મહેન્દ્રસિંહ ધોનીને ગુરૂવારના ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ની કેન્દ્રીય કરાર ખેલાડીઓના લિસ્ટમાંથી બહાર કરી દેવામાં આવ્યા હતા. જેના લીધે ભારતના પૂર્વ કેપ્ટનના ભવિષ્યને લઈને ફરી એકવાર અટકળો લગાવવામાં આવી રહી છે. ધોનીએ પાછલા વર્ષે વર્લ્ડ કપ સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે મળેલી હાર બાદ ક્રિકેટ રમેલ નથી. ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા ઓક્ટોબર ૨૦૧૯ થી સપ્ટેમ્બર ૨૦૨૦ સુધી કરાર માટે નું લિસ્ટ જાહેર કર્યું હતું.
પાછલા વર્ષ સુધી મહેન્દ્રસિંહ ધોની એ ગ્રેડમાં હતા જેમાં તેમને વર્ષના પાંચ કરોડ રૂપિયા મળતા હતા. કેપ્ટન વિરાટ કોહલી, ઉપ કપ્તાન રોહિત શર્મા અને ઝડપી બોલર જસપ્રીત બુમરાહ એ પ્લસ ગ્રેડમાં બનેલા હતા જેમાં તેમને સાત કરોડ રૂપિયા પ્રતિ વર્ષ મળે છે.
ગ્રેડ A+ માટે ૭ કરોડ રૂપિયા
ગ્રેડ A માટે ૫ કરોડ રૂપિયા
ગ્રેડ B માટે ૩ કરોડ રૂપિયા
ગ્રેડ C માટે ૧ કરોડ રૂપિયા
The BCCI announces the Annual Player Contracts for Team India (Senior Men) for the period from October 2019 to September 2020.
Saini, Mayank, Shreyas, Washington and Deepak Chahar get annual player contracts.
More details here – https://t.co/84iIn1vs9B #TeamIndia pic.twitter.com/S6ZPq7FBt1
— BCCI (@BCCI) January 16, 2020
- ગ્રેડ A+ પ્લસમાં કપ્તાન વિરાટ કોહલી, રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહ ને જગ્યા મળી છે.
- ગ્રેડ A માં આર. અશ્વિન, રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે, કે.એક. રાહુલ, શિખર ધવન, મોહમ્મદ શમી, ઇશાંત શર્મા, કુલદીપ યાદવ અને રિષભ પંતને જગ્યા મળી છે.
- ગ્રેડ B માં રિદ્ધિમાન સહા, ઉમેશ યાદવ, યજુવેન્દ્ર ચહલ, હાર્દિક પંડ્યા અને મયંક અગ્રવાલ સામેલ છે.
- ગ્રેડ C માં કેદાર જાધવ, નવદીપ સૈની, દિપક ચાહર, મનીષ પાંડે, હનુમા વિહારી, શાર્દુલ ઠાકુર, શ્રેયસ ઐયર અને વોશિંગ્ટન સુંદર સામેલ છે.
ધોનીની કપ્તાનીમાં ભારત ૨૦૦૭ ટી-૨૦ વર્લ્ડ કપ, ૨૦૧૧ વર્લ્ડ કપ અને ૨૦૧૩માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી ચુક્યું છે. ધોની દુનિયાના એકમાત્ર એવા ખેલાડી છે, જેમની કપ્તાનીમાં કોઇપણ ટીમને ત્રણેય આઇસીસી ટુર્નામેન્ટ જીતેલી હોય. ધોનીએ ૯૦ ટેસ્ટ, ૩૫૦ વન ડે ઇન્ટરનેશનલ અને ૯૮ ટી-૨૦ ઇન્ટરનેશનલ મેચમાં ક્રમશઃ ૪૮૭૬, ૧૦૭૭૩ અને ૧૬૧૭ રન બનાવેલા છે. ધોની ભારતના સૌથી સફળ કેપ્ટનોમાં સામેલ કરવામાં આવે છે.
તમે આ લેખ અમારા ફેસબુક પેજ લાગણીનો સંબંધ ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ સિવાય સમાચાર, આરોગ્યને લગતી માહિતી, રેસીપી, રસપ્રદ માહિતીઓ, બોલિવૂડના સમાચાર તથા અન્ય માહિતીઓ મેળવવા માટે અમારું પેજ લાગણીનો સંબંધ જરૂરથી લાઈક કરજો.