ભાગવતપુરાણ અનુસાર આ કારણને લીધે દર મહિને મહિલાઓને ભોગવી પડે છે માસિક ધર્મની પીડા

0
995
views

ભાગવત પુરાણમાં વર્ણિત એક કહાનીના આધારે સ્ત્રીઓને થતા માસિક ધર્મ માટે જવાબદાર ખાસ કારણ એક શ્રાપ છે. ભાગવત પુરાણ ની વર્ણિત આ કહાની ના આધારે સ્ત્રીઓને આ શ્રાપ ઇન્દ્ર દેવી આપ્યો હતો. તેની પાછળ એક પૌરાણિક કથા છે. તેના વિશે આજે તમને જણાવીશું.

માસિક ધર્મ સાથે સંકળાયેલી પૌરાણિક માન્યતા

એક વખત દેવતાઓના ગુરુ બૃહસ્પતિ ઈન્દ્રદેવથી વધુ ક્રોધિત થઈ ગયા. તે જ સમયે અસુરોને દેવલોક પર હુમલો કર્યો અને ઇન્દ્રદેવને ત્યાંથી ભાગવું પડ્યું. ઇન્દ્ર દેવે અસુરો સામે રક્ષા કરવા માટે બ્રહ્મા પાસે સહાયતા માગી. બ્રહ્માએ તેમની બચવા માટે માર્ગ બતાવ્યો અને કહ્યું એક બ્રહ્મ-જ્ઞાની ની સેવા કરવાની સલાહ આપી. બ્રહ્માની આજ્ઞા અનુસાર ઇન્દ્રદેવ એક બ્રહ્મજ્ઞાની સેવામાં લાગી ગયા. પરંતુ તેમને એ વાતનું જ્ઞાન ન હતું કે તે બ્રહ્મ-જ્ઞાની માતા એક અસુર હતી. તેથી બ્રહ્મ-જ્ઞાની ને અસુરો માટે ખૂબ જ વિશેષ લગાવ હતો.

ઇન્દ્રદેવ દ્વારા અર્પિત કરવામાં આવેલી હવનની દરેક સામગ્રી જ્ઞાની અસુરોને ચઢાવવામાં આવતી હતી. ઇન્દ્રદેવને જ્યારે આ વાતની ખબર પડી ગઈ કે તેમની સેવા વ્યર્થ જાય છે ત્યારબાદ તે ક્રોધિત થઈને તેમણે બ્રહ્મ-જ્ઞાની ની હત્યા કરી નાખી. ગુરુની હત્યા કરવાના કારણે ઇન્દ્રદેવ પર બ્રહ્મા હત્યા નો પાપ લાગી ગયું. આ પાપની મુક્તિ માટે ઇન્દ્રદેવ એક ફુલની અંદર ઘણા વર્ષો સુધી છુપાયેલા રહ્યા અને એક લાખ વર્ષ સુધી ભગવાન વિષ્ણુની તપસ્યા કરતા રહ્યા.

ઇન્દ્રદેવના શ્રાપના કારણે સ્ત્રીઓને થાય છે માસિક ધર્મ

તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુ ઇન્દ્રદેવને પાપમાંથી મુક્તિ માટે વૃક્ષ, જલ, ભૂમિ અને સ્ત્રીને પોતાના પાપ નો થોડો થોડો અંશ આપવા માટે સુજાવ કર્યો. સૌપ્રથમ વૃક્ષને તે પાપ નો એક ચોથાઈ ભાગ આપવામાં આવ્યો. જેના બદલામાં ઇન્દ્રદેવ એ વરદાન આપ્યું કે વૃક્ષ જાતે પોતાની રીતે જીવિત થઈ શકે છે. ત્યારબાદ જલને પાપનો ત્રીજા ભાગનો હિસ્સો આપ્યો જેના બદલામાં ઈન્દ્રદેવ એ તેને અન્ય વસ્તુઓને પવિત્ર કરવાની શક્તિ આપી.

પાપ નો ત્રીજો ભાગ ભૂમિને આપ્યો જેના બદલામાં વરદાન આપ્યું કે તેના પર આવેલી કોઈપણ જખમ ભરાઈ જશે. અને જ્યારે છેલ્લે સ્ત્રી નો નંબર આવ્યો ત્યારે છેલ્લા ભાગના બદલામાં ફળ સ્વરૂપે તેમણે તેને દર મહિને માસિક ધર્મનો વરદાન આપ્યું અને સાથે તેમણે કહ્યું કે મહિલાઓ કામનો આનંદ પુરુષો કરતાં વધુ મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here