તહેવારની સીઝનમાં જો તમને બજારમાં મેડ ઈન ચાઈના લખેલું રમકડા, ઈલેક્ટ્રીક સામાન, મોબાઈલ વીજળીના સામાન અને સજાવટનો સામાન ઓછો જોવા મળે તો આશ્ચર્ય ના પામવું. ચીન દ્વારા આતંકવાદ અને પાકિસ્તાનને સાથ આપવાના કારણે દેશના વ્યાપારીઓએ ચીનના સામાન નો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે.
ચીન દ્વારા લગાતાર ચોથી વખત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પાકિસ્તાન ના ખુલ્લા સમર્થન કરવાથી દેશના વ્યાપારી વધુ ઉદાસ છે. વ્યાપારીઓએ નક્કી કર્યું છે કે 1 સપ્ટેમ્બર 2019 થી ચીની સામાન નો બહિષ્કાર કરવાનું અભિયાન પૂરા દેશમાં ચલાવશે. કોનફેન્ડેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ એ સરકારથી માંગ કરી છે કે ચીનથી આયાતી ચીજવસ્તુઓ પર અધિકતમ ડ્યુટી લગાવવામાં આવે અને ઘરેલુ ઉધોગો ના માટે એક સ્પેશિયલ પેકેજ ની ઘોષણા કરવામાં આવે.
સંગઠનને ચીનના સામાન પર ૫૦૦% સુધી સીમા શુક્લ લગાવવાની સરકાર પાસે માંગ કરી છે. વ્યાપારીઓ નું માનવું છે કે ચીનથી આવતી વસ્તુઓ પર લગાવવામાં આવતી ડ્યુટી સારી રીતે નથી મળી રહી. જેનાથી દેશના રાજસ્વ અને વધારે નુકસાન થઇ રહ્યું છે ચીનની વસ્તુઓનો મૂલ્યાંકન ઓછું કરીને ભારતમાં મોકલવામાં આવે છે. જેનાથી ઓછી કસ્ટમ ડ્યુટી લાગે છે અને તેના આધાર પર આઇ જીએસટી વસૂલવામાં આવે છે.
ચીનથી આયાતી તીર્થ વસ્તુઓની લેણ-દેણમાં તેના દ્વારા ધન ટ્રાન્સફર થવાનો અંદાજ છે. દેશની અર્થવ્યવસ્થાને વધુ ભારે નુકસાન થઇ રહ્યું છે લઘુ અને ઘરેલુ ઉદ્યોગ ખરાબ રીતે પ્રભાવિત થઈ રહ્યા છે વ્યાપાર સંતુલન પણ ભારત ના પક્ષમાં નથી અને વધુ માત્રામાં વિદેશી મુદ્રા પણ ચીન જાય છે..