જો બેન્ક નાદારી નોંધાવે તો બેન્કમાં જમા રહેલ તમારા પૈસાનું શું થાય? તમને કેટલા પૈસા પરત મળે? જાણવા માટે વાંચો

0
454
views

RBI (Reserve Bank of India) તરફથી પાછલા સપ્તાહમાં બે બેન્કોને લઈને ઉઠાવવામાં આવેલ પગલાં બાદ સોશિયલ મીડિયા થી લઈને સામાન્ય લોકો વચ્ચે બેંકના ખાતામાં જમા રહેલા પૈસાને લઈને ચર્ચા ખૂબ જ જોર પકડી રહી છે. સૌથી પહેલો સવાલ દરેક વ્યક્તિના હોઠ પર આવી રહેલ છે કે, જો બેંક ડૂબી જાય છે અથવા તો બંધ થઈ જાય છે તો તેવી પરિસ્થિતિમાં મારા પૈસાનું શું થશે? તેના જવાબમાં બેન્કિંગ એક્સપર્ટ જણાવે છે કે બેંકમાં તમારા પૈસા સુરક્ષિત છે. આઝાદી પછી થી લઈને અત્યાર સુધી દેશમાં કોઈપણ કોમર્શિયલ બેંક ડૂબેલ નથી. સાથોસાથ એવી કોઈ પરિસ્થિતિ આવવા પર સરકાર સામાન્ય માણસની મદદ કરશે.

જો મારી બેંક ડિફોલ્ટ થાય છે તો શું થશે?

DICGC એટલે કે ડિપોઝિટ ઇન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન તરફથી નક્કી કરવામાં આવેલ નિયમો મુજબ, ગ્રાહકોના એક લાખ રૂપિયા સુધીની સુરક્ષા ગેરંટી મળે છે. આ નિયમ બેંકના બધા જ બ્રાન્ચ પર લાગુ હોય છે. જેમાં મૂળ રકમ અને વ્યાજ બંનેને સામેલ કરવામાં આવેલ છે. મતલબ કે બન્ને થઈને ૧ લાખ રૂપિયા કરતા વધારે છે તો ફક્ત ૧ લાખ રૂપિયા જ સુરક્ષિત માનવામાં આવશે. સરળ ભાષામાં સમજવામાં આવે તો કોઈપણ બેંકમાં તમારી કુલ જમા રકમ ૪ લાખ રૂપિયા છે તો બેંક ડિફોલ્ટ થવા પર તમારા ફક્ત ૧ લાખ રૂપિયા જ સુરક્ષિત માનવામાં આવશે. બાકીની રકમ ભરત મળવાની કોઈ ગેરન્ટી નથી.

તમારુ એક જ બેંકમાં અલગ-અલગ બ્રાન્ચમાં ખાતું છે તો બધા ખાતામાં જમા રહેલ રકમ ને જોડવામાં આવશે અને ફક્ત ૧ લાખ રૂપિયા સુધી જમા રકમ સુરક્ષિત માનવામાં આવશે. ફક્ત એટલું જ નહીં પરંતુ જો તમારુ કોઇ બેન્કમાં એક થી વધારે એકાઉન્ટ હોય અને FD વગેરે હોય તો પણ બેંક ડિફોલ્ટ થવા અથવા તો ડૂબી જવા બાદ તમને ૧ લાખ રૂપિયા મળવાની ગેરંટી હોય છે. આ રકમ તમને કઈ રીતે મળશે, તેની ગાઇડલાઇન DICGC નક્કી કરે છે.

એક્સપર્ટ ગૌરી ચડ્ડાએ જણાવ્યું હતું કે ભારતમાં હજુ સુધી એવી સ્થિતિ નથી આવી કે કોઈ બેન્ક ડુબેલ હોય. જો કોઈ બેંકને પરેશાની હોય છે તો તે બેંકને કોઈ અન્ય બેંક સાથે મર્જ કરી દેવામાં આવે છે. આવી રીતે તેને ફરીથી સ્થિર કરવામાં આવે છે અને ગ્રાહક સુરક્ષિત રહે છે. કારણકે એવામાં નવી બેંક ગ્રાહકોના પૈસાની જવાબદારી લઈ લે છે.

શુ પોસ્ટ ઓફિસમાં જમા રહેલ પૈસા સુરક્ષિત છે?

જો પોસ્ટ ઓફિસ તમારી રકમ ચૂકવવામાં ફેલ થઈ જાય છે તો જમા રહેલ પૈસા પર સોવરેન ગેરંટી હોય છે. મતલબ કે કોઈપણ પરિસ્થિતિમાં જો પોસ્ટલ ડિપાર્ટમેન્ટ નિવેશકોના પૈસા પરત આપવામાં ફેલ થઇ જાય છે તો સરકાર આગળ આવીને નિવેશકોનાં પૈસાની જવાબદારી લે છે. કોઈ પણ પરિસ્થિતિમાં તમારા પૈસા ફસાતા નથી. પોસ્ટ ઓફિસ સ્કીમમાં જમા રહેલ પૈસા સરકાર પોતાના કામ માટે ઉપયોગમાં લે છે. આ કારણથી આ પૈસા પર સરકાર ગેરંટી પણ આપે છે.

અચાનક બેંકમાં જમા રહેલ પૈસા પર આટલી બબાલ શા માટે થઇ રહેલી છે?

RBI એ હાલમાં પંજાબ અને મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ બેંક પર ગરબડી કરવા પર તેમના પર પ્રતિબંધ લગાવી દીધો હતો. RBI ના પ્રતિબંધ બાદ આ બેંકના ગ્રાહકો છ મહિનામાં પોતાના એકાઉન્ટમાંથી ૧૦ હજાર રૂપિયાથી વધારે નહીં નીકાળી શકે. ત્યાર બાદ સોશિયલ મીડિયા પર ઘણા પ્રકારની અફવાઓ ચાલવા લાગી હતી. ત્યારબાદ ૯ સરકારી બેન્કોના બંધ થવાના સમાચાર આવ્યા. RBI અને સરકાર તરફથી આ બધી અફવાઓનું ખંડન કરવામાં આવ્યું અને ગ્રાહકોને ભરોસો અપાવવામાં આવ્યો કે તેમના પૈસા પૂર્ણ રીતે સુરક્ષિત છે.

SBI ના પૂર્વ ચેરમેન પ્રતિપ ચૌધરીએ જણાવ્યું હતું કે, હાલના સમયમાં સામાન્ય લોકોની ચિંતામાં વધારો થવો એ સ્વાભાવિક છે. કારણકે સતત છેતરપીંડી વધી રહી છે. RBI એ વધારે સખત પગલાં ભરવા જોઇએ જેથી બેંકોની સ્થિતિની સમયસર જાણ થઈ શકે. તેમણે કહ્યું હતું કે દેશમાં રેસ્ટોરેન્ટ થી વધારે સરળ હવે કોઈ બેંક ખોલવું બની ગયું છે.

કેવી રીતે પસંદ કરવી સારી બેંક

પ્રદીપ ચૌધરી કહે છે કે બેંકને પસંદ કરતા પહેલા બેંકની ક્રેડિટ રેટિંગ જરૂર ચેક કરવી જોઈએ. તે સિવાય તેના શેરના ભાવ અને તેના માર્કેટ કેપિટલાઈઝેશન ને પણ જોવું જોઈએ. જેથી બેંકની સ્થિતિને જાણી શકાય.

આવી રીતે રાખો પોતાના પૈસાને સુરક્ષિત

બેન્કિંગ એક્સપર્ટ્સનું કહેવું છે કે, પોતાની સમગ્ર બચત ક્યારેય પણ એક જ બેંકમાં અથવા તો તેની અલગ અલગ બ્રાંચમાં ન રાખવી. કારણકે બેંક ડૂબવાની સ્થિતિમાં એક જ બેંકના બધા ખાતાને એક જ ખાતું માનવામાં આવે છે. તેવામાં સેવિંગ અથવા કરંટ એકાઉન્ટ, એફડી અથવા અન્ય બચત અલગ-અલગ બેન્કોના ખાતામાં સુરક્ષિત રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here