કપાળ પર તિલક લગાવવાથી થાય છે ચમત્કારિક ફાયદાઓ, જાણો તિલકનું મહત્વ

0
1938
views

કોઈ વ્યક્તિ ના કપાળ પર ફિલ્મ જોઈને સ્વાભાવિક રીતે મનમાં સવાલ થાય છે કે આખરે આ તિલક લગાવવાથી શું ફાયદો થાય? શું ફક્ત તે સામેવાળા વ્યક્તિ ને દેખાડો કરવા માટે તિલક લગાવવામાં આવે છે કે તેની પાછળ કોઈ વૈજ્ઞાનિક આધાર પણ છે? હકીકતમાં તિલક લગાવે પાછળ આધ્યાત્મિક ભાવના ની સાથે સાથે અન્ય લાભ પણ રહેલા છે. સામાન્ય રીતે ચંદન, કંકુ, માટી, હળદર અને ભસ્મ વગેરેનો તિલક લગાવવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ તિલક લગાવવાનો લાભ લેવા માંગે છે પરંતુ અન્ય લોકોને દેખાડો કરવા નથી માગતો તો શાસ્ત્રોમાં તેનો ઉપાય પણ બતાવવામાં આવેલ છે. કહેવામાં આવે છે કે આવી સ્થિતિમાં કપાળ પર પાણીથી તિલક કરવું જોઈએ.

કપાળ પર જ્યાં તિલક લગાવવામાં આવે છે ત્યાં આત્મા અર્થાત આપણે સ્વયં સ્થિત હોઈએ છીએ. તિલક કપાળમાં મધ્યભાગમાં લગામ આવે છે જે આપણા ચિંતન-મનન નું પણ સ્થાન છે. મનને નિર્મળ, વિવેકશીલ, ઊર્જાવાન અને જાગૃત રાખવાની સાથે તણાવમુક્ત રહેવા ના હેતુ થી પણ તિલક લગાવવામાં આવે છે. કપાળ સૌભાગ્યસૂચક દ્રવ્ય જેવા કે ચંદન, કેસર અને કંકુનું તિલક કરવાથી સાત્વિક તેમજ તે જ પૂર્ણ થઈને આત્મવિશ્વાસમાં અભૂતપૂર્વ વૃદ્ધિ થાય છે. મનમાં નિર્મળતા, શાંતિ અને સંયમમાં પણ વૃદ્ધિ થાય છે.

તિલક લગાવવાનું વૈજ્ઞાનિક મહત્વ

કપાળ પર તિલક ધારણ કરવાથી મસ્તિષ્કને શાંતી અને શીતળતા મળે છે તથા સેરાટોનીન અને બીટાએંડોફિર્ન નામના રસાયણો નો સ્ત્રાવ સંતુલિત માત્રામાં થવા લાગે છે. આ રસાયણ ની કમીના કારણે ઉદાસીનતા અને નિરાશાના ભાવ મનમાં ઉત્પન્ન થવા લાગે છે. જેથી કરીને તિલક ઉદાસીનતા અને નિરાશાથી મુક્તિ પ્રદાન કરવા માટે સહાયક છે. વિભિન્ન દ્રવ્યોથી બનેલા તિલક ની ઉપયોગીતા અને તેનું મહત્વ પણ અલગ અલગ છે.

તિલક લગાવવાના ફાયદા

  • તિલક કરવાથી વ્યક્તિત્વ પ્રભાવશાળી બને છે. હકીકતમાં લગાવવાની મનોવૈજ્ઞાનિક અસર પણ થાય છે કારણકે તેનાથી વ્યક્તિના આત્મવિશ્વાસ અને આત્મબળ માં ભરપૂર વધારો થાય છે.
  • કપાળ પર નિયમિત રૂપથી લગાવવાથી મસ્તિષ્કમાં ઉર્જા આવવા લાગે છે. તિલક લગાવવાથી શાંતિનો અનુભવ થાય છે. તે ઘણા પ્રકારની માનસિક બીમારીઓથી પણ બચાવે છે.
  • મગજમાં સેરાટોનીન અને બીટા એંડોફિર્ન ના સ્ત્રાવને સંતુલિત માત્રામાં રાખે છે જેના કારણે ઉદાસી દૂર થાય છે અને મનમાં ઉત્સાહ ઉત્પન્ન થાય છે. આ ઉત્સાહ લોકોને સારા કાર્યો તરફ આકર્ષે છે.
  • કપાળ પર તિલક લગાવવાથી માથાના દુખાવાની સમસ્યા પણ ઓછી થઈ જાય છે.
  • હળદર યુક્ત લગાવવાથી ત્વચા શુદ્ધ થાય છે. હળદરમાં એન્ટીબેક્ટેરિયલ તત્વ હોય છે જે રોગોથી મુક્ત કરે છે.
  • ધાર્મિક માન્યતા અનુસાર ચંદનનું તિલક લગાવવાથી મનુષ્યના પાપનો નાશ થાય છે. લોકો ઘણા પ્રકારના સંકટથી બચી જાય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર તિલક લગાવવાથી ગ્રહોની શાંતિ પણ થાય છે.
  • માનવામાં આવે છે કે ચંદનનું તિલક લગાવવાથી ઘર મન અને ધનથી ભરેલું રહે છે તથા સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે.

અલગ-અલગ આંગળીથી તિલક લગાવવાના ફાયદા પણ અલગ

અનામિકા આંગળીથી તિલક કરવાથી મન અને મસ્ત છે અને શાંતિ મળે છે. મધ્યમાં આંગળીથી તિલક લગાવવાથી આયુષ્ય વધે છે. અંગુઠાથી તિલક કરવું પુષ્ટિ દાયક કહેવામાં આવે છે અને તર્જની આંગળીથી તિલક કરવા પર મોક્ષની પ્રાપ્તિ થાય છે. વિષ્ણુ સહિતા અનુસાર દેવ કાર્યમાં અનામિકા, પિતૃ કાર્યમાં મધ્યમાં, ઋષિકાર્ય માં કનિષ્ઠિકા તથા તાંત્રિક કાર્યમાં પ્રથમ આંગળી નો પ્રયોગ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here