દરેક મંદિરમાં ભકતોને અલગ અલગ પ્રકારનો પ્રસાદ જરૂરથી આપવામાં આવે છે. પરંતુ પ્રસાદમાં શું મળે છે? મંદિરોમાં પ્રસાદના રૂપમાં બુંદી, હલવો, માખણ અથવા કોઈ મીઠાઈ આપવામાં આવે છે. પરંતુ એવું પણ એક મંદિર છે જ્યાં પ્રસાદના રૂપમાં આવું બધું નથી આપવામાં આવતું. આ મંદિરમાં પ્રસાદના રૂપમાં ફાસ્ટ ફૂડ આપવામાં આવે છે.
જી હાં, તમે બિલકુલ બરોબર વાંચ્યું છે. આ મંદિરમાં કોઈ મીઠાઈ કે બુંદી નથી આપવામાં આવતી પરંતુ પ્રસાદના રૂપમાં બર્ગર અને સેન્ડવીચ મળે છે. આ મંદિર તામિલનાડુ રાજ્યની રાજધાની ચેન્નઈ માં આવેલ છે. હકીકતમાં ચેન્નઈના “જય દુર્ગા પીઠમ મંદિર” માં પ્રસાદના રૂપમાં બર્ગર, સેન્ડવીચ અને બ્રાઉની આપવામાં આવે છે.
આ મંદિરમાં તમને આ બધું ખાવાથી કોઈ રોકતું નથી પરંતુ પ્રસાદના રૂપમાં જ આપવામાં આવે છે. મંદિરની સ્થાપના એક હર્બલ ઓનકોલોજીસ્ટ કે. શ્રી શ્રીધર દ્વારા કરવામાં આવી હતી. તેમનું કહેવું છે કે આ ભગવાનનો પ્રસાદ છે અને તેમાં કોઈ પરેશાની નથી. પ્રસાદના રૂપમાં કોઈપણ ખાવાની વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવી શકે છે. પ્રસાદમાં શું મળી રહ્યું છે તે મહત્વ નથી રાખતું. બસ પ્રસાદને પૂર્ણ શ્રદ્ધા ભાવ અને પવિત્રતા સાથે વિતરિત કરવું જોઈએ. તેઓએ કહ્યું હતું કે આ પ્રકારના પ્રસાદમાં કોઈ વાંધો નથી.
ફક્ત એટલું જ નહિ પરંતુ જો તમારો જન્મદિવસ છે તો આ મંદિરોમાં પ્રસાદના રૂપમાં કેક પણ મળશે. આ પ્રસાદને “બર્થડે કેક પ્રસાદમ” કહેવામાં આવે છે. અહીંયા આવતા ભક્તો ને તેમના જન્મદિવસ ઉપર આ પ્રસાદ આપવામાં આવે છે. એવું નથી કે મંદિરમાં મળતો પ્રસાદ આ સુરક્ષિત છે, મંદિરમાં પ્રસાદના રૂપમાં આપવામાં આવતા બધા જ ખાદ્ય પદાર્થો એફએસએસઆઈ (FSSI) થી પ્રમાણિત કરવામાં આવેલ છે.
પ્રસાદના ડબ્બા પર એક્સપાયરી ડેટ પણ લખવામાં આવેલ હોય છે. આ પ્રસાદ લેવા માટે મંદિરના પરિસરમાં એક વેંડીંગ મશીન પણ લગાવવામાં આવેલ છે. આ મશીન માં ભક્તો પોતાનું ટોકન નાખીને પ્રસાદ મેળવી શકે છે.