેમાં તમારે નસકોરા બોલાવીને આરામથી ઊંઘ લેવાની છે. હવે તમારા મનમાં એ સવાલ ઊભો થશે કે વળી આવી નોકરી કોણ આપે? પરંતુ અમે તમને જણાવી દઈએ કે આ નોકરી કઇ જગ્યાએ કરી શકો છો.
બેંગ્લોરની એક સ્ટાર્ટઅપ કંપનીએ ૯ કલાક ઊંઘ કરવા માટેની નોકરી ઓફર કરી રહી છે. આ નોકરીની ખાસ વાત એ છે કે તેના માટે તમને ૧ લાખ રૂપિયા પગાર પણ ઓફર કરવામાં આવી રહ્યો છે. એક ઓનલાઈન ફર્મ વેકફિટે જણાવ્યું છે કે તેઓ ૧૦૦ દિવસ સુધી રોજ રાતમાં ૯ કલાક ઊંઘ કરનાર વ્યક્તિને ૧ લાખ રૂપિયા આપશે.
ઓનલાઇન સ્લીપ સોલ્યુશન ફર્મ એ આ પ્રોગ્રામને વેકફીટ સ્લીપ ઇન્ટર્નશીપનું નામ આપ્યું છે. જ્યાં પસંદ કરવામાં આવેલ ઉમેદવારોએ તો દિવસ સુધી ઊંઘ કરવાની રહેશે. આ દરમિયાન પસંદ કરવામાં આવેલ લોકોને કંપની અમુક ગાદલા આપવામાં આવશે.
આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન જ કંપની તરફથી સ્લીપ ટ્રેકર ઉપયોગ કરવામાં આવશે. આ સ્લીપ ટ્રેકર ઉમેદવારના ગાદલા પર ઊંઘથી પહેલાં અને ઊંઘ બાદની પેટર્નની પૂરી માહિતીનો રેકોર્ડ રાખશે. ખાસ વાત એ છે કે વિજેતાઓને આ સ્લીપ ટ્રેકર પણ આપવામાં આવશે.
આ ભાગદોડવાળી જિંદગીમાં આપણે ઊંઘ ઓછી થતી જઈ રહી છે અને જેના લીધે બીમારીઓ પણ વધતી જઈ રહી છે. આ સોલ્યુશનના માધ્યમથી અમે જીવનની ગુણવત્તા સુધારવાની પણ કોશિશ કરી રહ્યા છીએ. આ ઇન્ટર્નશીપને કરવા માટે તમારે નોકરી છોડવી પડશે નહીં અને ઘરેથી પણ બહાર જવું પડશે નહીં.