બેયર ગ્રીલ્સ, એ વ્યક્તિ કે જે નર્કમાં પણ ખુશી ખુશી રહી શકે છે. કંઈપણ ખાઈને તે જીવતો રહી શકે છે. દુનિયાના કોઈ પણ ખૂણામાં તે પોતાનો બચાવ કરી શકે છે. બરાક ઓબામા અને કેટ વિન્સલેટ (અરે, ટાઇટેનિક વાળી) ને જંગલમાં સાપ અને પછી ખાવા માટે બોલાવે છે. જો તમને આ વાત તો અત્યાર સુધી પરમ સત્ય લાગતી હોય તો એવું છે કે બેયર ગ્રીલ્સ તમને આજ સુધી મૂરખ બનાવતા આવ્યા છે.
બેયર ગ્રિલ્સ નો પહેલા એક શો આવતો હતો જેનું નામ હતું “અલ્ટીમેટ સર્વાઇવર”. આ શોમાં બેયર એક કેમેરાની સાથે દુનિયાની તમામ મુશ્કેલ જગ્યાઓ પર થોડા દિવસો એકલા રહેતા હતા અને બાદમાં તે ફૂટેજને એડિટ કરીને બતાવવામાં આવતો હતો. પરંતુ તે શો ટીવી માટે એટલો મસાલેદાર ના બની શક્યો જેટલી તેની પાસેથી આશા રાખવામાં આવી હતી. પછી એક નવો શો બન્યો “મેન વર્સીસ વાઇલ્ડ”.
બેયરનાં નવા શો માં એક સમગ્ર ટીમ છ-સાત દિવસ માં એક એપિસોડ શૂટ કરે છે. જેને બે દિવસના સર્વાઈવલ ના રૂપમાં દર્શાવવામાં આવે છે. ઘણી વખત નાની ઊંચાઇ ઉપરથી લગાવવામાં આવેલી છલાંગો ને પહાડ ઉપરથી કૂદવાનું બતાવવામાં આવે છે. તમામ પ્રકારના જીવાણુઓને ખાવાનું આ શોની વેલ્યુને વધારવાનું એક એલિમેન્ટ હોય છે. જે ગુફામાં પહેલાથી જ સમગ્ર ટીમ હાજર હોય છે તેને સૂનસાન અને ખતરનાક બતાવીને શૂટિંગ કરવામાં આવે છે.
એવું નથી કે તો માં બતાવવામાં આવેલી દરેક બાબતો નકલી હોય છે, તમામ સ્ક્રિપ્ટ બાદ ઘણા તેમાં સાચા દર્શાવેલા હોય છે. ખાવા-પીવાથી જોડાયેલી તે અજીબ ચીજો પણ વાસ્તવિક હોય છે. તમામ સુરક્ષાના ઉપાયો છતાં પણ બેયર ઘણી વખત ઇજાગ્રસ્ત થયેલ છે. મતલબ કે કહી શકાય કે શોમાં જે સ્ટંટ બતાવવામાં આવે છે તેમાં ખતરો તો ઘણો હોય છે પરંતુ જીવન મરણની પરિસ્થિતિનો કોઈ સવાલ નથી હોતો.